Cli
aa kalakaro jode ketla paisa chhe

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં કોણ છે સૌથી ધનિક ! જાણો કોની જોડે છે કેટલા પૈસા…

Story

વર્ષ ૨૦૦૮થી સબ ટીવી ચેનલ પર પ્રસારિત થતી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક એવી સિરિયલ છે જે માત્ર આપણા દેશમાં જ નહિ પરતું વિદેશમાં પણ બહુ જ જાણીતી બની છે આ સિરિયલ લેખક તારક મહેતાની કોલમ દુનિયાને ઊંધા ચશ્મા પરથી બનાવવામાં આવી છે મિત્રો કોઈપણ સિરિયલ આટલા સમય સુધી દર્શકોને પકડી રાખે તો તેમાં સિરિયલની વાર્તા સાથે એ વાર્તાનાં પાત્રો અને એ પાત્રોને ભજવતા કલાકારોનો ફાળો પણ મહત્ત્વનો હોય છે.

તારક મહેતા સિરિયલમાં પણ કઈક એવું જ છે આ સિરિયલ પણ તેના કલાકારોને કારણે જ લોકપ્રિય બની છે તો આજે અમે તમને આ લોકપ્રિય સિરિયલના લોકપ્રિય કલાકારોની આવક વિશે અને એમના શોખ વિશે જણાવીશું પહેલા તો આપણે વાત કરીએ સિરિયલમાં જેઠાલાલના ફાયર બ્રિગેડ એવા તારક મહેતા જે સિરિયલમાં સૂત્રધાર છે તારક મહેતાના પાત્રમાં જોવા મળતા અભિનેતાનું નામ શૈલેષ લોઢા છે.

જેઓ એક લેખક અને શાયર છે શૈલેષ લોઢાની ગણતરી સૌથી મોંઘા લેખકોમાં કરવામાં આવે છે શૈલેષ લોઢાની સંપતિ વિશે વાત કરીએ તો તેઓ ૧૦કરોડની સંપતિ ધરાવે છે અને તેમની પાસે મર્સિડીઝ બેન્સ૩૫૦ કાર પણ છે જેની કિંમત ૭૫ લાખ રૂપિયા છે ત્યારબાદ વાત કરીએ જેઠાલાલના પ્રિય બબીતાજી વિશે તો બબિતાનું પાત્ર ભજવતી અભિનેત્રીનું નામ મુનમુન દત્તા છે.

મુનમુન બોલીવુડ ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે અને શાહરૂખ તેમનો પ્રિય એક્ટર છે મુનમુન દત્તાની સંપતિ વિશે વાત કરીએ તો તેઓ ૧૨ કરોડની સંપતિના માલિક છે અને તેમની પાસે સ્વિફ્ટ ડીઝાયર કાર છે આ સિરિયલમાં સૌથી લોકપ્રિય બનેલા ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીની આવકની વાત કરીએ તો તેઓ ૧૫કરોડની સંપતિ ધરાવે છે જેમાં તેમની પાસે રહેલી ૪૬ લાખની કારનો સમાવેશ થાય છે.

જો વાત કરીએ શ્યામ પાઠક ઉર્ફે પોપટલાલ જેમને સિરિયલની શરૂઆતથી આટલા વર્ષો સુધી કુવારા જ બતાવવામાં આવ્યા છે તો મિત્રો શ્યામ પાઠક ૧૬કરોડની સંપતિ ધરાવે છે અને પોતાના અસલ જીવનમાં તેઓ ૩ બાળકના પિતા છે સાથે જ જણાવીએ કે શ્યામ પાઠક પાસે ઇનોવા ક્રિસ્ટા જેવી મોંઘી કાર  છે તારક મહેતા સિરિયલની વાત કરતા હોઈએ ત્યારે ચંપક ચાચા અને દયાબેન ને કઈ રીતે ભૂલી શકાય.

તમને જણાવી દઇએ કે સિરિયલમાં ચંપક ચાચાના રોલમાં જોવા મળતા અભિનેતાનું નામ અમિત ભટ્ટ છે અને તેમને ઇનોવા ક્રિસ્ટા કારનો શોખ છે અને તેઓ ૩૫કરોડની સંપતિના માલિક છે તો બીજી તરફ દયાબેન ઉર્ફે દિશા વાકાણી ૩૭ કરોડની સંપતિ ધરાવે છે અને તેમની પાસે ઓડીક્યું૭ કાર છે જેની કિંમત ૮૦લાખ રૂપિયા છે.

હવે અંતમાં સિરિયલમાં મુખ્ય પાત્રમાં જોવા મળતા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષી જેમનું નામ આ સિરિયલની સૌથી મોટી ઓળખ બની ગયું છે દિલીપ જોષી પાસે કુલ ૪૦કરોડની સંપતિ છે જેમાં બે કારનો પણ સમાવેશ થાય છે આ સિવાય જેનિફર જે સિરિયલમાં રોશનનું પાત્ર ભજવે છે તેમની કુલ સંપતિ ૫ કરોડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *