Cli
બીજા સમાજની યુવતીએ લગ્ન કર્યા, રાતે પતિને અડવા ન દીધો, લસવાર પડતા જ મોટો કાંડ કર્યો...

બીજા સમાજની યુવતીએ લગ્ન કર્યા, રાતે પતિને અડવા ન દીધો, લસવાર પડતા જ મોટો કાંડ કર્યો…

Ajab-Gajab Breaking

આજકાલ ગુજરાતમાં ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે પોતાના સમાજમાં લગ્ન માટે કન્યા ના મળતા ઘણા લોકો બહારથી કોઈ અન્ય સમાજની યુવતીઓ સાથે લગ્ન કરવા પણ તૈયાર થઈ જાય છે અને ઘણા કિસ્સામાં બહારના વિસ્તારમાં થી આવેલી દુલ્હન જતી પણ રહે છે એવો જ બનાવ સામે આવ્યો છે.

જેમાં દુલ્હન માત્ર નથી ગઈ પરંતુ સોના ચાંદી ના આભુષણો સાથે લુંટેરી દુલ્હન બની ને ગઈ છે સમગ્ર ઘટના અનુસાર અમદાવાદ શહેરના નિર્ણય નગર વિસ્તારમાં એક યુવાનના લગ્ન થયા નહોતા તેની ઉંમર વધી રહી હતી તેને પોતાના પાડોશમાં રહેતા એક ભાઈને જણાવ્યું હતું કે મારે લગ્ન કરવા છે મારા માટે લાયક.

કન્યા હોય ભલે કોઈ પણ સમાજની હોય તો પણ હું લગ્ન કરવા માટે તૈયાર છું તે યુવાને એક મહિલાને દેખાડી હતી તે મહિલાની સાત વર્ષની દીકરી પણ હતી મહીલાએ જણાવ્યું હતું કે મારા છૂટાછેડા થઈ ગયા છે અને હું આ દીકરી સાથે તમારા ઘેર લગ્ન કરીને આવવા તૈયાર છું મહિલા આ લગ્ન માટે રાજી થઈ હતી.

બંને વચ્ચે પરસ્પર ફોન દ્વારા વાતચીત થવા લાગી ત્યારે મહિલાએ આ લગ્ન કરવા ની હા કરીને સોના ની બંગડી મગંળસુત્ર અને ચાંદીની ચાર જોડી ઝાઝંરી ની માંગ કરી હતી યુવકે ગાંધીનગર પોતાના પરિવાર સાથે જ્વેલરી શોપ માંથી આ તમામ ઘરેણાની ખરીદી કરી હતી અને થોડા સમયમાં કોર્ટમાં બંને લગ્ન કર્યા હતા.

આ લગ્ન બાદ પણ યુવકને લગ્નનું સુખ મળ્યું ન હતું સતત એક મહિના સુધી પોતાની તબિયત ખરાબ હોવાનું બહાનું કરીને મહિલા તેના પતિથી દૂર રહેતી હતી તેનો પતિ જ્યારે સંબંધ બાંધવા માટે આજીજી કરતો હતો ત્યારે મહિલા તેની તબિયત સારી થાય પછી મારે માનતા છે એવું જણાવીને દૂર રહેતી હતી યુવકે આ વાતને પાડોશી ને.

જણાવતાં તેમને સમજાવીશુ એમ જણાવ્યું હતું આ દરમિયાન પોતાની બાધા પુરી કરીને તમારી પાસે આવીશ એમ જણાવી મંદીર જવાનુ બહાનુ કરી ને તમામ ઘરેણા પહેરીને યુવતી તૈયાર થઈ પતિએ પેલી બાધા ની વાત વિચારીને વધારે સવાલો ના કર્યા અને તેને જવા દીધી યુવતી મંદિરેથી સીધી ઘરેણા સાથે ફરાર થઈ ગઈ પતિએ.

ફોન કરતા જણાવ્યું કે છુટાછેડા લઈ લે મને ભૂલી જા તારા ઘરેણાં પણ ભુલી જા હું તારી પાસે ક્યારે આવવાની નથી આ લૂંટેલી દુલ્હન વિરુદ્ધ યુવકે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે કોર્ટ મેરેજ ના પુરાવા પોલીસ સ્ટેશનમાં યુવકે રજૂ કર્યા હતા પોલીસે આ સમગ્ર ઘટના ના પુરાવા મેળવી ને યુવતી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરીને શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *