ભારત સરકાર દ્વારા ગરીબ લોકો માટે સરકારે સસ્તા અનાજની દુકાનો ફાળવેલી છે દિન દયાલ ગ્રાહક યોજના અંતર્ગત અંત્યોદય કાર્ડ હેઠળ એવા લાખો પરીવારજનો ને સસ્તું અનાજ આપવામાં આવે છે જેના માટે સરકાર લોકોના ટેક્સ નો મોટો ભાગ આ યોજના હેઠળ વાપરે છે ખેડુતો પાસેથી સરકાર અનાજ ખરીદે છે.
અને જરૂરિયાત મંદ પરિવારોને ઓછા ભાવે એ અનાજ આપવામાં આવે છે પરંતુ આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક એવો વિડિયો સામે આવ્યો છે જેને જોતા લોકોનો ગુસ્સો પ્રશાસનની કામગીરી પર ખૂબ જ જોવા મળી રહ્યો છે સામે આવેલો વિડિયો મધ્યપ્રદેશનો હોય તેવું જણાવવામાં આવ્યું છે આ વીડિયોમાં સસ્તા અનાજ માટે.
લાવવામાં આવેલા ઘઉં નો એક મોટો જથ્થો જોવા મળે છે બાજુમાં ઘઉંના કોથળા ઠળવીને એક મોટો વિશાળ ઢગલો કરવામાં આવ્યો છે આ ઢગલા ની બાજુમાં રેતીના અને કાંકરાના ભરેલા વાહનો ઉભા કરાયા છે જેના ઉપર ઉભા રહીને યુવાનો ઘંઉ માં રેતી અને કાકંરાને નાખતા જોવા મળે છે.
બે યુવકો આ રેતી અને કાકંરાને નાખતા જોવા છે તો કેટલાક અન્ય લોકો ઘંઉના ઢગલામાં આ રેતી અને કાકંરાને ભેળવી અને મિક્ષ કરતા જોવા મળે છે તેઓ સસ્તા અનાજનું વજન વધારવા માટેની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે સામાન્ય ગરીબ પરિવારો માટે જે સરકાર અનાજની ફાળવણી કરે છે.
તેમ જ આવી મિલાવટ કરતા લોકો કોણ છે તેની પુષ્ટિ હજુ સુધી કરવામાં આવ્યું નથી આ વિડીયો સામે આવ્યા બાદ લોકો સરકાર અને પ્રશાસનની કામગીરી પર અનેક સવાલો ઉઠાવીને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે સામે આવેલો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે.
જેમાં સ્પષ્ટપણે અનાજમાં ભેળવણી કરતા લોકો જોવા મળે છે એક તરફ જ્યારે સરકાર ગરીબોના કલ્યાણ માટે અનાજની ફાળવણી કરે છે તો બીજી તરફ આવા ભષ્ટ્રાચારી લોકો ગરીબો નો હક છીનવવાનુ કામ કરતા જોવા મળે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.