નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ હવે પૂર્ણ થયો અને આજથી રાબેતા મુજબ તડકાની શરૂઆત થઈ જશે એટલે ગરમીની શરૂઆત થઈ જશે પણ આ એક બે દિવસ પૂરતી ગરમી રહેવાની છે ફરી એકવાર વરસાદનો એક ભયંકર રાઉન્ડ આવી રહ્યો છે
જેમાં બીજી ત્રીજી અને ચોથી તારીખે ગુજરાત પરથી જે સિસ્ટમ પસાર થાય છે એ સિસ્ટમ અતિભારે વરસાદ લઈને આવે તેવી સંભાવનાઓ છે ભીંડીના માધ્યમથી પહેલા સમજવાનો પ્રયાસ કરીએ કે જે સિસ્ટમ પસાર થવાની છે એ સિસ્ટમ કેટલી મજબૂત છે આજના દિવસે આપણે જોઈએ તો ગુજરાતમાં ક્યાંય વરસાદ તમને નહીં દેખાય અહીંયા તમે જુઓ કે દરિયાકાંઠાનો જે આ વિસ્તાર છે એટલે મહારાષ્ટ્રના દરિયાકાંઠાથી પણ એક સિસ્ટમ ઉપર તરફ આવી રહી છે જેની અસર દક્ષિણ ગુજરાતને થાય એવી સંભાવના છે પણ બીજી તારીખે જ્યારે આપણે સ્થિતિ જોઈએ તો આપણને એવું ખબર પડે કે અહીંયાથી એક સિસ્ટમ આવી રહી છે ધીરે ધીરે પાકિસ્તાન તરફ અને ગુજરાત તરફ આગળ વધી રહી છે
સાથે જ દરિયાકાંઠાના વિસ્તારથી જે ટ્રક પસાર થઈ રહ્યો છે એના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. કરાચી તરફથી તમે જુઓ કે સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે આખા કચ્છમાં બીજી તારીખે ભયંકર વરસાદ પડવાનો છે. ત્રીજી તારીખે પણ સ્થિતિ એવી રહેવાની છે. ત્રીજી તારીખે ગુજરાતના અનેક વિસ્તારોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બધી જ જગ્યાએ વરસાદ પડશે. છૂટો છવાયો સામાન્ય મધ્યમ વરસાદ અમુક જિલ્લાઓમાં પડશે અમુક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે. ચોથી તારીખની સ્થિતિ જોઈએ તો માત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં જ વરસાદ દેખાઈ રહ્યો છે
બાકી ક્યાય વરસાદ નથી પણ આખો જે રાઉન્ડ વરસાદનો છે એ જ્યાં સુધી આખો ટ્રફ પસાર ન થઈ જાય ત્યાં સુધી ગુજરાતમાં વધારે વરસાદ ભારે પવન સાથે પડે તેવી સંભાવના છેત 4 અનેપ તારીખ સુધીપાંચ તારીખે પણ અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે એટલે બીજી તારીખ સાંજથી તમને વાતાવરણમાં પલટો દેખાશે ઉત્તર ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની ની શરૂઆત થઈ જશે. સિસ્ટમ ખૂબ મજબૂત છે જે આ તરફથી આવી રહી છે અને જે સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે છે પાકિસ્તાન અને ગુજરાત બંનેને એટલી અસર કરશે એટલે બોર્ડરના જે વિસ્તાર છે કચ્છની ત્યાં પણ ખૂબ વધારે વરસાદ પડે તેવી સંભાવના છે ગુજરાતમાં સતત બદલાતા હવામાનના અનેક કારણો પણ છે એક બાજુ યુદ્ધની પરિસ્થિતિ ત્યાં બનતી અલગ અલગ સિસ્ટમો ધીરે ધીરે આગળ આવે એ સ્થિતિ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થઈ રહ્યા છે એટલે અનેક ઉપરના વિસ્તારોમાં આપણે જોઈએ તો ત્યાં બધી જ જગ્યાએ હીમવર્ષા થઈ રહી છે એટલે લદ્દાખ અને એ બધા જ પ્રદેશોમાં હિમવર્ષા થઈ રહી છે દક્ષિણ ભારતમાં વરસાદ પડી રહ્યો છે એટલે એક બાજુ નીચે વરસાદ ઉપર હિમવર્ષા અને વચ્ચે આપણા જેટલા પણ રાજ્યો છે એટલે એ ગુજરાત રાજસ્થાન કે મધ્યપ્રદેશ હોય બધી જ જગ્યાએ વરસાદની શરૂઆત થઈ છે
આ વરસાદનો રાઉન્ડ પણ છેલ્લો રાઉન્ડ નથી હોવાનો એપ્રિલના એન્ડમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે ગુજરાતમાં સતત હવે આ એક મહિનો જે છે એમાં તમને વરસાદ ગરમી વરસાદ ગરમી એવી રીતના અનુભવ થવાનો છે તાપમાન જે છે એ અચાનકથી ઉપર જશે અચાનકથી નીચે આવશે વાદળછાયું વાતાવરણ ભારે પવન અને ભારે પવન ફૂકાવાનું પણ કારણ છે કે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની સિસ્ટમ પસાર થતી હોય ત્યારે ભારે પવન સાથે વરસાદ પડતો હોય છે. નોર્મલ જો કોઈ ટ્રફ પસાર થતો હોય તો પવન સાથે વરસાદ નથી પડતો એ બેજવાળા વાદળો ત્યાં હોય તો વરસાદ પડતો હોય છે પણ આજે સિસ્ટમ પસાર થાય એમાં ભારે પવન સાથે વરસાદ પડે છે. તમારે ત્યાં આજે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો. Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો.