અત્યારે હમણાં એક ઘટના હતી હતી કે એક ભુવાએ તાંત્રિક વિધિના નામે શરીર પર ડામ આપીને યુવકના શરીર સાથે ચેડાં કરાયાની ફરિયાદ નોંધાઈ હતી હવે અહીં મહીસાગર જિલ્લાની આ ઘટનામાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં ભુવાએ વિધિના નામે 17 વર્ષની એક યુવતીને ગુમ કરી છે તેવી ફરિયાદ યુવતીના પિરવારે નોંધાવી છે.
આ ઘટના લુણાવાડા જીલ્લ્લાના કોલવણ ગામની છે અહીં એક પરિવારની 17 વર્ષની દીકરીને ગરીયા ગમે રહેતા અને ભુવાપણું કરતા ધર્મેન્દ્રભાઈ પટેલ સામે યુવતીના પરિવારે આરોપ નાખ્યો છેકે એમની 17 વર્ષની દીકરીને તાંત્રિક વિધિ કરવા માટે પોતાના ઘરે લઈ ગયો હતો ત્યારબાદ યુવતી ગાયબ થઈ છે ધર્મેન્દ્રભાઈ નામના ભુવા છેલ્લા કેટલાક.
સમયથી આજુબાજુના ગામોમાં ભુવાપણું કરે છે આજુબાજુના ગામોમાં આ ભુવા બહુ જાણીતા છે યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છેકે તેમની તેમની દીકીરીને વિધિ કરવા માટે લઈ ગયા બાદ યુવતી ગુમ થઈ છે હજુ સુધી યુવતીનો કોઈ પત્તો લાગ્યો નથી આ મામલે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ભુવા સામે ફરિયાદ થઈ છે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.