સલમાન ખાન ક્યારેય કોઈની આંખમાં આંખ નાખીને કેમ વાત કરતો નથી? એમાં શું છે? લોકો કહે છે કે એ કંઈક નાકમાં પાઉડર જેવા પદાર્થનો ઉપયોગ કરે છે. એ ખરા અર્થમાં “દબંગ” નથી, પણ ગલીનો ગુંડો છે. એની આખી ઈમેજ ફેક છે. અરબાઝ તો બિલકુલ નિકમ્મો – લોકો કહેતા હતા કે એ પોતાની પત્ની (મલાઈકા)ની કમાણી પર જીવે છે.
“દબંગ” ફિલ્મની સ્ક્રિપ્ટ ઓરિજિનલી ડાર્ક અને આર્ટિસ્ટિક રીતે લખાયેલી હતી. તેમાં ગીતો નહોતા, ગ્લેમર નહોતું. બાદમાં સલમાન અને એના પરિવારના ઇનપુટ્સથી તેમાં ફેરફારો થયા. ગીતો ઉમેરાયા, થોડું કોમર્શિયલ બનાવાયું. પણ ફિલ્મનો મૂળ આધાર, સ્ટોરી અને સીન તો લેખક-ડિરેક્ટર તરફથી જ આવ્યા હતા. છતાં, ફિલ્મ હિટ થઈ ત્યારબાદ ક્રેડિટ લૂંટી લેવા ખાને પરિવાર આગળ આવ્યો.ડિરેક્ટરે સ્પષ્ટ કર્યું કે ક્રેડિટનો સૌથી મોટો અન્યાય “દબંગ”માં થયો.
ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે ડિરેક્ટરનો ક્રેડિટ ફ્રન્ટમાં સાચી રીતે આપવામાં આવ્યો જ નહીં. પોસ્ટર સુધીમાં “અરબાઝ ખાન દબંગ” લખાયું, જ્યારે સાચું શ્રેય એને મળવું જોઈએ હતું જેને ફિલ્મ ઊભી કરી.ફિલ્મ બનાવવાની પ્રક્રિયામાં પણ તેને તકલીફો કરાઈ – ચુકવણી રોકવી, નાના મોટા કોન્ટ્રાક્ટમાં ગોટાળા, કાર આપીને પોતાનો ઉપકાર બતાવવો પણ કાગળો પર ગાડી પોતાના નામે રાખવી – આ બધું “શોઓફ” માટે જ હતું. “બીંગ હ્યુમન” નામે ચેરિટી પણ માત્ર દેખાડા માટે હતી.
ખાન પરિવારને હંમેશા એ ચિંતા રહે છે કે કોઈ બીજો આગળ ન વધી જાય. પોતાના લેવલને સુધારવા કરતાં એ લોકો બીજાને દબાવવા પર વિશ્વાસ કરે છે. “દબંગ”નો બ્રાન્ડ, એની સ્ટોરી, એની કેરેક્ટર્સ – એના આધારે રિમેક્સ દક્ષિણમાં બને અને ક્રેડિટ-પૈસા બધું ખાના પરિવારએ ખાધું, જ્યારે મૂળ સર્જકને કઈ મળ્યું જ નહીં.
સલમાન પર આરોપ છે કે એ અહંકારી છે, એના ચહેરા પર ઘમંડ ટપકે છે. જેમ રાવણનો અંત ઘમંડથી થયો એમ સલમાનનો કારકિર્દી પણ એ જ કારણે તૂટી શકે. ફેન્સને પોતાના આસપાસ ભેગા કરાવે છે પણ બુલેટપ્રૂફ ગ્લાસ પાછળ છુપાય છે. સાચો પ્રેમ તો અમિતાભ બચ્ચન જેવા કલાકારોને મળે છે, જે પોતાના ચાહકો વચ્ચે ઊભા રહે છે.લેખકના મતે ખાને પરિવારનો આખો સામ્રાજ્ય “દબંગ”થી ઉભો થયો છે અને એ સામ્રાજ્યનું મૂળ હક એનો જ છે. પરંતુ એને હક મળ્યો નહીં, બદલે એને સાવ સાઈડલાઈન કરી દીધો.