નમસ્કાર દર્શક મિત્રો સંદેશના ડિજીટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું મિત્રો ગુજરાત અત્યારે બે રંગમાં વહેચાયેલું દેખાય છે એક રંગ રોશનીથી જળહળતા મોટા મોટા અર્બન ગરબા ગ્રાઉન્ડસનો જ્યાં લાખો વોટના ડીજે અને લાઈટ્સ ચાલુ છે અને બીજો રંગ છે ગામડાઓનો કે જ્યાં માતાજીની આરતીના સમયે જ અંધાર પટ છવાઈ જાય છે નવરાત્રીનો પાવન તહેવાર માં અંબાની આરાધના નાના દિવસો ઓક્ટોબરની કાળજાળ ગરમી અને બફારો અને આ બધાની વચ્ચે રાજ્યના ઉર્જાતંત્રનું એક એવું વરવું સત્ય સામે આવ્યું છે કે જેનાથી સામાન્ય ખેડૂત પશુપાલક અને વેપારી ત્રસ્ટ થઈ ચૂક્યા છે આજે વાત એ અઘોષિત વીજકાપની જેના પર નેતાઓનું મૌન ખરેખર બહેરા કરી મૂકે તેવું છે ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે પારો ઊંચે ચડ્યો છે અને વીજળીની માંગ આસમાને પહંચ પહોંચી ગઈ છે અને બીજી તરફ વીજ ઉત્પાદન માંગ સામે ટૂંકું પડી રહ્યું છે
અને પરિણામ શું આવ્યું જ્યારે ગ્રીડ મેનેજમેન્ટની વાત આવી ત્યારે વહીવટી તંત્રની કુહાડી સૌથી પહેલા ક્યાં ચાલી એ જ જૂનો જવાબ ગામડાઓ અને ખેતી પર શહેરોમાં લાઈટો જબુકે છે કારણ કે મોટા ભાગના નેતાઓ અને ધારાસભ્યો શહેરોમાં એસી ઘરોમાં રહે છે પરંતુ ગામડાઓમાં સાંજના સમયે ત્રણથી ચાર વખત ખત ટ્રીપિંગ થાય છે મહેસાણાના વિસનગરમાં સાંજે દૂધ મંડળીઓ બહાર પશુપાલકોની લાંબી લાઈનો લાગે છે કારણ કે વીજળી નથી બનાસકાંઠાના થરા વિસ્તારનો એક સામાન્ય ખેડૂત જ્યારે સબસ્ટેશનમાં ફોન કરીને પૂછે છે કે ભાઈ વીજળી કેમ કાપી ત્યારે સાહેબો કહે છે આગળથી બંધ કરાવી છે એટલે કાપી છે અને જ્યારે ખેડૂત લેખિતમાં માંગે છે કે પોણાબે કલાક વીજળી કેમ ઓછી આપી ત્યારે બાબુઓ પાસે છે ગલ્લા તલ્લા કર્યા સિવાય કોઈ જવાબ હોતો નથી. આ સંતોષ માત્ર વિપક્ષ કે પ્રજા પૂરતો નથી રહ્યો શાસક પક્ષની અંદર પણ ધુમાડો નીકળવા માંડ્યો છે પાટણના ભાજપ સાંસદ ભરતસિંહ ડાભીએ સીધો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખીને કહી દીધું કે આ અઘોષિત વીજકાપ તાત્કાલિક બંધ કરો નવરાત્રી જેવા તહેવારમાં વેપારીઓ દૂધ ઉત્પાદકો અને પશુપાલકો ભારે આર્થિક નુકસાન વીઠી રહ્યા છે ગામડા તો ઠીક રાજ્યના ઔદ્યોગિકપ પાવરહાઉસ ગણાતા સેક્ટરમાં પણ હાહાકાર છે. જામનગર, દાહોદ, સાબરકાંઠા, પંચમહાલ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ઉત્પાદન ઠપ થવા લાગ્યું છે.
જામનગરમાં તો બકાયદા ફરમાન બહાર પાડવામાં આવ્યું છે કે દર શુક્રવારે સાંજે 4 થી રાત્રે 11 વાગ્યા સુધી એટલે કે સળંગસ કલાક ફેક્ટરીઓ ફરજિયાતપણે બંધ રાખવી પડશે અને જો કોઈ કારખાનું ચાલુ મળશે તો પીજીવીસીએલ કડક કાર્યવાહી કરશે સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે હવે ગુજરાત ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ કોલસાના પુરવઠા માટે દિલ્હીના દરબારમાં દોડાદોડ કરી રહ્યા છે મીટિંગોના દોર ચલ ચાલી રહ્યા છે ત્યારે આ બાબતે વિગતે વાત કરવા માટે પાટનગર ગાંધીનગરથી મારા સહયોગી હિરેન રાવલ મારી સાથે જોડાઈ ગયા છે એમની સાથે સીધી જ વાત કરીએ હિરેન રાજ્યમાં વીજ સંકટના વાદળો ઘેરાઈ ગયા છે તો આમ થવા પાછળના અને વીજળીની માંગ વધવા અને પવન ઉર્જાના ઉત્પાદનમાં ઘટાડો થવા પાછળ કયા મુખ્ય પરિબળો જવાબદાર છે? તો સુભાષ સત્તાવાર રીતે રાજ્ય સરકારે હજુ આ અંગે કોઈપણ પ્રકારની સ્પષ્ટતા નથી કરી પરંતુ જે સ્થિતિ અત્યારે ત્યારે સામે આવી રહી છે એમાં ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતને અલગ અલગ વિસ્તારમાં ગામડાઓમાંથી બપોર પછી એટલે કે સાંજના સમયે વાળું ટાઈમે લાઈટો નથી એ પ્રકારની ફરિયાદો આવી રહી છે. કિસાન સંઘે પણ આજે આ સત્તાવાર જાહેરમાં નિવેદન કર્યું છે કે ગુજરાતમાં જ્યોતિગ્રામની વાતો 24 કલાક વીજળીની વાતો વચ્ચે આ પરિસ્થિતિ છે. શહેરી વિસ્તારમાં આ લાઈટ કાપ નથી આપવામાં આવતો એટલા માટે ધારાસભ્યોને પણ આ વિષયો ધ્યાનમાં નથી આવતા. ધારાસભ્યોએ ગ્રામ્ય સ્તરે જવું જોઈએ અને આ પરિસ્થિતિ જોવી જોઈએ. બીજી તરફ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ પણ રાજ્ય સરકારને પત્ર લખ્યો છે કે મારા પાટણ જિલ્લાની અંદર અઘોષિત વીજકાપ છે એને સમસ્યા દૂર કરવી જોઈએ અને આ પરિસ્થિતિ એટલા માટે ઊભી થઈ રહી છે કારણ કે એક તરફ કોલસાનું સપ્લાય જે છે એ ઓછો છે એનો ભાવ વધે છે અને એના કારણે વીજળીના ઉત્પાદનમાં ક્યાંક ફેરફાર થઈ રહ્યો છે
બીજી તરફ રન્યુએબલ એનર્જી એટલે કે જે વિન્ડ આધારિત ઉર્જા છે એ વિન્ડ આધારિત ઉર્જામાં ઘટાડો થયો છે ઉત્પાદનમાં પ્રોડક્શન ઓછું થઈ રહ્યું છે સામે ગરમી હોવાના કારણે વીજની ડિમાન્ડ પણ વધી રહી છે સમગ્ર ગુજરાતની અંદરથી એના કારણે ડિમાન્ડ અને સપ્લાયની જે ચેન છે એ પૂરી નથી થતી અને એના કારણે આ વીજ માંગમાં ક્યાંક કાપ આપવો પડી રહ્યો છે ન માત્ર ગામડાઓની અંદર અને આ ડિમાન્ડ વધુ હોવાના કારણે ગામડાઓની ડિમાન્ડ પહોંચી વળવા માટે ઉદ્યોગોને પણ કાપ મૂકવો પડે તે પ્રકારની સ્થિતિ ગુજરાતમાં અત્યારે દેખાઈ રહી છે અને રાજ્યનો ઉર્જા વિભાગ આ અંગે શું કરી શકાય તેની ચર્ચા અને મંથ પણ કરી રહ્યું છે જી હિરેન અને ગ્રીડનું સંતુલન જાળવવા તંત્ર દ્વારા ઔદ્યોગિક એકમો માટે કયા પ્રકારની વ્યવસ્થા સૂચવવામાં આવી છે જો આ સાંજના સમયે મોટે ભાગે આ પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે સાંજે સૂર્યાસ્ત થઈ જાય છે અથવા તો સૂર્ય ઢળતો હોય છે ત્યારે સોલાર આધારિત એનર્જી પણ ઉત્પન્ન નથી થતી એટલા માટે બહારથી એનર્જી જે સોલાર વાળા યુઝ કરતા હોય છે એને જરૂર પડતી હોય છે પવન ઓછું હોવાના કારણે વિન્ડની એનર્જી પણ નથી થતી અને એટલા માટે ચોક્કસ જે કોલસા આધારિત વીજળી ઉત્પાદન છે એના ઉપર જ નિર્ભર રહેવું પડે છે. આ પરિસ્થિતિમાં ડિમાન્ડ અને સપ્લાયની ચેન અને ગ્રીડ મેન્ટેન કરવા માટે રાજ્ય સરકારના જે અલગ અલગ વીજ કંપનીઓ છે ઉત્તર ગુજરાત વીજ કંપની, મધ્ય ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીઓ જે છે
આ વીજ કંપનીઓએ પોતાના વિસ્તારની અંદર સ્વતંત્ર રીતે કેટલાક નિર્ણયો કરેલા છે. જેમાં જામનગરની વાત કરીએ તો જામનગરમાં દર શુક્રવારે બપોરે 4 થી રાત્રે 11 વાગ્યા સુધી વીજકાપ મૂકવામાં આવ્યો છે એટલે કે જે ઇન્ડસ્ટ્રીઝ છે ઇન્ડસ્ટ્રીએ આઆઠ કલાક શુક્રવારે કામ ન કરવું તમામ કામ બંધ રાખવું અને જો એ ચાલુ રાખશે વીજનો વીજનો ઉપયોગ કરવામાં આવશે તેમની સામે કાર્યવાહી થશે એ પ્રકારનો પત્ર કર્યો છે એ જ પ્રકારે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડએ પણ ચોક્કસ વિસ્તારની અંદર વીજ કાપ માટેની ઓફિશિયલ ઠરાવ અને પત્ર કરેલો છે એટલે જે વીજ ડિમાન્ડ અને માંગ છે એ માંગને પહોંચી વળવા માટે શહેરી વિસ્તારમાં અત્યારે સપ્લાય પૂરતો છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે અને નવરાત્રી હોવાના કારણે ઇલેક્ટ્રીિસિટીની ડિમાન્ડ પણ નવરાત્રીના કારણે પ્રમાણમાં વધી છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રેસિડેન્શિયલ વિસ્તારોમાં વીજળી આપવા માટે ઇન્ડસ્ટ્રીઝમાં કાપ આપવાનું શરૂ કર્યું છે અને એ ઓફિશિયલ ઉર્જા વિભાગની એજન્સીઓએ પણ અલગ અલગ પત્રો કરીને કર્યું છે એના આધારથી પુરવાર થાય છે કે ગુજરાતમાં ડિમાન્ડ જે છે એની સામે સપ્લાય ઓછો છે અને એટલા માટે ઉદ્યોગોનો વીજકાપ પણ અત્યારે આપવામાં આવી રહ્યો છે