Cli

આર્મી જવાનનું ટ્રેનમાં સામાન્ય બાબતમાં ઢીમ ઢાળી દેવાયું!

Uncategorized

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ગીડાસણ ગામના જીગ્નેશ ચૌધરી છેલ્લા 12 વર્ષથી આર્મીમાં ફરજ બજાવે છે તે પણ જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં માં જો કે આ રજા લઈ આર્મી જવાન પોતાના માદરે વતન ટ્રેનમાં આવતો હતો તે દરમિયાન રસ્તામાં જ કોચ એટ્રેન્ડ દ્વારા જે ચાદર માંગવા બાબતે જે નજીવી બાબત હતી આ બાબતે છરીના ઘા વડે તેની કરપીણ હત્યા કરવામાં આવે છે તેની વિગતે વાત આ વીડિયોમાં કરવી છે.

વાત બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ગીડાસણ ગામની છે. ગિડાસણ ગામમાં 12 વર્ષથી જીગ્નેશ ચૌધરી જે આર્મીમાં ફરજ બજાવે છે અને જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ફરજ બજાવે છે. જોકે આ રજા લઈ જે આર્મી જવાન છે આ પોતાના માદરે વતન આવી રહ્યો હતો. તે દરમિયાન રસ્તામાં કોચ એટેન્ટ સાથે જે ચાદર માગવા બાબતે જે બોલાચાલી થઈ અને બોલાચાલીમાં જે કોચ એટેન્ટ છે આ કોચ એટેન્ડન્ટ દ્વારા છરી વડે હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં આર્મી જવાન દમ તોડે છે જોકે પોલીસને જાણ થતા પોલીસે આરોપીને દબોચી લીધો જોકે આરોપીને દબોચ્યા બાદ આ જે આર્મી જવાન છે

આ આર્મી જવાનના મૃતદેહને પોતાના માદરે વતનલાવવામાં આવ્યો હતો જોકે વડગામનું જે છાપી છે આ છાપીથી જે ગિડાસણ ગામ છે આ ગિડાસણ ગામની જે વચ્ચેનું જે અંતર છે આ અંતરમાં વિદાયમાં જે અંતિમ યાત્રા હતી આ અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા જો કે હજારો લોકોમાં આંસુ જોવા મળ્યા હતા અને આંસુઓની સાથે સાથે આક્રંત જોવા મળ્યો હતો જો કે આ દેશનો જવાન એ છે કે જે પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની જે રક્ષા કરે છે

અને આ જ રક્ષા કરતા આર્મી જવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી જોકે આ તમામ બાબતને લઈને લોકો સુરક્ષિત ન હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા જો કે આ તમામ બાબતને લઈને આર્મી જવાનના પરિવારજનોશું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો મારું નામ ચૌધરી જયેશકુમાર જેઠાભાઈ છે અને જે આ વીર શહીદ જવાન થયા એમના ભાઈ પૂછું અમારો ભાઈ જીગરભાઈ ચૌધરી 10 વર્ષથી સેનામાં ફરજ બજાવતો હતો અને આ રજાઓમાં ઘરે આવતો હતો અને આવા માનસિક વિકૃત માણસોએ એની રેલવેમાં હત્યા કરી નાખી અને અમે એના માટે ન્યાયની માંગણી કરી રહ્યા છીએ

દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રી પાસે પણ કે અમ અમને ઝડપથી ઝડપથી ન્યાય મળે અને આવા લોકોને ફોસી ચડાવે અને અમારા ભાઈને ન્યાય અપાવે અને દેશ હું મારા રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ એક વિનંતી કરું છું કે અમને ન્યાય અપાવેઅને ગમેથી કરીને રાજસ્થાનમાંથી એમને પકડીને અહીંયા ગુજરાતમાં જ સજા કરાવે એવો હું ન્યાયની માંગણી સાથે આપ સૌને વિનંતી કરું છું તમે જોઈ તે પ્રકારે આર્મી જવાનના પરિવારજનોએ કહ્યું કે જો એક આર્મી જવાન સલામત ન હોય તો દેશના જે સત્તાધીશો છે આ સત્તાધીશો સામે સવાલ થયા છે કારણ કે આ એ જવાન છે કે રાત દિવસ ખડે પગે દુશ્મનોની સામે પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોના જીવની ચિંતા કરે છે અને દેશની રક્ષા કરે છે અને આજ રક્ષા કરનાર જે વીર સપૂત છે આ વીર સપૂતને છરીના ઘા કરી તેની હત્યા કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *