બચ્ચન પરિવારની સિદ્ધિઓ જેટલી મોટી છે એટલી જ તેમની ચર્ચાઓ પણ ચાલતી રહે છે, જયા બચ્ચનનો ગુસ્સો હોય કે ઐશ્વર્યા–અભિષેકના સંબંધોની વાત,
આ દરમિયાન શ્વેતા બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચેના મતભેદોની ચર્ચા સોશિયલ મીડિયામાં થતી રહી છે અને લોકો માનતા હતા કે નનંદ–ભાવજના આ તણાવનો અસર બાળકો પર પણ પડી હશે, પરંતુ હકીકત એથી બિલ્કુલ જુદી છે; નવ્યા નવેલી નંદા, જે હાલ IIM અમદાવાદમાંથી એમબીએ કરી રહી છે
અને પોતાના નાનાજી–નાની અમિતાભ અને જયા સાથે વધારે સમય ગાળે છે, પોતાના તાજા ઇન્ટરવ્યૂમાં ખુલીને કહ્યું કે પરિવારમા ભલે વિચારોમાં ફરક હોય, પ્રેમ, માન અને એકતા ક્યારેય ઘટતી નથી; પોતાની કઝિન આરાધ્યા બચ્ચન વિશે નવ્યાએ જણાવ્યું કે આરાધ્યા ખુબ સમજદાર, ઈન્ટેલિજન્ટ, કૉન્ફીડન્ટ છે
અને તેને કોઈ સલાહ આપવાની જરૂર જ નથી, નવ્યા તો પોતે આરાધ્યાની મેચ્યોરિટી, બોલવાની સ્ટાઈલ અને આત્મવિશ્વાસથી પ્રેરણા લે છે, અને આ બધાથી સ્પષ્ટ થાય છે કે નવ્યા અને આરાધ્યા વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત, પ્રેમાળ અને સકારાત્મક છે અને નનંદ–ભાભીના મતભેદોની ચર્ચાઓનો બંને બહેનોના સંબંધ પર કોઈ પણ પ્રકારનો ખરાબ અસર નથી પડ્યો.