Cli

આગામી 7 દિવસ ગુજરાત પર ભારે, આ તારીખે બદલાશે આખું મોસમ!

Uncategorized

ગુજરાતમાં હાલ બેથી ત્રણ દિવસ વરસાદી માહોલ હળવો રહ્યા બાદ ગરમીમાં સહેજ વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વિવિધ વિસ્તારોમાં ગરમીનો પારો 1 ડિગ્રી સુધી ઊંચકાયો છે. રવિવારે અમદાવાદ અને રાજકોટ બંને 41.9°C તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા હતા.

રાજકોટમાં પારો 41.0°C થી વધીને 41.9°C એ પહોંચ્યો છે, જ્યારે ડીસામાં 40.2°C અને સુરેન્દ્રનગરમાં 41.5°C તાપમાન નોંધાયું છે. બીજી તરફ ભાવનગરમાં પારો 0.8°C ગગડીને 39.7°C થયો છે, જેનાથી સ્થાનિકોને થોડી રાહત મળી છે. અમદાવાદની સ્થાનિક આગાહી મુજબ, આગામી દિવસોમાં આકાશ આંશિક રીતે વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 42°C આસપાસ જળવાઈ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર ગુજરાત માટે આગામી 7 દિવસ સુધી કોઈ ખાસ ભારે વરસાદની ‘વેધર વોર્નિંગ’ નથી. જો કે, અલગ-અલગ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. 11 જૂન પછી મોસમનો મિજાજ બદલાશે અને વરસાદનો વ્યાપ વધશે, જે અંતર્ગત 8 થી 11 જૂન દરમિયાન વરસાદનું જોર ઓછું રહેશે અને માત્ર દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના પૂર્વોત્તર ભાગો તરફ સફળતાપૂર્વક આગળ વધી ગયું છે, જેમાં સમગ્ર નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને અરુણાચલ પ્રદેશના ભાગો કવર થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાના વધુ વિસ્તારો તરફ આગળ વધશે. હાલમાં ગુજરાત અને તેની આસપાસના વિસ્તારો પર નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ અને વાદળછાયો માહોલ યથાવત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *