પૈસાની ભૂખ પાછળ આંધડા બનેલા નરાધમો લોકોના ઘરમાં ઘીના નામે ધીમું ઝેર પીરસી રહ્યા છે. ફરી એકવાર નકલી ઘીના કાળા કારોબારનો પરદાફાશ થયો છે. વડોદરામાંથી રેડ પાડવામાં આવી અને 10હ000 લીટર નકલી ઘી ઝડપાયું છે. અમૃત ગિરધન અને ઘી કિંગ જેવી બ્રાન્ડના નામે લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હતા.
શું છે વિગતો આ ઘટનાની એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ વડોદરાના પોરજીઆઈડીસીમાં આવેલી ચાલીસા ફૂડમાં પામોલીન તેલમાંથી નકલી ઘી બનાવવાનું પાપ પકડાયું છે અમૃત ગિરધન અને ઘી કિંગ જેવી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના નામે લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખીલવાળ થઈ રહ્યો હતો. પણ સૌથી મોટો સવાલ એ થાય કે સરકારના ફૂડ વિભાગ દ્વારા દર તહેવારે આટલી બધી કાર્યવાહીઓ થાય. અવારનવાર દરોડા પાડીને લાખો લીટર નકલી માલ જપ્ત કરાય અને છતાય આવા મોતનો વેપાર કરનારા કોભાંડીઓ અટકતા કેમ નથી આ પાપીઓને કાયદાનો કોઈ જ ડર નથી રહ્યો શું માત્ર સેમ્પલ લેવાથી કે ફેક્ટરી સીલ કરવાથી આ દૂષણ નાબૂદ થશે આ સવાલોની સાથે વાસ્તવિકતા પણ આ જ છે વડોદરાના પોરમાં જીઆઇડીસી વિસ્તારમાં પામોલીન તેલમાંથી નકલી ઘી બનાવવાનું એક આખું મોટું કોભાંડ જડપાયું ચાલીસા ફૂડ્સ નામના યુનિટ પર સામાજિક કાર્યકર અને આપ નેતા યુવરાજસિંહ જાડેજા અને ખોરાક અને ઔષધન નિયમન પ્રશાસને અધિકારીઓએ સંયુક્ત રીતે દરોડો પાડીને આ કોભાનનો પરદાદાફાશ કર્યો ફેક્ટરી પરિસરમાંથી 10હ000લીટર કરતા વધારે શંકાસ્પદ ઘી ભરેલું ટેંકર અને લાખો રૂપિયાનો પેકિંગ સામગ્રીનો જથ્થો છે એ ઝડપી પડાયો એવી આશંકા હતી કે બહારથી લુઝ ઘી લાવીને અથવા પામોલીન તેલમાં ભીડસેડ કરીને વિવિધ બ્રાન્ડસની જાણીતી બ્રાન્ડ્સના નામે અહીંયા પેકિંગ કરવામાં આવતું હતું. આ ફેક્ટરીમાં ગિરધન, ઘી કિંગ, અમૃત, રાધા કેશવ સહિત અડધો ડઝન કરતા વધારે પ્રખ્યાત બ્રાન્ડસના નામે ગેરકાયદે રીતે ઘી ચે પેકિંગ કરાતું હતું. યુવરાજસિંહ જાડેજાની હાજરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને બોલાવીને શંકાસ્પદ ઘીના અલગ અલગ સેમ્પલ લેવાયા છે. સેમ્પલને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલાયા છે અને ત્યારબાદ સત્તાવાર રિપોર્ટ આવ્યા પછી ઘીની અસલી ગુણવત્તા અને એમાં થયેલી ભેડસેડ અંગેનો અંતિમ ખુલાસો થશે. સાંભળીએ યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે આથી થોડા દિવસ પહેલા અમને એક બાતમી મળી હતી અને બાતમીના આધારે અમે તપાસ જ્યારે હાથ ધરી ત્યારે અમને ખબર પડ્યું કે વડોદરાના પોર્સ જીઆઈડીસી સ્થિત જે યુનિટ આવેલું છે ચાલીસા એ ચાલીસા યુનિટની અંદર મિલાવટ વાળું એટલે કે ભેડસેડયુક્ત ઘી બની રહ્યું છે જ્યારે એ ભેડસેડયુક્ત ઘીને અમે જ્યારે કહી શકાય કે સેમ્પલ લેવા માટે પ્રોડક્ટ એ પ્રોડક્ટ જ્યારે હાથમાં લીધી અને એનું જ્યારે સેમ્પલિંગ કરાવ્યું ત્યારે અમને ખબર પડી જે પ્રાઇવેટ લેબની અંદર કરાવેલું હતું ત્યારે એની અંદર ખબર પડી કે આ ભેડસેડયુક્ત ઘી છે એ મોટાભાગે પામોલીના માધ્યમથી બનાવવામાં આવે છે ત્યારબાદ આજે અમે આ યુનિટ ઉપર આવ્યા છીએ અને આ જ્યારે યુનિટ ઉપર આવ્યા ત્યારે તમે લુઝ જેટલું બધું મટીરયલ જોવ છો ને એ તમામ મટીરયલમાં અમને એ શંકા છે કે આ પામોલીન જ છે કેમ કે એનો રંગ જ કહી દે છે કે આ પામોલીન છે બીજી વાત કે અહીંયા નથી કોઈ પ્રકારની ગાય નથી કોઈ પ્રકારની ભેંસ નથી કોઈ પ્રકારની કહી શકાય કે મલાઈ કે નથી કોઈ પ્રકારનું માખણ છતાં પણ અહિયા ઘી બને છે મેન્યુફેક્ચરિંગ થાય છે કઈ રીતે થાય છે એ મારો રામ જાણે અને આ જ મારો રામ જે છે એ આ જ ઘીના દીવા કરે અને આ જે ઘીના દીવા જે થઈ રહ્યા છે એ ક્યાંકને ક્યાંક આપણે પામોલીના તેલના દીવા કર્યા એટલે ઘીના દીવા નો કહેવા જોઈએ પામોલીને તેલના દીવા કહેવા જોઈએ વાત બીજી કે અહીંયા આટલા બધા નેતાઓ છે સાંસદો છે શું આનું ધ્યાન એની ઉપર નહી હોય અમને એવું લાગે છે કે એનું ધ્યાન હશે પરંતુ મલાઈનો હિસ્સો એ કદાચ ત્યાં સુધી પહોંચતા હશે એટલે એમના મોઢે પટ્ટી લાગી જતી હશે અને અહીના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ જેને આપણે કહીએ છીએ એફએસએસઆઈ એના આંખે પટ્ટી બાંધી જતા રહે છે કારણ કે તો જ એને આ બધા જે યુનિટો ચાલી રહ્યા છે એ યુનિટો દેખાતા નહી એટલે આ માધ્યમથી એની માંગણી છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને કાયદો મજબૂત કરવામાં આવે અને આ જે પણ લોકો ભેડસેડ કરી રહ્યા છે ખાદ્ય પદાર્થોની સાથે એની ઉપર સાપરાધ મનુષ્ય વધની કલમ દાખલ કરીને જેલના સળિયા દેખાડવામાં આવે અહીંયા વિવિધ બ્રાન્ડના અલગ અલગ જે લેબલ છે એ પણ જોવા મળ્યા છે સીધી રીતે આ તો એક જ લુઝ ઓઇલ 10દ જેટલી બ્રાન્ડને વેચાઈ રહ્યું છે એક જ લુઝમાંથી લુઝ જે મટીરયલ છે એ લુઝ મટીરિયલમાંથી અમને અત્યારે અહીંયા 11 લેબલ દેખાયેલા છે અમુક લેબલ તો એવા છે કે ફક્ત ગુજરાતમાં નહી આઉટ ઓફ ગુજરાત પણ જાય છે અને અમુક લેવલ તો એવા છે કે આઉટ ઓફ ઇન્ડિયા પણ જાય છે એટલે સમજાતું નથી કે આપણે આટલું બધું દૂધ એ અહીયા છે ખરી પેલા ગુજરાતમાં એટલા બધા ઢોર ઢાખરો છે ખરી કારણ કે એટલું બધું પશુપાલન છે ખરી કે આપણે આ બધું જ ઘી બહાર મોકલી રહ્યા છે એટલે સમજાતું નથી અહીંયા અમને અત્યાર સુધીમાં 11 થી 12 એવા લેબલો જોવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે અલગ અલગ જે ઘી પ્રોડક્ટ ઘી જે છે એ ઘી અલગ અલગ જગ્યાએ વેચાઈ રહ્યું છે એટલે ક્યાંકને ક્યાંક શંકાઓ ઘણી બધી છે આનું સમાધાન ત્યારે થઈ શકે જ્યારે આનું સાચો રિપોર્ટ આવે અને રિપોર્ટ આવ્યા બદ એક્શન લેવાય તો જ આની ઉપર ક્યાક ને ક્યાક કાયદોનો સકંજો એ કશાઈ શકે લાગે છે પહેલા પણ તપાસ હાથ ધરી તીસી આજથી થોડા દિવસ પહેલા લગભગ દોઢ બે મહિના પહેલા 30આઠ ના દિવસે અહીંયા આ કંપની ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી હતી ત્યારે પણ રેડ કરી ત્યારે નાનો મોટો જે જથ્થો હતો એ સીઝ કરીને બાકી બધો છોડી દેવામાં આવ્યો તો એ જથ્થો જે છોડી દેવામાં આવ્યો એ અત્યાર સુધી બધાના પેટમાં જતો રહ્યો હશે .
એટલે કે ભેડસેડયુક્ત જથ્થો એ જતો રહ્યો છે કારણ કે આપણે બધા જાણીએ છીએ નવલા નોરતા ચાલી રહ્યા છે અને એ નવલા નોરતામાં દશેરા નજીક આવી રહ્યા છે ત્યારે આ દશેરામાં આ ઘી એ અલગ અલગ જે ડેરી પ્રોડક્ટ બનતી હોય એ તમામ ડેરી પ્રોડક્ટમાં પહોંચી જવાનું છે એટલે ત્યારે રેડ પડી
હજી સુધી એનું કાઈ એક્શન નથી લેવડા આજે રેડ પડી એને ક્યારે એક્શન લેવા છે એ સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે. તો આજે વડોદરામાં ચાલીસા ફૂડ્સ પકડાઈ છે કાલે કદાચ કોઈ બીજી ફેક્ટરી પકડાશે સવાલ એ છે કે ક્યાં સુધી આપણે આપણા જ પૈસા આપીને પોતાના પરિવારને આવું ધીમું ઝેર ખવડાવતા રહીશું. આ પાપીઓ આપણી થાળીમાં ઘી નહી પણ હોસ્પિટલનું બિલ અને મૃત્યુના રોગ પીરસી રહ્યા છે
આ કોભાંડીઓને જામીન ન મળે અને જિંદગીભર જેલના સળિયા ગણે એ પ્રકારની કડક સજા થવી જોઈએ જેથી બીજા લોકો