હાલ જોઈએ તો આજે 23 એપ્રિલનો દિવસ છે. મોટાભાગના વિસ્તારોમાં ઊંચું તાપમાન તો ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. આવતી કાલથી હવામાનમાં પલટો આવે એવી શક્યતા છે. ત્યારે આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ચોમાસા કે વરસાદને લઈને આપને ઊંજો તો કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. આપનો સવાલ અમે હવામાન નિશાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું. હવે ચોમાસામાં અલીનોની ચાર કોર ચર્ચા છે ત્યારે હવામાન નિશાંત પરેશભાઈ ગોસ્વામીએ આ વર્ષે સુપર મેગા અલનીનો સક્રિય થવાની શક્યતા વ્યક્ત કરી છે. જેના કારણે ચોમાસામાં ઓછા વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. 1877 પછી ચોમાસામાં આ વર્ષે શક્તિશાળી અલનીનો સક્રિય થવા જઈ રહ્યો છે જેના કારણે 149 વર્ષનો રેકોર્ડ પણ તૂટી શકે છે. 2025 માં અવિરત માવઠાને કારણે ખેડૂતો 2026 ના ચોમાસા પર આશા રાખીને બેઠા હતા જો કે કુદરત સામે કાળા માથાનો માનવી લાચાર થઈ જતો હોય છે. ખેડૂતોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે શું અલીનોની અસરથી ઓછો વરસાદ થશે? શું કેટલાક વિસ્તારમાં દુકાળ જેવી સ્થિતિ પણ થઈ શકે છે.
નમસ્કાર આપની સાથે હું મમતા ગઢવી અને અલીનોની અસર આવનારા ચોમાસા પર કેવી રહેશે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હાલ કાળજાળ ગરમી પડી રહી છે. જો કે આવનારું ચોમાસું કેવું રહેશે? તેને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે. ક્યાંક ઓછા વરસાદની શક્યતા સેવાઈ રહી છે તો ક્યાંક ચુમાસું નબળું પણ રહી શકે એવી આગાહી કરવામાં આવી છે. ત્યારે ચોમાસાને લઈને અમે પરિશભાઈ ગોસ્વામી સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે આમ તો ભારતમાં કેરળમાંથી ચોમાસાનો પ્રવેશ થતો હોય છે. ત્યારે આ વખતે કેરળમાં સમયસર અથવા તેનાથી એક બે દિવસ વહેલા ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે અને મુંબઈ સુધી ઝડપથી ચોમાસુ આગળ વધશે.
જો કે ત્યાં આવીને મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે કે માત્ર બે કે ત્રણ દિવસમાં મોન્સૂન બ્રેક લાગ્યા બાદ ચોમાસાને ફરી વેગ મળી જતો હોય છે તો ઘણી વખત 15 દિવસ બાદ પણ ચોમાસું ફસાઈ જતું હોય છે. જો કે ગુજરાતમાં 15 જૂન કે તેનાથી એક બે દિવસ પહેલા જ ચોમાસાની શરૂઆત થઈ જશે અને 30 જૂન સુધીમાં તો ગુજરાતને પણ કવર કરી લેશે. આ તો વાત થઈ ચોમાસાની શરૂઆતની. હવે વરસાદને લઈને વાત કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આવનારા ચોમાસામાં સુપર મેગા અલ્લીનો સક્રિય થાય તેવી પૂરી શક્યતા છે. અલીનો એટલે પ્રશાંત મહાસાગરનું તાપમાન સામાન્ય કરતા ઊંચું જાય છે. જેને અલીનો કહેવામાં આવે છે.
પ્રશાંત મહાસાગરમાં ઊંચું તાપમાન જતા મોટાભાગના દેશોમાં વરસાદ ઓછો પડવો ઘણી જગ્યાએ દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ થતી હોય છે. જો કે ઘણી વખત અલનીનો સક્રિય હોય પરંતુ આયોડી પોઝિટિવ હોય તો ગુજરાતનું ચોમાસું પણ સારું જતું હોય છે. આ વખતે ચોમાસામાં અલીનો મજબૂત રીતે સક્રિય થવાનો છે જો કે ગુજરાતનું ચોમાસું સારું જ રહેશે એવી શક્યતા હાલ લાગી રહી છે. જો ભૂતકાળ તરફ ડોક્યુ કરીએ તો આજથી 149 વર્ષ પહેલા એટલે કે 1877 માં મેગા અલીનો સક્રિય થયો હતો ત્યારે દુષ્કાળ પડ્યો હતો અને જેના કારણે ઘણું નુકસાન પણ થયું હતું અને હવે 2026 માં પણ સુપર મેગા અલીનો બનવા જઈ રહ્યો છે. 149 વર્ષનો રેકોર્ડ તૂટવાનો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની લહેર હાલ જોવા મળી રહી છે. જો કે હાલ અલનીનો સક્રિય નથી. ચોમાસામાં જૂન, જુલાઈ કે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં ગમે ત્યારે અલનીનો સક્રિય થઈ શકે છે. એટલે કે આ વર્ષે અલનીનો સક્રિય થશે એવી પૂરી શક્યતા છે. પણ ક્યારે થશે એ જોવાનું રહેશે. લાંબા સમય બાદ જ્યારે મજબૂત અલનીનો સક્રિય થવા જઈ રહ્યો છે ત્યારે ઘણા દેશોમાં તેની વિપરીત અસર પણ જોવા મળશે. જ્યારે પણ મેગા અલીનો સક્રિય થાય ત્યારે પૃથ્વીના 50ટ વિસ્તારમાં દુષ્કાળ કે અનાવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે.
અલીનોની અસરથી મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ પણ વધી જતું હોય છે. ગુજરાતમાં પણ એપ્રિલ મહિનાના આ છેલ્લા અઠવાડિયામાં 43 થી લઈને 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. આ સિવાય મે મહિનામાં પણ એપ્રિલ મહિના કરતાં પણ ઊંચું તાપમાન રહેવાનું છે. જો કે ચોમાસા દરમિયાન આયુડી પોઝિટિવ ફેઝમાં રહે તેવી પૂરી શક્યતા છે જેના કારણે ગુજરાત પર કોઈ ખતરો નહીં રહે એટલે ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે જેમાં 90 થી લઈને 92% આસપાસ વરસાદ પડી શકે છે જેથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. આ તો થઈ ચોમાસાની વાત હવે માવઠા અને વાવાજોડાને લઈને વાત કરી તો પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે મે મહિનામાં પણ બે માવઠા થવાના છે. એક માવઠું 10 થી 16 મે વચ્ચે થવાની શક્યતા છે
જ્યારે બીજું માવઠું 23 મેથી લઈને 28 મે સુધીમાં પડી શકે છે. પ્રીમોનસુનના આ માવઠામાં વરસાદ છે તે તોફાની હશે. આ સિવાય એક વાવા જોડાની પણ પરેશભાઈ ગોસ્વામીએ શક્યતા વ્યક્ત કરી છે 15 મેથી લઈને 15 જૂન સુધીમાં બંગાળની ખાડી અથવા અરબ સાગરમાં એક વાવાજોડું બને તેવી પૂરી શક્યતા છે એમાં પણ અરબ સાગરમાં વાવાજોડું બનવાની શક્યતા વધારે છે. જો બંગાળની ખાડીમાં કોઈ વાવાજોડું બને તો તેની ગુજરાત પર અસર ઓછી થતી હોય છે પરંતુ જો અરબ સાગરમાં કોઈ વાવાજોડું બને છે તો તેની સીધી અસર ગુજરાત પર થઈ શકે છે. ભૂતકાળમાં વાવા જોડાને કારણે ઘણું નુકસાન પણ થઈ ચૂક્યું છે તો આશા રાખીએ કે આ વાવા જોડું લેન્ડફળ ન થાય અને દરિયામાં જ સમાઈ જાય તો અત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર