આ ભયાનક દ્રશ્યો રાજસ્થાનના છે રાજસ્થાનમાં દિવસભર અંધારું છવાયેલું રહ્યું આકાશમાં ધૂળના ગોટે ગોટા ભરાયા લોકો જીવ બચાવવા માટે દોડતા રહ્યા કુદરતી આફતનો એવો કહેર વરસ્યો કે ઉત્તર પ્રદેશ અને બિહાર પણ એનાથી અલગ ન રહી શક્યા. ક્યાંક રેતીના તોફાન ચાલ્યા તો ક્યાંક વાવાજોડાના કારણે એટલી બધી તબાહી થઈ કે 24 કલાકની અંદર ઉત્તર પ્રદેશમાં 31 લોકોના મૃત્યુ થયા બિહારમાં 17 લોકોના મૃત્યુ થયા હવામાનનો મિજાજ અત્યારે ખતરનાક છે
રાજસ્થાનથી લઈને ઉત્તર પ્રદેશ અને બિહારમાં શું થયું વિસ્તારથી વાત કરીશું નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાજસ્થાનના શ્રીગંગાનગર બીકાનેર ચર તરૂ અને શિખર જિલ્લામાં આવેલા ભયાનક રેતીના તોફાનના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. પાકિસ્તાન તરફથી આવેલા ધૂળના વંટોડે આખા રાજસ્થાનમાં અંધારું ફેલાઈ દીધું હોય એવી પરિસ્થિતિ થઈ ધોડા દિવસે બધી જ જગ્યાએ અંધારું ફેલાઈ ગયું રસ્તા પર વાહનોને હેડલાઈટ ચાલુ કરવી પડે એવી પરિસ્થિતિ આવી ગઈ ઘરમાં જે લોકો હતા એ બધા ડરી ગયા કે અચાનકથી આ ધૂળના વંટોળ જે આવ્યા છે એ કઈ તરફ જઈ રહ્યા છે અને એનાથી જે અંધારું થયું હતું એ ડરામણું અંધાવરું હતું.
એ આટલું જ નહીં ઉત્તર ભારતમાં પણ આ જ સ્થિતિ રહી છે ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વાવાજોડાએ કહેર મચાવી છે ભારે વરસાદના કારણે 31 લોકોના મૃત્યુ થયા છે સહારાનપુર ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિમાં ફેરવાયું 10 લોકો ત્યાં તણાઈ ગયા રાજ્યના તમામ 75 જિલ્લામાં આ પરિસ્થિતિ હતી. વાવાજોડા અને વરસાદના કારણે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 10 ડિગ્રીનો ઘટાડો થયો પણ એની સાથે વાવાજોડો અને વંટોડ જે આવી એમાં અનેક પરિવારોના વાલ સોયા છીનવાઈ ગયા. બીજી તરફ બિહારમાં પણ કુદરતનો કહેર યથાવત રહ્યો છેલ્લા 24 કલાકમાં વાવાજોડા અને વરસાદ વીજળી પડવાના કારણે 17 લોકોના જીવ ગયા છે એમાં ભારે વરસાદને કારણે પટના એરપોર્ટ પર ચાર ફ્લાઈટ જે છે ડાયવર્ટ કરી દેવામાં આવી જ્યારે 18 જેટલી ફ્લાઈટ મોડી પડી છે.
જેના કારણે 500 થી વધુ મુસાફરો જે છે એમને અગવળ પડી હતી આ સ્થિતિ એવી છે કે ચારેય બાજુથી જ્યારે કુદરત કહેર વર્સાવતું હોય ત્યારે લોકો બચીને ક્યાં જાય એ મોટો પ્રશ્ન છે. ટ્રેનો પણ કલાકો સુધી મોડી રહી હવામાન વિભાગે આગામી દિવસોમાં હજુ પણ ગંભીર ચેતવણી આપી છે. 31 મેના રોજ હિમાચલ પ્રદેશના 10 જિલ્લાઓમાં 40 થી 50 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂકાય તેવી આગાહી કરવામાં આવી છે. પહેલી તારીખે પહેલી જૂનના દિવસે પણ એ સ્થિતિ રહેવાની છે. ભારે પવન સાથે વંટોળ અને વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીરે ધીરે એનો ટ્રક જે ખેંચાઈને મધ્યપ્રદેશ તરફ આવતો હતો એના કારણે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને એની આસપાસના જેટલા પણ વિસ્તારો છે એ બધી જ જગ્યાએ આ ભયાનક પરિસ્થિતિ છે અત્યારે તો રાજસ્થાન એ ઝપેટામાં છે
જે પાકિસ્તાન તરફથી વંટોળ આવ્યું એ વંટોળના કારણે અનેક વિસ્તારો એવા હતા કે જ્યાં ધોડા દિવસે અંધારું છવાઈ ગયું હતું લોકો ડરી ગયા હતા કે આ શું પરિસ્થિતિ થઈ છે કુદરત જ્યારે કહેર વરસાવતી હોય ત્યારે ત્યારે એનાથી થી બચવું એ માણસ માટે ખૂબ મુશ્કેલ બની જતું હોય છે. આજે એવી જ પરિસ્થિતિ એ ઉત્તર પ્રદેશમાં થઈ બિહારમાં થઈ અને રાજસ્થાનમાં પણ થઈ ગુજરાતમાં પણ આગામી બે થી ચાર દિવસ સુધી હવામાન વિભાગની આગાહી મુજબ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે દરિયા કાંઠાના વિસ્તારોએ સાવધાન રહેવાનું છે. તમારું આ વિષય પર આ જાણકારી વિશે શું માનવું છે અમને કોમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડિયોને લાઈક અને શેર કરજો