90ના દસકામાં આવેલ ગદ્દર ફિલ્મના ડાયલોગ આજે પણ લોકોના મોઢે સાંભળવા મળે છે ફિલ્મને લોકોએ ખુબજ પસંદ કરી હતી બોક્સ ઓફિસમાં ખુબજ કમાણી કરી હતી ગદ્દર ફિલ્મના રેકોર્ડ આજે પણ પોતાના નામે છે સની દેઓલ અને અમિષા પટેલના કરિયરની સૌથી મોટી આ ફિલ્મ હતી.
ગદ્દર ફિલ્મ અનિલ શર્માએ બનાવી હતી જયારે પ્રેક્ષકોને માંગને લઈને ફરીથી ગદ્દર ફિલ્મનો બીજા ભાગ બનાવવાની શરૂઆત અનિલ શર્માએ કરી દીધી છે ગદ્દર ફિલ્મને લઈને સારી ખબર આવી છેકે ફિલ્મનું મૂરત શરૂ થઈ ગયું છે અહીં ગદ્દર ટુના સેટ ઉપરથી કેટલીક તસવીરો સામે આવી છે જેમાં સની દેઓલ અને અમિષા પટેલ એજ કિરદારમાં નજરે આવી રહ્યા છે.
તારા સીંગ અને સકીના બંને એજ અવતારમાં દેખાઈ રહ્યા છે અનિલ શર્માએ થોડા સમય પહેલા ગદ્દર ટુ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી સાથે એ પણ જણાવ્યું હતું કે ગદ્દર ફિલ્મમાં અમારી સાથે અમિષા પટેલ પણ જોડાઈ ગયા છે અને કાલેજ તસ્વીર વાઇરલ થઈ જેમાં મૂરતનો સીન લેવામાં આવ્યો.
આર્મીના એક મોટા ઓફિસરે આ મૂરતનો સીન આપ્યો જેના બાદ આ ફિલનું શૂટિંગ શરૂ કર્યું આ સમય દરમિયાન અમિષા પટેલ અને સની દેઓલ મરૂન કુર્તામાં દેખાય હતા આ ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા પણ જોવા મળશે જેઓ અનિલ શર્માના પુત્ર છે જેમણે ગદ્દર ફિલ્મમાં શનિ દેઓલના પુત્રનો રોલ નિભાવ્યો હતો.