ગુજરાતના ડાયરા સમ્રાટ અને સૌરાષ્ટ્રનું ગૌરવ ગણાતા લોક ગાયક કીર્તિદાન ગઢવી અઢી મહિના અમેરિકાની ધરતી ઉપર ગરબા અને ડાયરાના કાર્યક્રમ કરીને પરત ફર્યા છે જેઓ અમેરિકાથી પરત ફરવા ઉપર કિર્તીદાન ગઢવીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું જેની કેટલીક તશવીરો સામે આવી છે.
જણાવી દઈએ કીર્તિદાન લોક ગાયિકી સાથે સેવાના કામો પણ સારા કરે છે જેમણે અઢી મહિના અમેરિકામાં રહ્યા ત્યાં ઘણા લાઈવ કાર્યક્રમો કર્યા આ અઢી મહિના દરમિયાન 33 શો કર્યા છે કિર્તીદાન ગઢવી ગુજરાતની ગરીબ અને જરૂરિયાત મંદ દીકરીઓ માટે અમેરિકામાં લાડકી ફાઉન્ડેશન બનાવ્યું હતું.
આ લાડકી ફાઉન્ડેશન બનાવીને અનોખી પહેલ કરી છે જ્યાં આ પ્રોજેક્ટ થકી 100 કરોડ જેટલા એકઠા કર્યા છે ગુજરાતની તમામ દીકરીઓને મદદ માટે વાપરવામાં આવશે ગરીબ બાળકીઓના અભ્યાસ અને ઉછેર માટે આ રૂપિયા વાપરવામાં આવશે આ ટ્રસ્ટ દ્વારા બાળકીઓના હિત માટે ટ્રસ્ટના રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે.