Cli

બાળ કલાકાર માસ્ટર રાણા સાથે બાળપણમાં જે થયું? ભગવાન આવું કોઈ સાથે ન કરે

Uncategorized

મિત્રો આજથી 20 વર્ષ પહેલાનો એ સમય યાદ કરો જ્યારે ગુજરાતની ગલીએ ગલીએ માત્ર બે જ અવાજ સંભળાતા હતા એક હરિભરવાડ અને બીજા માસ્ટર રાણા હરિભરવાડ વિશે તો આજે પણ લોકો જાણે છે પણ માસ્ટર રાણા ક્યાં ગયા? શું ખરેખર તેમની હત્યા થઈ હતી શું તે અફવા પાછળ કોઈ મોટું કાવતરું હતું કે પછી રાતોરાત ગાયબ થઈ ગયા. વર્ષોથી ચાલતી આવતી આ અફવાઓનું આજે આપણે પોસ્ટમોર્ટમ કરીશું. આજના વીડિયોમાં હું તમને જણાવીશ માસ્ટર રાણા ઉર્ફે અલ્પેશ રાણાના જીવનનું એ સત્ય જે કદાચ તમે આખા YouTube માં ક્યાંય નહીં સાંભળ્યું હોય વિડીયો અંત સુધી જોજો કારણ કે આજે એક કલાકારના સંઘર્ષની એવી વાત બહાર આવવાની છે

જે તમારી આંખો ભીની કરી દેશે વડોદરાનું એ નાનકડું ગામ અને બાળપણની કરુણતા મિત્રો માસ્ટર રાણાનું સાચું નામ અલ્પેશ રાણા છે તેમનું વતન એટલે વડોદરા પાસે આવેલું છાણી ગામ એક સામાન્ય મધ્યવર્ગીય પરિવાર જ્યાં પિતા નાની એવી દુકાન ચલાવીને ઘરનું ગુજરાન ચલાવતા પણ અલ્પેશના જીવનમાં માત્ર ચાર વર્ષની ઉંમરે એક એવો વણાક આવ્યો જેની કોઈએ કલ્પના નહોતી કરી તેમની માતા ગૃહણી હોવાની સાથે રસોઈ કામમાં પણ મદદ કરતા એકવાર 20 હજાર લોકોના ભંડારામાં લાડુ બનાવવાનું કામ હતું ખેતીના થ્રેસર મશીનમાં મુઠીયા કરતી વખતે એક નાનકડી ભૂલ અને માતાના વાળ મશીનમાં ફસાઈ ગયા નજરે જોનારા આજે પણ કંપી ઉઠે છે અલ્પેશની માતાનું ત્યાં જ કરુણ મૃત્યુ થયું પિતાએ જ માતા અને પિતાના બંને બનીને નાનકડા બાળકને ઉછર્યો ભજનની દુનિયામાં એન્ટ્રી અને ભાગ્યનું પરિવર્તન મિત્રો કહેવાય છે ને કે કુદરત જ્યારે એક રસ્તો બંધ કરે ત્યારે બીજો રસ્તો ખોલી આપે છે

માત્ર પાંચ વર્ષની ઉંમરે અલ્પેશે ભજન ગાવાનું શરૂ કર્યું પિતા તેમને મંડળીઓમાં લઈ જતા ટર્નિંગ પોઈન્ટ ત્યારે આવ્યો જ્યારે તેઓ જાણીતા કલાકાર કમલેશ બારોટના મામા જયેશ બારોટના પ્રોગ્રામમાં ગયા પિતાની વિનંતી પર જયેશભાઈએ આ બાળકને માઈક આપ્યું અને આખું મેદાન ડોલી ઉઠ્યું આ અવાજની જાદુગરી સુર મંદિર કેસેટ કંપનીના માલિક જનકભાઈ પટેલ અને મંગલભાઈ રાઠોડ સુધી પહોંચી એ [ગળું સાફ કરે છે] સમયે હરિભરવાની સામે ટક્કર આપી શકે તેવા અવાજની શોધ હતી અને તેમને મળી ગયો માસ્ટર રાણા આવો મારા રામ અને વૈશ્વિક સફળતા 24 ફેબ્રુઆરી 2006 આ એ તારીખ હતી જ્યારે અલ્પેશ રાણાનો પહેલો ભાગ આવો મારા રામ રેકોર્ડ થયો જનકભાઈ પટેલે તેમને નામ આપ્યું માસ્ટર રાણા પછી તો ઇતિહાસ સર્જાયો અંબે મૈયાના એકથી 16 ભાગ શ્રીનાથજીની માલા દશામાના ભજનો માસ્ટર રાણાના અવાજ વગર ગુજરાતનો કોઈ ઉત્સવ પૂરો ન થતો

આ નાનકડા છોકરાએ માત્ર ગુજરાત જ નહીં પણ અમેરિકા લંડન કેનેડા અને સિંગાપુર જેવા દેશોમાં પણ લાઈવ પ્રોગ્રામ કર્યા તેમણે કૈલાશ ખેર અને પામેલા જૈન જેવા બોલીવુડ સિંગર સાથે પણ કામ કર્યું હત્યાની અફવાહ અને ગાયબ થવાનું અસલી કારણ મિત્રો હવે વાત કરીએ એ રહસ્યની જે તમે જાણવા માંગો છો જ્યારે માસ્ટર રાણા કરિયરના ટોચ પર હતા ત્યારે અચાનક અફવાહ ઉડી કે તેમની હત્યા થઈ ગઈ છે. સોશિયલ મીડિયા ન હતું એટલે વાત વહેતી ગઈ કે માસ્ટર રાણા હવે આ દુનિયામાં નથી પણ મિત્રો સત્ય કંઈક અલગ જ છે માસ્ટર રાણા આજે પણ હયાત છે અને સુરક્ષિત છે તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેમણે ખુલાસો કર્યો કે હું મર્યો ન હતો પણ મારો અવાજ બદલાઈ ગયો છે. બાળપણમાં જે અવાજ તીણો અને મધુર હોય છે તે ઉંમર વધવાની સાથે અને ઘેરો બની જાય છે. માસ્ટર રાણાના કિસ્સામાં પણ એવું જ થયું. લોકો એ બાળકના અવાજને શોધતા હતા અને જ્યારે મોટો થયેલો અલ્પેશ સામે આવ્યો ત્યારે લોકો તેમને ઓળખી ન શક્યા.

આ બદલાયેલા અવાજને કારણે લોકોએ માની લીધું કે જૂના માસ્ટર રાણા હવે રહ્યા નથી. મિત્રો આજે પણ માસ્ટર રાણા ભજન ક્ષેત્રે કાર્યરત છે જો કે પહેલા બાળ કલાકાર જેવી લોકપ્રિયતા કદાચ સમયની સાથે શાંત પડી ગઈ પણ તેમનો સંઘર્ષ અને તેમની માતાનું બલિદાન આજે પણ તેમના અવાજમાં વર્તાય છે મિત્રો માસ્ટર રાણાનું કયું ભજન તમને આજે પણ રડાવી દે છે અથવા યાદ આવે છે કોમેન્ટમાં જરૂર લખજો જો તમને આ મહેનત અને માહિતી ગમી હોય તો વીડિયોને લાઈક કરજો અને ગુજરાતના આ અનમોલ રતન વિશેની જાણકારી દરેક ગ્રુપમાં માં શેર કરજો આવા જ બીજા અજાણ્યા કલાકારોની કહાની જાણવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *