આલિયાએ જણાવ્યું રણબીર સાથેની પોતાની લગ્નજીવનનું સાચું સત્ય. મિત્રો સામે ખુલ્લેઆમ કહી દીધા બધા રાજ. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનો સંબંધ પતિ-પત્ની જેવો નથી, એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો, જેના પછી કપલના ફેન્સ રહી ગયા આશ્ચર્યમાં.આલિયા અને રણબીરની શાદીને ત્રણ વર્ષ થઈ ગયા છે, અને બંનેને રાહા નામની એક પુત્રી પણ છે.
છતાં પણ બંનેનો સંબંધ પરંપરાગત પતિ-પત્ની જેવો નથી. બંને એકબીજાને મજાકમાં ઉડાવે છે, ટ્રોલ કરે છે અને મિત્રોની જેમ વર્તે છે. કહેવામાં આવે છે કે લગ્ન પહેલા બંનેએ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું.આલિયાએ જણાવ્યું કે તેણે રણબીર સાથે લગ્ન કર્યા કારણ કે તે તેને એક સારા ઈન્સાન લાગ્યા હતા અને તે હંમેશા તેનું ધ્યાન રાખે છે.
આલિયાએ આ બધું એક ઈન્ટરવ્યુમાં ખુલ્લેઆમ જણાવ્યું હતું.હાલમાં આલિયા ભટ્ટ ટ્વિંકલ ખન્ના અને કાજોલના ટોક શો “ટુ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ” માં દેખાઈ હતી, જ્યાં તેણે ફિલ્મોમાં પોતાની સફર અને રણબીર સાથેના સંબંધ વિશે ખુલ્લી વાત કરી હતી.આલિયાએ જણાવ્યું કે રણબીર તેના માટે એક સારો મિત્ર છે અને તેમનો સંબંધ ફિલ્મી રોમાન્સ કરતા વધારે મિત્રતાભર્યો છે. તેણીએ કહ્યું –
> “રણબીર અને મારા વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે, અને એ ફિલ્મી રોમાન્સથી આગળ છે. અમારું બંધન બેસ્ટ ફ્રેન્ડ્સ જેવું છે જેમાં અમે એકબીજાની મજાક ઉડાવીએ છીએ. મેં તેની સાથે લગ્ન એ કારણે કર્યા કે તે એક સારો માણસ છે. પણ જે વ્યક્તિને ટ્રોલ કરવું મને સૌથી વધુ ગમે છે, તે રણબીર છે, અને જે વ્યક્તિને મને ટ્રોલ કરવું ગમે છે તે પણ હું જ છું.”આલિયાએ એ પણ કહ્યું કે સન્માન (respect) લગ્નનો સૌથી અગત્યનો ભાગ છે. તેણીના જણાવ્યા મુજબ –> “જ્યારે સન્માન હોય છે, ત્યારે પ્રેમ અને સમજણ જેવી બધી બાબતો આપોઆપ આવી જાય છે.”સોશિયલ મીડિયા પર આલિયાના આ નિવેદન બાદ લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે —
કેટલાક ફેન્સ કહે છે કે લગ્નમાં મિત્રતા હોવી સારી બાબત છે, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે આલિયા અને રણબીર વચ્ચે માત્ર મિત્રતા છે, પતિ-પત્ની જેવો પ્રેમ નથી.આ પહેલી વાર નથી જ્યારે આલિયા અને રણબીરને ટ્રોલ કરવામાં આવ્યા હોય. અગાઉ પણ ત્યારે ચર્ચા થઈ હતી જ્યારે આલિયાએ કહ્યું હતું કે રણબીરને તે ગાઢ લિપસ્ટિક લગાવે તે પસંદ નથી. રણબીર હંમેશાં કહેતા – “પ્લીઝ લિપસ્ટિક હટાવી દો,” કારણ કે તેને આલિયાના નેચરલ લિપ્સ વધારે ગમે છે.એક ઇન્ટરવ્યુમાં આલિયાએ એ પણ જણાવ્યું હતું કે રણબીરને તેનો ઉંચો અવાજ પસંદ નથી, એટલે હવે તે ધીમેથી બોલવાનો પ્રયત્ન કરે છે.આ બધા નિવેદનોને કારણે આ કપલ ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનતું આવ્યું છે.બ્યુરો રિપોર્ટ – E2