Cli

મા-બાપને બોજ સમજનારા દીકરા-વહુને પિતાએ એવો સબક શીખવાડ્યો કે.. સાવરકુંડલાની સત્ય ઘટના!

Uncategorized

આજે સંજય ઓફિસેથી વહેલો ઘરે આવી ગયો હતો અને એના મમ્મીને કહેવા લાગ્યો કે મમ્મી આજે મારા ફ્રેન્ડના ઘરે પાર્ટી છે એટલે અમે આખી રાત ત્યાં જ રોકાશું એટલે તમે ઘરના દરવાજા વ્યવસ્થિત રીતે બંધ કરીને બહારના ગેટને પણ તાળું મારી દેજો ત્યારે સવિતાબેન બોલ્યા કે બેટા રિંકુ પણ તારી સાથે આવવાની છે ત્યારે સંજયને ગુસ્સો આવી ગયો અને ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે મમ્મી તમે શું આવા નકામા સવાલો કરતા રહો છો અરે અમે બધા એક ઓફિસમાં કામ કરીએ છીએ અને ફ્રેન્ડ છીએ તો એ પણ સાથે જ આવશે ને એમાં પૂછવાની શું વાત છે આવું સાંભળીને સવિતાબેન કહેવા લાગ્યા કે નહીં બેટા હું તો બસ એમ જ પૂછી રહી હતી ત્યારે જ સંજયની પત્ની રિંકુ આવી અને કહેવા લાગી કે તમે ફટાફટ ગાડી કાઢો આપણે માર્કેટમાં જવું પડશે કેમ કે મારી પાસે ડ્રેસને મેચ થાય એવી બુટ્ટી નથી એટલે નવી બુટ્ટી લેવા જવું છે પત્નીની વાત સાંભળીને સંજય ફટાફટ ગાડી કાઢી અને રિંકુને માર્કેટમાં લઈ ગયો રાત્રિના સાડા આઠ વાગ્યે સવિતાબેન રસોડામાં જઈને જોવા લાગ્યા કે મારી વહુ કંઈક જમવાનું બનાવતી ગઈ હોય તો મારા પતિને જમવાનું આપી દઉં અને હું પોતે પણ જમી લઉં પરંતુ રસોડામાં જઈને જોયું તો વહુએ કોઈપણ વસ્તુ વસ્તુ બનાવી નહોતી થોડી વારમાં સંજય અને રિંકુ પણ માર્કેટમાંથી ઘરે આવી ગયા એટલે સવિતાબેન રિંકુ ને પૂછવા લાગ્યા કે બેટા આજે જમવામાં શું બનાવ્યું છે તારા સસરાને રાત્રિની દવા આપવાનો સમય થઈ ગયો છે એટલે એ જમી લે ત્યારબાદ એને દવા આપવી છે ત્યારે રિંકુ મોઢું બગાડીને કહેવા લાગી કે માજી અત્યારે હું તમારા માટે રસોઈ બનાવવામાં રહું કે પછી પાર્ટીમાં જવા માટે તૈયાર થાવ આજે મારે ટાઈમ નહોતો એટલે મેં કશું જ નથી બનાવ્યું અને અમે તો પાર્ટીમાં જઈએ છીએ એટલે ત્યાં જ જમીને આવશું એટલે તમે તમારું જમવાનું બનાવી લેજો આવું કહીને વહુ પોતાની રૂમમાં જતી રહી અને તૈયાર થવા લાગી થોડીવાર બાદ સંજય અને રિંકુ તૈયાર થઈને પાર્ટીમાં જવા નીકળી ગયા અને સવિતાબેને એક કુકરમાં ખીચડી બાફવા મૂકી દીધી થોડીવાર બાદ ખીચડી તૈયાર થઈ ગઈ એટલે એને એના પતિને જમવાનું આપ્યું અને ત્યારબાદ દવા આપી અને પોતે જમવા બેઠા થોડીવાર બાદ સવિતાબેનના પતિ સુરેશભાઈ કહેવા લાગ્યા કે આપણા દીકરાને કેટલી વાર કહ્યું છે કે આપણા રૂમનો પંખો રિપેર કરાવી દે પરંતુ એને તો સમય જ નથી મળતો એ હંમેશા કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહે છે પંખો ખરાબ થયો એને આજે 15 દિવસ થવા આવ્યા છે અને હું તો એને કઈ કહીને થાકી ગયો છું કે પંખો રીપેર કરાવી દે પરંતુ એને ક્યાં સમય મળે છે સવિતા તે જોયું ને હમણાં વહુએ કહ્યું કે મારે કાનની બુટ્ટી લેવા જવી છે એટલે તરત જ બાઈક કાઢીને એની સાથે ગયો પરંતુ આપણા કામ માટે આપણા દીકરા પાસે સમય નથી હોતો અત્યારે ઉનાળાની ખૂબ ગરમી પડી રહી છે અને આટલી ગરમીમાં તો મારાથી ભોજન પણ ગળે નથી ઉતરતું આજકાલના સંતાનો પાસે પોતાના માં બાપના કામ કરવા માટે સમય નથી હોતો પરંતુ પોતાની પત્નીના કામ કરવા માટે એની પાસે પૂરતો સમય હોય છે

સવિતા તું પહેલો જૂનો હાથ પંખો કાઢી લાવ કેમ કે આટલી ગરમીમાં મને ઊંઘ પણ નહીં આવે ત્યારબાદ ઓસરીમાં ખાટલો ઢાળીને ત્યાં આડા પડખે પડ્યા પરંતુ ત્યાં પણ પવન નહોતો લાગતો કેમ કે આજુબાજુમાં મોટા મોટા બિલ્ડીંગ હતા અને એના ના કારણે એના ઘરમાં જરા પણ પવન નહોતો આવતો અને ઉપરથી મચ્છર હેરાન કરી રહ્યા હતા એટલે સવિતાબેન કહેવા લાગ્યા કે હું કાલે સંજયને કહી દઈશ કે આપણા રૂમનો પંખો રીપેર કરાવી દે નહિતર આપણે બીમાર પડશું તો દવાખાનાનો ખર્ચો વધી જશે ત્યારબાદ સવિતાબેન વાસણ સાફ કરવા માટે રસોડામાં ગયા અને વાસણ સાફ કર્યા બાદ ચાવી લઈને ઘરના મેન ગેટ પર તાળું મારવા ગયા ત્યાં ત્યારબાદ બધા જ રૂમના દરવાજા વ્યવસ્થિત રીતે બંધ છે કે નહીં એ તપાસ કરી અને અંતમાં દીકરાના રૂમમાં જઈને જોયું તો એ લોકો રૂમનું એસી ચાલુ મૂકીને પાર્ટીમાં ગયા હતા આખા રૂમમાં એકદમ સરસ મજાની ઠંડકનો અનુભવ થઈ રહ્યો હતો અને એવું લાગી રહ્યું હતું કે જાણે હિમાલય પર પહોંચી ગયા હોય સવિતાબેન એવું વિચારીને એસી બંધ કરવાનો પ્રયાસ કરવા લાગ્યા કે સંજય અને રિંકુ તો તો સવારે આવશે એટલે આખી રાત એમને એમ એસી ચાલતું રહેશે આવું વિચારીને એમણે એસી બંધ કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ એને સમજ ન પડી કે એસી કેવી રીતે બંધ થાય ત્યારબાદ એના રૂમમાં જઈને એના પતિને કહેવા લાગ્યા કે આપણા દીકરાના રૂમમાં એમને એમ એસી ચાલુ છે કદાચ એ લોકો એસી બંધ કરવાનું ભૂલી ગયા હશે અને મને તો બંધ કરતાં પણ નથી આવડતું એટલે આપણે એક કામ કરીએ આપણે ત્યાં જઈને ચટાઈ અને ગોદડી પાથરીને નીચે સુઈ જઈશું ત્યાં ઠંડકમાં સરસ મજાની ઊંઘ આવશે આટલું કહીને સવિતાબેન ચટાઈ અને ગોદડી લઈ આવ્યા અને દીકરાના રૂમમાં જઈને પાથરી દીધી ત્યારબાદ બંને પતિ પત્ની ત્યાં જમીન પર સુઈ ગયા એસીની ઠંડકના કારણે એને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ન પડી અને સીધી જ સવાર થઈ ગઈ સવારના પાંચ વાગ્યે સંજય અને રિંકુ પાર્ટીમાંથી પાછા આવ્યા અને સંજય પોતાના આખા ઘરની બીજી ચાવીઓ પોતાની પાસે જ રાખતો હતો એટલે એને એની પાસે રહેલી ચાવીથી મેન ગેટનું તાળું ખોલ્યું અને બંને ઘરની અંદર આવ્યા ઘરમાં આવીને સીધા જ એના રૂમમાં ગયા તો મમ્મી પપ્પાને નીચે પથારી કરીને સૂતેલા જોઈને બંનેને ખૂબ ગુસ્સો આવી ગયો અને ગુસ્સો કરીને સંજય જોર જોરથી કહે કહેવા લાગ્યો કે મમ્મી તમે લોકો અહીંયા અમારા રૂમમાં શું કરો છો તમે અહીંયા પથારી કરીને કેમ સૂતા છો ત્યારે સવિતાબેન ફટાફટ ઊભા થઈ ગયા અને એના પતિ પણ પથારીમાં બેઠા થઈ ગયા એને તો ખબર નહોતી પડતી કે દીકરાને હવે શું જવાબ આપવો એટલામાં રિંકુ બોલી કે આ ઘરમાં પ્રાઇવેસી જેવું તો કંઈ નથી રહ્યું તમારો પોતાનો રૂમ હોવા છતાં પણ તમને અમારા પર્સનલ રૂમમાં સુવામાં જરા પણ શરમ નથી આવતી અમારા રૂમમાં આવીને આવી રીતે કેમ સુઈ ગયા છો અહીંયા આવીને સુવાની તમારી હિંમત કેવી રીતે થઈ ત્યારે ધીમા સ્વરે સવિતાબેન જવાબ આપીને કહેવા લાગ્યા કે બેટા અમારા રૂમનો પંખો ઘણા દિવસથી બગડી ગયો છે અને તારા સસરાએ સંજયને ઘણીવાર રીપેર કરાવવા માટે કહ્યું છે પરંતુ એને ધ્યાન જ નથી આપ્યું અને આજે રાત્રે જ્યારે હું તમારા રૂમનો દરવાજો બંધ કરવા આવી ત્યારે રૂમમાં એકદમ ઠંડક હતી એટલે મેં જોયું કે એસી ચાલુ હતું અને મેં એસી બંધ કરવાની ઘણી કોશિશ કરી પરંતુ મને બંધ કરતાં નહોતું આવડતું એટલે અમે એવું વિચાર્યું કે આ રૂમમાં આટલી બધી ઠંડક છે અને એસી પણ એમને એમ ચાલુ રહેશે એટલે અમે આજે આ રૂમમાં સુઈ જઈએ આમ પણ તમે લોકો તો ઘરે હતા નહીં એટલે અમે અહીંયા જ નીચે પથારી કરીને સુઈ ગયા ત્યારે રિંકુ ગુસ્સો કરીને કહેવા લાગી કે અત્યારે જ આ બધો બિસ્તરો લઈને મારા રૂમમાંથી બહાર નીકળી જાવ આવી રીતે મારા રૂમમાં સુતા પહેલાં તમને શરમ આવવી જોઈએ કદાચ તમને એસીમાં સુવાનો એટલો બધો શોખ હોય તો તમારે પોતાનું એસી ખરીદી લેવું જોઈએ અને તમે લોકો ક્યારથી એસીમાં સૂતા થઈ ગયા અરે તમે એસી ક્યારેય જોયું છે અને આમ પણ આ એસી મારા પપ્પાએ મને દહેજમાં આપ્યું છે

મારા લગ્ન પહેલા તો તમે લોકોએ ક્યારેય એસી નું નામ પણ સાંભળ્યું નહીં હોય રિંકુ ગુસ્સો કરીને મન ફાવે એમ બોલી રહી હતી પરંતુ સંજય ચૂપચાપ ઊભો રહીને બધું સાંભળી રહ્યો હતો ઉપરથી એની પત્નીની દરેક વાતોમાં હામાં હા કરી રહ્યો હતો ત્યારે સુરેશભાઈ પોતાનો બિસ્તરો ઉઠાવીને એના રૂમમાં જતા રહ્યા એટલે પાછળથી રિંકુ એના સાસુ સસરાને બુમો પાડીને સંભળાવવા લાગી કે તમારા રૂમમાં વગર પંખે સુઈ ગયા હો હોત તો શું મરી જવાના હતા કે આવી રીતે બેશરમ થઈને અમારા રૂમમાં સુવા આવી ગયા અરે તમે લોકોએ તો મારો આખો રૂમ ખરાબ કરી નાખ્યો છે હવે મારે મારો રૂમ સાફ કરવો પડશે હવે સુરેશભાઈ અને સવિતાબેન પોતાના રૂમમાં આવીને બેસી ગયા હતા અને સુરેશભાઈ પોતાના માથા પર હાથ મૂકીને ઉદાસ થઈ ગયા કારણ કે વહુએ એને ખૂબ ખરાબ રીતે અપમાનિત કર્યા હતા જેનાથી એ પોતાની જાતને કોસી રહ્યા હતા કે શા માટે અમે અમારા દીકરાના રૂમમાં સુવા ગયા હતા એના કરતાં તો અહીંયા બંધ પંખા વાળા રૂમમાં સુઈ રહ્યા હોત તો સારું હતું જેટલું શાંતિથી ત્યાં ઊંઘી નથી શક્યા એના કરતાં વધારે વહુ અને દીકરાએ આપણને સંભળાવી દીધું છે ત્યારે સવિતાબેન સુરેશભાઈને ફરિયાદ કરીને કહેવા લાગ્યા કે જ્યારથી આપણા દીકરાના લગ્ન થયા છે ત્યારથી એ બદલાઈ ગયો છે વહુ કંઈ પણ બોલે તો એની દરેક વાતમાં હા માં હા કરે છે પરંતુ એને પોતાના માતા-પિતાની તકલીફ જરા પણ દેખાતી નથી પોતે તો એસીમાં ઊંઘી રહે છે પરંતુ એના માં બાપ માટે એક પંખો પણ રીપેર નથી કરાવી શકતો શું આપણે માણસ નથી શું આપણને ગરમી નથી લાગતી જ્યારથી વહુના પિયરમાંથી એસી આવ્યું છે ત્યારથી એ તો બસ એના ગુણગાન કરતી રહે છે અને મારું તો જીવન હરામ કરી નાખ્યું છે છે સવારે પાંચ વાગ્યે વહુએ સાસુ સસરાને ઘણું બધું સંભળાવી દીધું હતું અને આરામથી એના રૂમમાં સુઈ ગઈ હતી પરંતુ વહુએ આવી રીતે અપમાનિત કર્યા બાદ અને અસહ્ય ગરમીના કારણે સુરેશભાઈ અને સવિતાબેનની ઊંઘ ઉડી ગઈ હતી એટલે બંને ધાબા પર જઈને બેઠા હતા જેનાથી થોડો પવન આવે અને શાંતિ મળે પરંતુ બાજુના બિલ્ડીંગના કારણે ત્યાં પણ ગરમી લાગે લાગતી હતી આવી રીતે સવાર થયું અને સવિતાબેન નીચે જઈને ઘરના કામમાં વ્યસ્ત થઈ ગયા વહુ અને દીકરો તો રાત્રે પાર્ટીમાં જઈને આવ્યા હતા એટલે રિંકુ તો ઉઠવાની હતી નહીં અને આજે રવિવાર હોવાથી સંજય પણ 10 વાગ્યા સુધી સુવાનો હતો હવે સવિતાબેન રસોડામાં જઈને સુરેશભાઈ માટે ચા બનાવવા લાગ્યા ત્યારબાદ બધા જ લોકો માટે રસોઈ બનાવી નાખી સુરેશભાઈ મીલમાં નોકરી કરતા હતા ત્યાં સુધી તો બધું જ સારું હતું જ્યાં સુધી એના પૈસાથી ઘર ચાલતું હતું ત્યાં સુધી કોઈપણ પ્રકારની તકલીફ નહોતી પરંતુ હવે વૃદ્ધા અવસ્થાના લીધે એણે નિવૃત્તિ લીધી હતી અને આખું ઘર દીકરાના પૈસા પર ચાલતું હતું એટલે માતા-પિતાને દીકરો કહે એવી રીતે રહેવું પડતું ઘરમાં કોઈપણ ખર્ચો આવે અથવા કોઈ તકલીફ પડે તો દીકરા પર નિર્ભર રહેવું પડતું દીકરો કદાચ માતા-પિતાની વાતને એ દિવસે ધ્યાનમાં લે કે પછી મહિના બાદ ધ્યાનમાં લે એ એના પર નિર્ભર કરતું હકીકતમાં વહુ અને દીકરાનું પોતાનું કામ હોય તો તરત જ પાર પડી જતું પરંતુ કદાચ માતા-પિતાનું કામ હોય તો મહિના સુધી પણ એ કામ લટકી રહેતું સુરેશભાઈ એના રૂમમાં ચા પીતા પીતા વિચારવા લાગ્યા