ગણેશ ઉત્સવમાં “ડાયેટ પર છું” કહી પ્રસાદ ખાવાની ના પાડતા રણબીર કપૂર થયો ટ્રોલ! જાણો અંબાણી પરિવારના ગણેશ ઉત્સવ વચ્ચે વાયરલ થયેલા આ વીડિયોનું અસલી સત્ય.”હું ડાયેટ પર છું” – રણબીરના નિવેદનથી યુઝર્સ ભડક્યાવાયરલ વીડિયોમાં રણબીર કપૂર મુંબઈમાં ગણપતિ બાપ્પાના દર્શન કર્યા પછી ત્યાં હાજર પાપારાઝીને મોદક વહેંચતો દેખાય છે. જ્યારે એક પાપારાઝી સામેથી તેને પ્રસાદ અર્પણ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે રણબીર તેને લેવાની સ્પષ્ટ ના પાડી દે છે અને કહે છે, “હું ડાયેટ પર છું, તમે ખાઈ લો.” રણબીરનું આ વલણ લોકોને જરાય પસંદ ન આવ્યું.
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટ હાલમાં અંબાણી પરિવારના ઘરે આયોજિત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં હાજરી આપવા બદલ ચર્ચામાં છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર રણબીરનો એક જૂનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગણપતિ બાપ્પાનો પ્રસાદ ખાવાનો ઇનકાર કરતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર મોટો વિવાદ ઊભો થયો છે.
સોશિયલ મીડિયા પર નેટીઝન્સે રણબીરને કર્યા ટ્રોલપ્રસાદનો અનાદર કરવાનો આરોપ લગાવીને યુઝર્સે રણબીર કપૂરની આકરી ટીકા કરી છે. એક યુઝરે લખ્યું, “પ્રસાદ તરીકે નાનો ટુકડો ખાવાથી ડાયેટ બગાડતી નથી, આ બહાનું નકામું છે.” બીજા યુઝરે કટાક્ષ કર્યો, “જો આ બીફ હોત તો તે તરત ખાઈ લેત.” અન્ય એક યુઝરે કમેન્ટ કરી, “બીફ ખાનારો વ્યક્તિ પ્રસાદ કેવી રીતે ખાઈ શકે? અને આ લોકો તેને રામ બનાવી રહ્યા છે.”
આ સમગ્ર ટ્રોલિંગ વચ્ચે એક મહત્વપૂર્ણ વળાંક એ છે કે વાયરલ થઈ રહેલો આ વીડિયો તાજેતરનો નથી, પરંતુ વર્ષ ૨૦૨૩નો છે. આનો અર્થ એ થયો કે આ ક્લિપનો આ વર્ષના ગણેશ ઉત્સવ સાથે કોઈ સીધો સંબંધ નથી, છતાં સોશિયલ મીડિયા પર તેને હાલનો ગણાવીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.