અમદાવાદ એરપોર્ટ પર મોટો વિમાન અકસ્માત ટળી ગયો છે. આ એક મોટી ખબર છે. અમદાવાદ એરપોર્ટ પર બે વિમાનો સામસામે આવી ગયા હતા.એર ઇન્ડિયા અને ઇન્ડિગોનું વિમાન સામસામે આવી જતાં મોટી દુર્ઘટના થવાની શક્યતા ઊભી થઈ હતી. અમારા સહયોગી બલદેવ વધુ માહિતી આપી રહ્યા છે. બલદેવ, આ સમગ્ર ઘટનાની વિગત જણાવો.
આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર એર ઇન્ડિયા અને ઇન્ડિગોની ફ્લાઇટ સામસામે આવી ગઈ હતી. મુંબઈથી અમદાવાદ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-249 લેન્ડિંગ બાદ ટેક્સિંગ દરમિયાન ભૂલથી ખોટી દિશામાં આગળ વધી ગઈ હતી. જેના કારણે વિમાનમાં બેઠેલા મુસાફરો ગભરાઈ ગયા હતા.
તે જ સમયે સામેની તરફથી ઇન્ડિગોનું વિમાન આવી રહ્યું હતું. બંને વિમાનો એક જ ટેક્સીવે પર સામસામે આવી જતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. જોકે બંને વિમાનોના પાઇલટ્સે સમયસર સાવચેતી દાખવી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લઈ લીધી. તેમની સૂઝબૂઝના કારણે એક મોટો અકસ્માત ટળી ગયો.ઘટના બાદ મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેમને સુરક્ષિત સ્થળે બેસાડવામાં આવ્યા હતા. હાલમાં તપાસ ચાલી રહી છે કે બંને વિમાનો એક જ ટેક્સીવે પર સામસામે કેવી રીતે આવી ગયા. આ અંગેની તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
જે પાઇલટ દ્વારા ભૂલથી ખોટો વળાંક લેવામાં આવ્યો હતો તેની સામે પણ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી રહી છે. એર ઇન્ડિયાએ પોતાની ભૂલ સ્વીકારી છે અને મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી પણ માંગી છે.હાલ સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે. પાઇલટ્સની સમયસરની સમજદારી અને સતર્કતાના કારણે એક મોટો વિમાન અકસ્માત થતા અટકી ગયો છે.
તમામ માહિતી માટે બલદેવનો ખૂબ આભાર. તેઓ સતત આ ઘટનાની પર નજર રાખી રહ્યા છે.તમારા મોબાઇલ પર બ્રેકિંગ ન્યૂઝ સૌથી પહેલા મેળવવા માટે N Nation એપ ઇન્સ્ટોલ કરો અને દેશ-દુનિયાની દરેક મહત્વની ખબર સાથે સતત અપડેટ રહો.