ગુજરાતમાં હાલમાં સૌ કોઈ વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ પણ આપણે વરસાદની રાહ આગામી બીજી જુલાઈ સુધી જોવી પડશે કેમ કે ચોમાસુ દક્ષિણ ગુજરાત આવીને અટકી ગયું છે અને આ કારણે હવામાન ખાતાનું અનુમાન કહે છે કે બીજી જુલાઈ પછી ચોમાસુ આગળ વધે તેવી સંભાવના છે તો બીજી તરફ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે તો આજે આપણે આ વીડિયોમાં એ પણ જાણીશું કે નૈરત્યનું ચોમાસું કેમ ફરી એકવાર અટકી ગયું છે નમસ્કાર જમાવટ સાથે હું છું
ભારત વર્તમાન 2026 ના વર્ષમાં ચોમાસુ ચોક્કસથી લેટ થયું છે જૂનનો અંત આવવા આવ્યો છે ત્યારે ગુજરાતમાં વાવણી લાયક વરસાદ નથી પડ્યું આ કારણે ચોક્કસથી ખેડૂતોને ચિંતા થાય એ સ્વાભાવિક છે આ ઉપરાંત સામાન્ય નાગરિકો અસહ્ય ગરમી બફારો અને ઉકડાટનો સામનો કરી રહ્યા છે આવનારા સમયમાં બીજી જુલાઈ પછી ચોમાસુ ગુજરાતમાં જેમ જેમ આગળ વધશે તેમ તેમ આપણને ગરમી બફારો અને ઉકડાટમાંથી રાહત મળે તેવી સંભાવના છે હવે દર્શક મિત્રો આપણે એ સમજીએ કે આજે અને આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદ ક્યાં પડવાનો છે તો સૌપ્રથમ આપણે વિંડીની મદદથી સમજીએ અને તેમાં પણ આપણે ભારતની વાત કરીએ તો હાલમાં તમે જોઈ રહ્યા છો
સ્ક્રીન પર જે દક્ષિણ ભારતના જે વિસ્તાર છે ખાસ કરીને જે કોકણનો વિસ્તાર છે માલાબારનો જે વિસ્તાર છે ત્યાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત જે મધ્ય ભારતમાં જે તેલંગણાનો વિસ્તાર છે અને ઓડિસ્સાના વિસ્તારોમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને પૂર્વોત્તર ભારતમાં પણ હાલમાં મેઘરાજાની બેટિંગ ચાલુ છે. હવે દર્શક મિત્રો આપણે વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં આજે અને આવતી કાલે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે. તો આજે 28 તારીખ છે તો આજે દક્ષિણ ગુજરાતના જે સુરતની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જે વિંડી એવું પણ બતાવી રહ્યું છે કે મધ્ય ગુજરાતમાં જે ખેડા આણંદનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે. ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે. રાજકોટની આજુબાજુના વિસ્તારમાં પણ વરસાદ વરસવાની સંભાવના છે. આજના દિવસ માટે. હવે વાત કરીએ આપણે આવતીકાલની તો આવતી કાલે એટલે કે 29 તારીખના રોજ ક્યાં વરસાદ વરસવાનો છે તો 29 મી તારીખના રોજ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે
ત્યાં વરસાદ પડવાની સંભાવના છે આ ઉપરાંત તમે સ્ક્રીન પર એ પણ જોઈ શકો છો કે જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડરને લગતા જે વિસ્તારો છે ત્યાં પણ આવતી કાલે ભારે વરસાદ વરસી શકે છે કેમ કે હાલમાં જે ચોમાસુ ગુજરાતમાં એણે પ્રવેશ તો કરી લીધો છે પરંતુ હાલમાં તે દક્ષિણ ગુજરાત સુધી અટકી ગયું છે. વાત કરીએ આવતીકાલની તો આવતી કાલે સૌરાષ્ટ્રમાં જે અમરેલીનો વિસ્તાર છે ગીર સોમનાથનો વિસ્તાર છે આ ઉપરાંત જે રાજકોટની આજુબાજુના વિસ્તારો છે પોરબંદર છે ત્યાં પણ વરસાદ વરસે તેવી સંભાવના છે હવે દર્શક મિત્રો આપણે હવામાન ખાતાની સત્તાવાર આગાહી મુજબ જોઈએ તો આપણે એ જોઈશું કે ચોમાસું હાલમાં ક્યાં પહોંચ્યું છે તો દર્શક મિત્રો આ હવામાન ખાતા દ્વારા સત્તાવાર નકશો બહાર પાડવામાં આવ્યો છે ગઈકાલની લેટેસ્ટ અપડેટ એમના દ્વારા આપવામાં આવી છે 27 જૂન સુધીની તો હાલમાં તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો જે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં સુધી ચોમાસું અહીંયા પહોંચી ગયું છે આ વખતે ચોમાસાની વાત કરીએ તો ચોમાસુ 8 જૂન સુધી આગળ વધ્યું પછી
અટકી ગયું આ પછી ફરી 21મી જૂને આગળ વધ્યું ગુજરાત સુધી 23મી જૂન સુધી પહોંચ્યું અને ફરીથી ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગઈ અને આગામી હવે બીજી જુલાઈ પછી ફરી એકવાર ચોમાસુ આગળ વધશે પરંતુ એ ચોમાસું જ્યારે આગળ વધશે ત્યારે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ લાવે તેવી સંભાવના છે. આ પછી 9મી જુલાઈ પછી વરસાદનો વિસ્તાર ગુજરાતમાં વધે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. ચોમાસુ એટલે પણ અટકી ગયું છે કેમ કે અહીંયા જે ઉપરનો વિસ્તાર છે ત્યાં એવી કોઈ સિસ્ટમ નથી બની કે જેના કારણે ચોમાસુ આગળ વધે અને આ કારણે હાલમાં ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં આવીને ચોમાસુ અટકી ગયું છે. ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયામાં હાલમાં ચોમાસુ આ દક્ષિણ ગુજરાત છે. પછી દક્ષિણ મધ્યપ્રદેશનો આ જે વિસ્તાર છે ત્યાં આવી ગયું છે. છત્તીસગઢનો 80% ભાગ એણે કવર કરી લીધો છે અને આ ઉપરાંત બિહાર અને ઝારખંડનો પણ 70 થી 75% જેટલો ભાગ એણે કવર કરી લીધો છે અને પૂર્વોત્તર ભારતમાં તો હાલમાં વરસાદની આક્રમક બેટિંગ ચાલી રહી છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં પણ હાલમાં મેઘરાજા જબરજસ્ત રીતે વરસી રહ્યા છે. બીજી જુલાઈ પછી વરસાદ ફરી એકવાર આગળ વધે તેવી સંભાવના છે હવે દર્શક મિત્રો આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે અને આવતી કાલે વરસાદ ક્યાં વરસવાનો છે તો આજે દર્શક મિત્રો 28 તારીખ છે તો આજે હવામાન ખાતાએ ભાવનગર અમરેલી ગીરસોમનાથ દીવ આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં બરોડા છોટા ઉદયપુર
નર્મદા સુરત તાપી નવસારી ડાંગ દમણ વલસાડ અને દાદરાનગર હવેલી માટે છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આ પછી વાત કરીએ આવતી કાલની તો આવતી કાલે પણ હવામાન ખાતાનું અનુમાન છે કે વડોદરા છોટા ઉદયપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે છે અને આ ઉપરાંત ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ વરસી શકે છે આ પછી વાત કરીએ પરમ દિવસની એટલે કે 30 તારીખની તો 30 તારીખે વરસાદની ગતિમાં વધારો થાય તેવી સંભાવના છે. 30 તારીખે મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ આજે મધ્ય ગુજરાતના વિસ્તારો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટા ઉદયપુર, સુરત, નર્મદા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરાનગર હવેલી અને વલસાડમાં વરસાદ વરસી શકે છે અને આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ અને દીવમાં છૂટા છવાયા સ્થળોએ હળવો વરસાદ પડવાની સંભાવના છે આમ હાલમાં તો દક્ષિણ ગુજરાત સુધી ચોમાસુ પહોંચી ગયું છે પરંતુ આવનારા સમયમાં ચોમાસુ ચોક્કસથી આગળ વધશે અને જુલાઈના પહેલા સપ્તાહ માં વાવણી લાયક વરસાદ પડે તેવી સંભાવના છે