Cli

કેટલી સંપત્તિના માલિક છે બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન? કેવી રીતે થશે પ્રોપર્ટીની વહેંચણી

Uncategorized

અમિતાભ બચ્ચનનાં સ્વાસ્થ્યને લઈને એવી અફવા ફેલાઈ હતી કે બિગ બીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે આ ખબર ખોટી સાબિત થઈ હતી. બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચન સતત કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. 84 વર્ષની ઉંમરમાં બિગ બી એકદમ ફિટ છે. આ ઉંમરમાં પણ ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવે છે. કરિયર અને કમાણી એમ બન્ને મામલે ટોપ પર છે.

એવામાં સવાલ એ થાય છે કે અમિતાભ બચ્ચન સંપત્તિની વહેંચણી કેવી રીતે કરશે. આમ, લેટેસ્ટમાં અમિતાભ બચ્ચનનાં સ્વાસ્થ્યને લઈને એવી અફવાઓ ફેલાઈ હતી કે બિગ બીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ વાત ખોટી સાબિત થઈ હતી. હકીકતમાં નોર્મલ ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા અને પછી ઘરે પાછા ફર્યા હતા.

આ વિશે સોશિયલ મીડિયા પર બિગ બીએ પોસ્ટ કરી તો ફેન્સે રાહતનો શ્વાસ લીધો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમિતાભ બચ્ચનની કુલ સંપત્તિ લગભગ 1600 કરોડ રૂપિયા છે. વર્ષ 2011 માં એક ઇન્ટરવ્યૂમાં બિગ બીએ જણાવ્યું હતું કે અમારી સંપત્તિ દીકરા અભિષેક બચ્ચન અને દીકરી શ્વેતા બચ્ચનને સમાન રીતે વહેંચવામાં આવશે.આ વિશે વધુમાં જણાવ્યું હતું કે જયા બચ્ચનની સાથે મળીને આ વિશેનો નિર્ણય બહુ પહેલાંથી કર્યો હતો કે બન્ને વચ્ચે કોઈ ભેદભાવ થશે નહીં. બિગ બીએ આ વાત પર જોર આપતા કહ્યું હતું કે દીકરી શ્વેતાનો પણ એટલો જ અધિકાર છે જેટલો અભિષેક બચ્ચનનો છે.

રિપોર્ટ્સ અનુસાર બિગ બીએ ફેમસ બંગલો જલસા દીકરી શ્વેતાને ગિફ્ટ કર્યો છે, જેની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા બતાવવામાં આવી છે. અમિતાભ બચ્ચનનાં વર્ક ફ્રન્ટની વાત કરીએ તો 200 કરતા વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે, જ્યારે હાલમાં પેન ઇન્ડિયા ફિલ્મ કલ્કિ 2નાં શૂટિંગમાં વ્યસ્ત છે, જે વર્ષ 2027 માં રિલીઝ થશે

ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને ગોલ્ડમાં અનેક ઘણું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. વર્ષ 2024 માં જયા બચ્ચને ચૂંટણી સોગંદનામામાં તેમની અને પતિ અમિતાભ બચ્ચનની સંપત્તિની જાણકારી આપી હતી. આ સોગંદનામા અનુસાર જયા બચ્ચનની પાસે 40.97 કરોડનાં હીરા અને સોનાની જ્વેલરી છે, જ્યારે અમિતાભ બચ્ચન પાસે 54.77 કરોડ રૂપિયાની જ્વેલરી છે. આમ, આ રીતે બન્ને પાસે 95 કરોડ રૂપિયા કરતા વધારે જ્વેલરી છે. આ રીતે અમિતાભ અને જયાની પાસે અઢળક જ્વેલરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *