સવારમાં આવેલી આ ખબરે ભારતનું માથું દુનિયાભરમાં ઊંચું કરી દીધું ભારતની પુત્રી હરનાજ કૌર સિંધુએ 21 વર્ષ બાદ મિસ યુનિવર્સ ખિતાબ જીતી લીધો છે તેના પહેલા વર્ષ 2000માં લારા દત્તાએ ખિતાબ પોતાના નામે કર્યો હતો નવાઈની વાત છેકે એજ વર્ષે હરનાજ નો જન્મ પણ થયો હતો.
હરનાજે મિસ યુનિવર્સનો તાજ જીતવા માટે પેરાગ્વે અને સાઉથ આફ્રિકાની મોડેલોને પાછળ છોડી આ સ્પર્ધામાં 75 દેશોની યુવતીઓ સામેલ હતી પંજાબમાં રહેનાર હરનાજનો જન્મ ગુરદાસ પુરમાં થયો હતો હરનાજનું ભણતર ચંદીગઢથી થયું છે હરનાજને શરૂઆતથી જ મોડલિંગ પ્રત્યે લગાવ હતો.
હરનાજ શરુઆથી જ કંઈક મોટું કરવાના વિચાર રાખતી હતી મિસ યુનિવર્સ 2021 બન્યા પહેલા મિસ દિવા યુનિવર્સ 2021નો પણ ખિતાબ જીતી ચુકી છે એની પહેલા હરનાજ મિસ ઇન્ડિયા 2019ના ગ્રાન્ડ ફિનાલે માં પહોંચી હતી હરનાજ ને થિયેટરથી ખુબ લગાવ છે જાનવરો માટે તે હમેશા અવાજ ઉઠવતી રહી છે.
ફિટનેસ અને યોગ લવર હરનાજે પોતાની ટીનેજના સમયમાંજ બ્યુટીને લગતા દરેક મંચ પર ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું 2017 માં હરનાજે મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો પરંતુ જયારે મિસ ઇન્ડિયા 2019 માં ભાગ લીધો હતો ત્યારે તે એને જીતી શકી ન હતી પણ તેના બાદ પણ દુનિયાનો સૌથી મોટો સુંદરતાનો ખિતાબ જીતી લીધો.