કે જ્યારથી મેં કમાવાનું બંધ કર્યું છે ત્યારથી અમારા પ્રત્યે વહુ અને દીકરાનું વર્તન બદલાઈ ગયું છે હવે તો એ બંને મન ફાવે એમ સંભળાવવાની સાથે સાથે માન મર્યાદા પણ ભૂલી ગયા હતા હવે તો એ લોકો એ પણ ભૂલી ગયા હતા કે આપણાથી મોટા આપણા વડીલો અથવા માતા-પિતા સાથે કેવી રીતે વાત કરવી જોઈએ મારી પત્નીએ એના રૂમમાં એસી ચાલુ રાખેલું જોયું અને એને બંધ કરતાં ન ફાવ્યું અને રાત્રે એને ગરમી લાગતી હતી એટલે અમે એના રૂમમાં જઈને સુઈ ગયા હતા તો એમાં અમે ક્યાં કોઈ મોટો ગુનો કરી નાખ્યો હતો આટલી નાની અમથી વાતમાં વહુએ અમને જેમ ફાવે એમ સંભળાવી દીધું અમે બંનેએ વહુ અને દીકરા માટે અત્યાર સુધી આટલું બધું કર્યું છે પરંતુ એ લોકોને એ કંઈ દેખાતું નથી છેલ્લા દોઢ વર્ષથી મેં નોકરી છોડી દીધી એટલે અમે લાચાર બની ગયા છીએ પરંતુ પહેલા તો મારા પગારમાંથી ઘર ચાલતું હતું અને એ સમયે મેં તો મારા વહુ અને દીકરા પર ક્યારેય કોઈ બંધન અથવા નિયમ નથી લગાવ્યા ગમે એટલું વીજળીનું બિલ આવતું તો પણ હું ભરી આપતો અને અત્યારે વીજળી બચાવવાના ચક્કરમાં મારો દીકરો અમારા રૂમનો પંખો પણ રીપેર નથી કરાવતો અને પોતાના રૂમનું એસી ચાલુ મૂકીને ભૂલી જાય છે તો ત્યાં એનું બિલ નથી વધતું સુરેશભાઈને હવે આવી રીતે ઘરે બેસી રહેવું ગમતું નહોતું અને એ જ્યારે પણ સવિતાબેનને રસોડામાં કામ કરતાં જોતા અને વહુને આરામ કરતાં જોતા ત્યારે એ વિચારવા લાગતા કે શું મારી પત્નીનું બાકીનું જીવન આવી રીતે ઘરનું કામ કરવામાં જ વીતી જશે શું એ આ વૃદ્ધા અવસ્થામાં બાકી રહેલું જીવન આવી રીતે જ કચરા પોતા અને સાફ સફાઈ કરીને વિતાવતી રહેશે મારી પત્નીને આરામ તો ક્યારેય મળતો જ નથી અને વહુ તો સવારે ઉઠીને ઓફિસે જવાની નીકળી જાય છે એને મન થાય તો કામ કરે છે બાકી આરામ કરતી રહે છે એક દિવસ સવિતાબેન ટીવી પર ધાર્મિક સિરીયલ જોઈ રહ્યા હતા ત્યારે જ રિંકુ આવી એટલે તરત જ એના હાથમાંથી રીમોટ ખેંચીને ટીવી બંધ કરી દીધું અને કહેવા લાગી કે તમે તો આખો દિવસ ટીવી જોયા કરો છો અને વીજળીનું બિલ અમારે ભરવું પડે છે એટલે આજથી તમારે ફક્ત સવારે અને સાંજે ટીવી જોવાની છે આખો દિવસ ટીવી જોવાની કોઈ જરૂર નથી બિચારા સવિતાબેનને વહુએ આવી રીતે અપમાનિત કર્યા એટલે દુઃખી થઈને એ પોતાના રૂમમાં જતા રહ્યા અને રડતા રડતા વિચારવા લાગ્યા કે ઘર અમારું છે ટીવી અમારું છે પરંતુ ફક્ત વીજળીનું બિલ એને ભરવું પડે છે

એટલે વહુ મને ટીવી પણ જોવા નથી દેતી સુરેશભાઈ એના પત્નીની આવી હાલત જોઈને હેરાન રહી ગયા એટલે એ તરત જ ઘરની બહાર આવી ગયા ગયા અને સવિતાબેન આખો દિવસ ઘરના કામ કરતા હતા છતાં પણ વહુ અને દીકરો એની સાથે આવું વર્તન કરતા હતા એ હવે સુરેશભાઈથી સહન નહોતું થઈ રહ્યું એટલે એમણે એવું વિચાર્યું કે હવે મારે એવું કંઈક કરવું પડશે જેથી કરીને અમે અમારા ઘરમાં શાંતિથી રહી શકીએ સુરેશભાઈ કંઈક એવું કરવા માંગતા હતા કે એના દીકરાની વહુ એના પર કોઈપણ પ્રકારના બંધન ન લગાવી શકે થોડા વર્ષો પહેલાં સુરેશભાઈએ રોડ સાઈડમાં એક પ્લોટ લીધો હતો એટલે હવે એ પોતાનો પ્લોટ વેચવા માંગતા હતા ત્યારે એમણે સંજયને વાત કરી કે હું મારો પ્લોટ વેચવા માંગું છું અને એને ખરીદવા વાળા પણ મળી ગયા છે પ્લોટની વાત સાંભળતા જ સંજય ગુસ્સે થઈ ગયો અને ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે પપ્પા તમારું મગજ ઠેકાણે છે કે નહીં અરે માતા-પિતા તો પોતાના સંતાનો માટે સંપત્તિ ભેગી કરે છે અને તમે તમારી ખરીદેલી સંપત્તિ વેચવા માંગો છો પપ્પા હું તમને પ્લોટ વેચવા નહીં દઉં ત્યારે સુરેશભાઈ ઉદાસ થઈને કહેવા લાગ્યા કે એ મારો પ્લોટ છે અને મેં ખરીદ્યો હતો અને હવે હું એ પ્લોટ વેચી નાખું કે રાખું એ મારી મરજીની વાત છે જેવી રીતે હું તારા રૂમમાં તારી મરજી વગર નથી આવી શકતો એવી રીતે તું પણ મારો પ્લોટ વેચવાની વાતમાં તારી મરજી નહીં ચલાવી શકે કેમ કે એ પ્લોટ મારો ખરીદેલો છે તારો નથી સુરેશભાઈનો આવો જવાબ સાંભળીને સંજયનું મોઢું ઉતરી ગયું અને એ પોતાના રૂમમાં જઈને રિંકુને કહેવા લાગ્યો કે પપ્પા આજે વધારે નારાજ થઈ ગયા લાગે છે એટલે આપણે એના રૂમનો પંખો રીપેર કરાવી દઈએ જેથી કરીને એની નારાજગી દૂર થઈ જાય પરંતુ ગમે એમ કરીને આપણે એને એ પ્લોટ વેચવાથી રોકવા પડશે પિતાજીની નારાજગી જોઈને સંજય તરત જ એના રૂમમાં ગયો અને એના રૂમનો પંખો ઉતારીને રિપેર કરાવવા નીકળી રહ્યો હતો ત્યારે સુરેશભાઈ કહેવા લાગ્યા કે રહેવા દે બેટા હવે હું મારા રૂમનો પંખો જાતે જ રીપેર કરાવી લઈશ તારે તકલીફ લેવાની કોઈ જરૂર નથી કેમ કે તારા ભરોસે હું ઘણા સમય સુધી બેસી રહ્યો છું પરંતુ હવે મેં નક્કી કરી લીધું છે કે મારા હાથ પગ ચાલે છે ત્યાં સુધી હું મારો મગજ પણ ચલાવતો રહીશ મને એવું લાગતું હતું કે મારો દીકરો અને વહુ નોકરી કરે છે અને એટલે જ અમે બંને ઘરની જવાબદારીમાંથી મુક્ત થઈ જઈશું પરંતુ હવે તો એવું લાગે છે કે અમે ધીરે ધીરે તમારા બંધનોમાં બંધાઈ રહ્યા છીએ અને હા દીકરા કદાચ તને એવું લાગતું હોય કે તું અમારો પંખો રીપેર કરાવી દઈશ તો હું પ્લોટ નહીં વેચું તો એ તારી ભૂલ છે કેમ કે મેં સારી રીતે વિચારીને નિર્ણય લઈ લીધો છે અને હું જાણું છું કે મારે શું કરવું જોઈએ હવે થોડા દિવસ બાદ સુરેશભાઈએ એનો પ્લોટ વેચી નાખ્યો અને એ પ્લોટના પૂરા 50 લાખ રૂપિયા મળ્યા એમાંથી 30 લાખ રૂપિયા એમણે એની પત્નીના એકાઉન્ટમાં જમા કરાવી દીધા જેનું વ્યાજ એને દર મહિને મળતું રહેશે જેથી કરીને આગળ જતાં એ વ્યાજની રકમમાંથી એના અને એની પત્નીના નાના મોટા ખર્ચા નીકળી જાય હવે એને એના દીકરા દીકરા અને વહુ સામે હાથ લંબાવવાની કોઈ જરૂર નહોતી એટલે થોડા દિવસ બાદ સુરેશભાઈ એક લાખ રૂપિયાનું એક મોટું ટીવી ખરીદી લાવ્યા અને પોતાના રૂમમાં એક એસી લગાવી દીધું જે દિવસે સુરેશભાઈએ એના રૂમમાં નવું ટીવી અને એસી ફિટ કરાવ્યું એ દિવસે સંજય અને રિંકુ બંને ઓફિસમાં હતા જ્યારે એ બંને ઘરે આવ્યા અને જમીને એના રૂમમાં સુવા ગયા ત્યારે એને ખબર પડી કે અમારું એસી ચાલુ નથી થઈ રહ્યું અને ખરાબ થઈ ગયું છે ત્યારે સંજય એસી રીપેર વાળાને ફોન કર્યો તો એ રાત્રે મોડું થવાના કારણે રીપેર વાળાએ ઘરે આવવાની ના પાડી દીધી અને એવું કહ્યું કે આવતી કાલે સવારે આવીને જોઈ લઈશ સંજય અને રિંકુને તો એસી વિના સુવાની આદત નહોતી એસી વગર તો એને ઊંઘ નહોતી આવતી અને ઘરમાં એક કુલર હતું એ પણ પિતાના રૂમમાં પડ્યું હતું જે તે ઘણા સમયથી ખરાબ થઈ ગયું હતું સંજય ક્યારેય એને રીપેર કરાવવાનું વિચાર્યું જ નહોતું અને મહિના ઉપરથી તો એના મમ્મી પપ્પાના રૂમનો પંખો પણ ખરાબ થઈ ગયો હતો જેને રીપેર કરાવવા માટે સુરેશભાઈએ ઘણીવાર સંજયને કહ્યું હતું અને સંજય હંમેશા એ વાતને ટાળી હતી ગરમીના કારણે સંજય અને રિંકુ બંને એના રૂમની બહાર આવીને ઓસરીમાં બેસી ગયા ત્યારે માતા-પિતાના રૂમમાંથી ટીવીનો અવાજ આવ્યો ટીવીનો અવાજ સાંભળીને રિંકુ કહેવા લાગી કે આ ટીવીનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે આપણા હોલમાં તો ટીવી બંધ છે ત્યારે સંજય કહેવા લાગ્યો કે કદાચ મમ્મી પપ્પાના રૂમમાંથી ટીવીનો અવાજ આવી રહ્યો છે એટલે સંજય ઊભો થઈને મમ્મી પપ્પાના રૂમમાં જોવા ગયો ત્યારે મમ્મી ખુરશી પર બેસીને રામાયણ જોતા હતા અને પપ્પા બેડ પર સૂતા સુતા જોઈ રહ્યા હતા સંજયની પાછળ રિંકુ પણ આવી અને આ બધું જોઈને ગુસ્સો કરીને કહેવા લાગી કે મેં તમને કેટલી વાર ના પાડી છે કે દિવસ રાત ટીવી ચલાવીને વીજળીનું બિલ ન વધારતા છતાં પણ તમને કંઈ સમજાતું નથી અને આટલું મોટું ટીવી ક્યારે ખરીદી લાવ્યા છો તમારી પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા આટલું પૂછતાં જ એને થોડી ઠંડક લાગી અને ઉપર નજર કરી તો એસી લાગેલું જોયું એસી જો જોઈને તો એનું મગજ ગરમ થઈ ગયું અને જોર જોરથી કહેવા લાગી કે હવે આ એસી ક્યાંથી લાવ્યા અને તમે આ બધું ખરીદવા માટે પૈસા ક્યાંથી લાવ્યા છો આટલું કહીને રિંકુ એના સાસુના હાથમાંથી રીમોટ લઈને ટીવી બંધ કરવા જઈ રહી હતી ત્યારે જ સુરેશભાઈએ એને રોકીને એવું કહ્યું કે વહુ આજે તું ટીવી બંધ કરવાની કોશિશ પણ નહીં કરતી કેમ કે આ ટીવી મેં મારી પત્ની માટે ખરીદ્યું છે અને આ રૂમમાં મારો છે અને આ મારું ટીવી છે અને આ રૂમમાં મારે જે કરવું હોય એ હું કરી શકું છું પોતાના સસરાની વાત સાંભળીને રિંકુના પગ ત્યાં ને ત્યાં રોકાઈ ગયા ત્યારે સુરેશભાઈ કહેવા લાગ્યા કે આ ટીવી અને એસી મેં મારા રૂપિયાથી લીધું છે મેં તમને કહ્યું હતું કે હું પ્લોટ વેચવાનો છું

એ પ્લોટ મેં વેચી નાખ્યો છે અને બધા જ રૂપિયા તારા મમ્મીના નામે કરી દીધા છે એમાંથી થોડા રૂપિયા કાઢીને હું અમારા માટે ટીવી અને એસી લાવ્યો છું બેટા તને તો પંખો રીપેર કરાવવાનું કહી કહીને મારી જીભ ઘસાઈ ગઈ પરંતુ તે અમારો પંખો પણ રીપેર ન કરાવ્યો કારણ કે હવે તમને અમારા પર થોડો ઘણો ખર્ચો કરવાનું પણ ભારે પડે છે પરંતુ મેં તો તમારા માટે લાખો રૂપિયાની પ્રોપર્ટી રાખી મૂકી છે એ તમને નથી દેખાઈ રહી અને તમારા માં બાપ ઉપર થોડો ઘણો ખર્ચો કરવા માટે માટે પણ તમારું મન નથી માનતું જો તું મારા પર એક રૂપિયો પણ ખર્ચવા માટે તૈયાર ન હોય તો હું મારી લાખો રૂપિયાની પ્રોપર્ટી તારા માટે શા માટે છોડીને જાઉં હવે અમારી એ જ પ્રોપર્ટી માંથી હું અને તારી મમ્મી અમારી વૃદ્ધા અવસ્થા આરામથી ગુજારી લઈશું અમારે નથી જોઈતા તારા રૂપિયા અને વહુ આજ પછી મારી પત્નીને ટીવી જોતા રોકવાની કોશિશ પણ ન કરતી કારણ કે હવેથી આ ઘરનું વીજળીનું બિલ હું ભરવાનો છું એટલે તમારે તકલીફ ઉઠાવવાની કોઈ જરૂર નથી અને હા તમે તમારા રૂમનું એસી આરામથી ચલાવી શકો છો હું તમને ના નહીં પાડું સુરેશભાઈના આવા શબ્દો સાંભળીને વહુ અને દીકરો ચોકી ગયા અને શાંત થઈને ઊભા રહી ગયા માતા-પિતાએ પોતાના અપમાનનો બદલો લેવા માટે દીકરા અને વહુના ગાલ પર એવો તમાચો માર્યો હતો કે એની પાસે બોલવા માટે કોઈ શબ્દો નહોતા અને એને માથે પરસેવો વળી ગયો હતો ત્યારબાદ દીકરો અને વહુ બંને બહાર આવીને ઓટલા પર બેસી ગયા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું આપણા રૂમનું એસી તો ખરાબ થઈ ગયું છે એટલે એ બંને ઓસરીમાંથી ધાબા પર અને ધાબેથી ઓસરીમાં આવીને આંટા મારવા લાગ્યા પરંતુ એની પાસે એટલી હિંમત નહોતી કે માતા-પિતાને કહી શકે કે અમારા રૂમનું એસી ખરાબ થઈ ગયું છે એટલે આજની રાત અમને તમારા રૂમમાં સુવા દયો તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વીડિયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો હર હર મહાદેવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *