આર્યન ખાન કેસમાં દિવસે દિવસે નવા ખુલાસા નવી વાતો સામે આવી રહી છે કોર્ટે આર્યનની ૭દિવસની કસ્ટડી મંજૂર કરી હતી ત્યારે ખબર મળી હતી કે આર્યનના મોબાઈલમાં મળેલા મેસેજને કારણે કોર્ટે આર્યનને કસ્ટડીમાં રાખ્યો હતો જો કે સાત દિવસ બાદ કોર્ટમાં આર્યનના કેસની સુનાવણી પણ કરવામાં આવી અને ૧૪દિવસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો.
ત્યારે બીજી બાજુ હાલમાં તપાસ અધિકારીઓ પર ત્રણ લોકોને છોડી મૂકવાનો આરોપ પણ લાગ્યો હતો જો કે અધિકારીઓએ આ આરોપને સ્વીકાર્યો છે તેમનું કહેવું છે કે તેમને ત્રણ નહિ પરંતુ છ લોકોને છોડી મૂક્યાં હતા કારણકે તેઓની પાસે કઈ જ મળ્યું નથી તો આ જ વાતને લઈને આ કેસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે.
એક ખબર પ્રમાણે આ કેસમાં પકડાયેલા ૧૪લોકોમાં એક મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજિત પવારનો દીકરો પાર્થ પવાર પણ હતો જેનું નામ અધિકારીઓએ સામે આવવા જ ન દીધું એટલું જ નહિ જે છ લોકોને છોડી મૂક્યાં છે તેમાં પાર્થ પવાર પણ હતો ત્યારે આ પ્રશ્ન મનમાં જરૂર થાય કે જો આર્યનનું નામ તેના પિતાને કારણે બહાર આવ્યું હોય તો પાર્થનું નામ જાહેર કરવામાં ભેદભાવ કેમ કરવામાં આવ્યો.
જો કે આ અંગે અધિકારીઓએ તો જવાબ ન આપ્યો પરતું મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ અંગે જવાબ આપ્યો છે તેમને આડકતરી રીતે જણાવ્યું કે જે છ લોકો પાસેથી કઈ નથી મળ્યું તેમાં એક મોટા નેતાનો દિકરો પણ હતો જો કે સમીર વાનખેડે જે આ કેસમાં મુખ્ય અધિકારી છે તેમને પણ પ્રેસમાં પાર્થ પવાર અંગેના સવાલને અવગણી નાખ્યો હતો તેમને જણાવ્યું હતું કે સબૂત વગર કોઈનું નામ ન લઈ શકાય.