Cli

ગૌરી સાથેના સંબંધને આખરે આમિર ખાને સ્વીકાર્યો? દિલથી માની પત્ની!

Uncategorized

આમિર ખાન અને ગૌરી સ્પ્રાટનો સંબંધ હવે સૌને જાણીતો થઈ ગયો છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે તેઓ મુંબઈમાં એક નવા ભવ્ય ઘરમાં શિફ્ટ થયા છે, જે આમિરના પરિવારના ઘરથી વધારે દૂર નથી.

તાજેતરમાં આમિરે કહ્યું હતું કે તેઓ ગૌરી સાથેના પોતાના સંબંધને લઈને ખૂબ જ સીરિયસ છે. તેમણે દિલથી ગૌરી સાથે લગ્ન કરી લીધા છે અને તેમને પોતાની પત્ની માની લીધી છે, જોકે વાસ્તવમાં લગ્ન કરવાની હજી કોઈ યોજના નથી.

આમિર ખાને બોલિવૂડ હંગામાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ગૌરી અને હું એકબીજા માટે ખૂબ જ સીરિયસ છીએ અને અમારો સંબંધ ખૂબ મજબૂત છે. અમે પાર્ટનર્સ છીએ અને સાથે છીએ. લગ્નની વાત કરીએ તો દિલથી તો હું તેની સાથે પહેલેથી જ લગ્ન કરી ચૂક્યો છું. એટલે તેને ઔપચારિક સ્વરૂપ આપવું કે નહીં, તે હું સમય સાથે નક્કી કરીશ.તમને જણાવી દઈએ કે આમિર ખાનની પહેલી લગ્ન 1986માં રીના દત્તા સાથે થઈ હતી.

તેમના બે સંતાન છે આયરા ખાન અને જુનૈદ ખાન. વર્ષ 2002માં આમિર અને રીનાનો છૂટાછેડો થયો. ત્યારબાદ 2005માં આમિરે ફિલ્મ નિર્માતા કિરણ રાવ સાથે લગ્ન કર્યા અને 2021માં બંનેએ અલગ થવાની જાહેરાત કરી. તેમનો એક દીકરો પણ છે આઝાદ, જેનો જન્મ સરોગેસી દ્વારા થયો હતો.આમિરનો આજે પણ પોતાની બંને પૂર્વ પત્નીઓ સાથે સારો સંબંધ છે. હાલ આમિરના આ નિવેદન પર તમારો શું મત છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *