આ ઘટના પાટણ જિલ્લાના સાંતલપૂરમાં બની છે આ ઘટના કાળજું કંપાવી દે તેવી છે વાતની ખરાઈ કરવા માટે પાડોશીએ 11 વર્ષની એક બાળકીનો હાથ ઉકળતાં તેલમા નાખી દીધો હતો જ્યારે બાળકીએ બુમાબુમ કરી દીધી હતી આ ઘટના બનતાં પાટણ પંથકમાં ચકચાર મચી ગઇ છે જ્યારે આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી છે આ ઘટનામાં પાડોશી મહિલાએ કઈક વાતની ખરાઈ કરવા માટે લખીબેન નામની મહિલાએ બાળકીનો હાથ તેલમાં નાખ્યો હોવાની ચર્ચા થઈ રહી છે.
બાળકીને તેલમાં હાથ નાખવો પડશે એવું સાંભળીને બાળકી ડરી ગઇ હતી બાળકીએ હાથ નાખવાની ના પાડતા લખીબેનએ બાળકીના હાથ પકડીને જબરદસ્તી નાખતા હાથ પુરી રિતે દાઝી ગયો હતો અને બાળકીએ બુમાબુમ કરતા લોકોના ટોળા વળી ગયા હતા ત્યારે આસપાસના લોકોએ તાત્કાલીક બાળકીને હોસ્પિટલમાં ખસેડી હતી આ મામલે ફરિયાદ થતા આરોપી લખીબેનની પોલીસે ધરપકડ કરી હતી બાળકી ઉપર આ ઘટના થતાં જિલ્લામાં ચકચાર જવા પામી હતી.
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ પંચના અધ્યક્ષ જાગૃતિબેન પંડ્યાએ જિલ્લા કલેક્ટરને આ ઘટનાની તપાસ હાથ ધરવા અને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે આ ઘટના બાદ વાઇરલ થયેલા એક વિડીયોમાં અને છોકરીના એક પડોશી દ્વારા સોશિયલ મીડિયા પર પ્રસારિત પીડિતા જે તેની જમણી હથેળી પર દાઝી ગઈ હતી તે રડતી અને તેની અગ્નિપરીક્ષા વર્ણવતી જોવા મળી હતી આરોપી લખીબેનની ધરપકડ કરી છે અને વધુ તપાસ બાદ સત્ય હકીકત સામે આવી શકે છે.