અભિષેક બચ્ચને ગુમાવ્યો પોતાનો એક ખૂબ જ નજીકનો વ્યક્તિ.આ એ વ્યક્તિ હતા જેઓ અભિષેક બચ્ચનની જિંદગીમાં ખાસ સ્થાન ધરાવતા હતા.
હકીકતમાં, અભિષેક બચ્ચન પોતાની કોઈ પણ નવી ફિલ્મનો પહેલો શોટ આપવા પહેલાં હંમેશા તેમના પગ સ્પર્શ કરતા હતા. વર્ષો સુધી તેઓ અભિષેક બચ્ચનની ટીમનો ભાગ રહ્યા હતા, પરંતુ હવે આ દુનિયામાં નથી રહ્યા.એ કારણે અભિષેકે તેમના માટે એક ઇમોશનલ નોટ લખી છે.અભિષેક બચ્ચનના મેકઅપમેનનું અવસાન થયું છે અને પોતાના મેકઅપમેન માટે અભિષેકે એક પોસ્ટ શેર કરી છે.
તેમણે ફોટો સાથે લખ્યું —”અશોક દાદા મારા સાથે છેલ્લા 27 વર્ષથી હતા. મારી પહેલી ફિલ્મથી લઈને આજ સુધી તેમણે જ મારું મેકઅપ સંભાળ્યું છે. તેઓ મારા પિતાના મેકઅપમેન દીપક સાવંતના ભાઈ છે. દીપક સાવંત મારા પિતાજી સાથે 50 વર્ષ કામ કરતા રહ્યા, જ્યારે અશોક સાવંતે મારી સાથે 27 વર્ષ કામ કર્યું.છેલ્લા કેટલાક સમયથી અશોક દાદાની તબિયત સારી નહોતી. તેઓ શૂટ પર આવી શકતા નહોતા, છતાં પણ ખાતરી કરતા કે મારું મેકઅપ યોગ્ય રીતે થાય. તેઓ પોતાના આસિસ્ટન્ટને હંમેશા યોગ્ય સૂચનાઓ આપતા.
જ્યારે પણ હું શૂટ પર જતો, તેઓ સતત સંપર્કમાં રહેતા.તેઓ ખૂબ પ્રેમાળ વ્યક્તિ હતા. મારી દરેક નવી ફિલ્મના પહેલા શોટ પહેલાં હું તેમના પગ સ્પર્શ કરતો. હવે તેઓ આ દુનિયામાં નથી, તો હું હવે આકાશ તરફ જોઈને મારી નવી ફિલ્મનો પહેલો શોટ આપું છું. અશોક દાદા મારા માટે માત્ર ટીમના સભ્ય નહોતા, પરંતુ કુટુંબના સભ્ય જેવા હતા.
અમારો સંબંધ ખૂબ જ લાંબો અને ભાવનાત્મક રહ્યો.”અભિષેકની આ પોસ્ટ પર અનેક લોકો પ્રતિભાવ આપી રહ્યા છે અને સૌ કહી રહ્યા છે કે બચ્ચન પરિવારની ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ છે —જ્યાં અન્ય કલાકારો પોતાની ટીમ વારંવાર બદલે છે, ત્યાં બચ્ચન પરિવાર પોતાની ટીમને વર્ષો સુધી સાથે રાખે છે અને તેમને કુટુંબની જેમ માન આપે છે.