Cli

કુમકુમ ભાગ્ય ફેમ સંચિતાના મૃત્યુ અંગે પોલીસનો મોટો ખુલાસો!

Uncategorized

એન્ટરટેઇનમેન્ટની દુનિયામાંથી ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસ સંચિતા ઉગલેએ માત્ર 22 વર્ષની નાની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલા તેમના ઘરે સંચિતાનો મૃતદેહ સીલિંગ ફેનથી લટકતો મળી આવ્યો છે.

ચોંકાવનારી વાત એ છે કે મોતથી માત્ર થોડા કલાકો પહેલા જ સંચિતાએ સોશિયલ મીડિયા પર હસતો-મુસ્કુરાતો એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને કોઈને અંદાજ પણ આવવા દીધો નહોતો કે તે આવું આત્મઘાતી પગલું ભરવા જઈ રહી છે.માત્ર 22 વર્ષની હતી એક્ટ્રેસ સંચિતા ઉગલે. સંચિતાએ પોતાના ઘરમાં સુસાઈડ કર્યું. સીલિંગ ફેનથી લટકતો મળ્યો સંચિતાનો મૃતદેહ. ટીવી ઇન્ડસ્ટ્રીનો વધુ એક ઉભરતો સિતારો હંમેશા માટે આથમી ગયો. ‘કુમકુમ ભાગ્ય’ અને ‘વાગલે કી દુનિયા’ જેવા પ્રખ્યાત શોમાં જોવા મળેલી એક્ટ્રેસ સંચિતા ઉગલેએ સોમવારે પોતાના ઘરમાં સુસાઈડ કરી લીધું. ઘટના સમયે સંચિતા ઘરમાં બિલકુલ એકલી હતી

. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, મચિન્દ્ર ઉગલે (અહીં સંચિતા ઉગલે) ઉંમર 22 વર્ષ, જેમણે પોતાના જ ઘરમાં કોઈ કારણોસર સુસાઈડ કર્યું છે. તે બાબતે તેમના પિતા મચિન્દ્ર ઉગલેની ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલુ છે. પંચનામાની કાર્યવાહી થઈ ગઈ છે અને મોતના સાચા કારણો તપાસમાં આગળ જાણવા મળશે, તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.સંચિતાના આ પગલાથી દરેક વ્યક્તિ હેરાન છે કારણ કે મોતથી થોડા જ કલાકો પહેલા

તેણે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રીલ પોસ્ટ કરી હતી. આ વીડિયોમાં તે ‘ડફલી વાલે ડફલી બજા’ ગીત પર હસતા મુખે લિપસિંક કરી રહી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું ‘મેં નાચું તૂ નચા’. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી સંચિતાના ઈન્સ્ટાગ્રામ પર 1 લાખ 39 હજારથી વધુ ફોલોઅર્સ છે.જો સંચિતાની કરિયરની વાત કરીએ તો તે ‘કુમકુમ ભાગ્ય’, ‘વાગલે કી દુનિયા’ અને ‘સાજન ઘર મેં’ જેવા ટીવી શોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય ‘દિલવાલે દુલ્હનિયા લે જાયંગે’ સિરિયલમાં પણ તે લીડ રોલમાં જોવા મળી હતી

. સંચિતાએ ખૂબ જ નાની ઉંમરે મોટું સ્થાન હાસિલ કરી લીધું હતું. વિક્કી કૌશલ સ્ટારર ફિલ્મ ‘છાવા’માં તેણે તારાબાઈનું મહત્વનું પાત્ર ભજવ્યું હતું. તે જ સમયે મનોજ બાજપેયી સાથે ‘સાયલન્સ ૨’માં પણ તે જોવા મળી હતી.પરંતુ આ હસતા ચહેરા પાછળ શું કોઈ દુઃખ છુપાયેલું હતું કે પછી કારણ કંઈક બીજું હતું? પોલીસ અત્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે જેથી સાચા કારણોનો ખુલાસો થઈ શકે. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *