Cli

શાહરૂખ ખાનના દીકરા અબરામની અસલી માતા કોણ છે? ગૌરી ખાને જન્મ નથી આપ્યો ?

Uncategorized

અબરામને ના શાહરૂખ, ના આર્યન, ના સુહાના પણ અબરામની તેની માતા ગૌરી ખૂબ જ પસંદ આવે છે ક્વીન ખાનની દિવસની શરૂઆત અબ્રામના ચહેરા જોવાથી જ થાય છે. અબ્રામ ની ગૌરી ખાન વધુ પસંદ છે શાહરૂખ કરતાં પણ.

જો બોલિવૂડના સૌથી સુંદર સ્ટાર કીડની યાદી બનાવવામાં આવે તો અબરામ તેમાં સૌથી પ્રથમ હોય તો આ અબ્રામની અસલી માતા કોણ છે? ગૌરી ખાનને અબ્રામને જન્મ નથી આપ્યો. શાહરૂખ હંમેશા અબ્રાહમને પોતાની સાથે રાખે છે પછી તે ipl નું મેદાન હોય કે ઈદ પર લોકોનું દીદાર કરવાનો હોય શાહરૂખ ખાન હંમેશા અબ્રામની સાથે રાખે છે.

આર્યન ખાન અબ્રામ કરતા 16 વર્ષ મોટો છે તો સુહાના ખાન અને અબ્રામ વચ્ચે ૧૪ વર્ષનું અંતર છે બંને ભાઈ બહેન પણ અબ્રાહમને ખૂબ જ પ્રેમ કરે છે.ઘણા લોકો જાણતા નથી કે શાહરૂખનો નાનો દીકરો અબરામનો જન્મ ગૌરીએ આપ્યો નથી. હવે સવાલ એ છે કે અબરામની માતા કોણ છે? અબરામ શાહરૂખના બીજા બે બાળકો આર્યન અને સુહાના કરતા ઘણો નાનો છે.

અબરામનો જન્મ સરોગસી દ્વારા થયો હતો. આ સરોગસી દ્વારા જન્મેલા બાળકની માતાની ઓળખ જાહેર કરી શકાતી નથી. આ કાયદેસર રીતે પ્રતિબંધિત છે. પરંતુ અબરામની માતા કોણ છે તે અંગે ઘણી અફવાઓ છે. ઘણા લોકો જુદા જુદા દાવા કરે છે.

ઘણા અહેવાલો દાવો કરે છે કે અબરામની માતા આ દેશની નથી. તે બીજા કોઈ દેશની છે. પરંતુ શાહરુખ કે ગૌરીએ ક્યારેય આ વિશે કંઈ કહ્યું નહીં. કિંગ ખાન અને ગૌરી અબરામની માતાની ઓળખ વિશે એક પણ શબ્દ કહેવા માંગતા નથી. ઘણા લોકો કહે છે કે અબરામ શાહરૂખ ખાનની સાળીનો દીકરો છે, જેને તેણે દત્તક લીધો છે. અબરામના જન્મ પહેલાં આ દંપતીએ ક્યારેય આ વાતનો ઉલ્લેખ કર્યો ન હતો. જોકે, લોકોની વાતો અને અટકળો પર વિશ્વાસ કરી શકાતો નથી.

અબરામની માતા કોણ છે તે અંગે અટકળોનો અંત નથી આવતો. પરંતુ જ્યાં સુધી કિંગ ખાન આ વિશે કંઈ કહે નહીં ત્યાં સુધી સાચા સમાચાર મળવા મુશ્કેલ છે. બાકીની મોટાભાગની અફવાઓ અંદાજો પર આધારિત છે. બધું અટકળો છે. તેથી કઈ વાત સાચી છે તે કહેવું મુશ્કેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *