મિત્રો તમને દુરર્શન પર જોવા મળતો ટીવી શો શક્તિમાન યાદ હશે અરે ભારતના પહેલા સુપરહીરો એમને કોણ ભૂલી શકે ગંગાઘર અને શક્તિમાન એક સમયે ઘરે ઘરે નામ બની ગયું હતું મિત્રો જો તમને એ સમયના શક્તિમાન પસંદ હોય તો તમારા માટે ડબલ ખુશખબરી છે હવે ભારતના આ સુપરહીરો પર ફિલ્મ બનવા જઈ રહી છે.
શક્તિમાન પર હવે ફિલ્મ બનવા જઈ રહી છે જેને ત્રણ ભાગમાં બનાવવામાં આવશે ફિલ્મને સોની પિક્ચર બનાવી રહ્યું છે જેનું એક નાનું ટ્રેલર સામે આવ્યું છે જેમાં મુંબઇ પર શેતાનનો છાંયો પડતો બતાવામાં આવ્યો છે સાથે શક્તિમાનના પ્રોમોમાં એનિમેટેજ ડ્રેસ અને ગંગાધરના ચશ્મા પણ દર્શાવવામાં આવ્યા છે.
રિલીઝ થયેલ ટ્રેલર ખરેખર રોમાંચક છે જણાવી દઈએ મુકેશ ખન્નાએ ટીવી પર શક્તિમાન અને ગંગાધરની ભૂમિકા ભજવી હતી પરતું અહીં માત્ર એટલુંજ કહેવામાં આવ્યું છેકે અહીં આ ફિલ્મમાં ભારતના કોઈ મોટા સુપરસ્ટાર આ પાત્ર નિભાવશે અને ટોચના દિગ્દર્શક તેનું નિર્દેશન કરશે મિત્રો શું તમે આ ફિલ્મ આવવાની રાહ જોઈ રહ્યા છો.