હમણાં થોડા દિવસો પહેલા સ્વર્ગસ્થ મણિરાજ બારોટની બંને દીકરીઓના લગ્ન હતા આ લગ્નમાં ગુજરાતના તમામ જાણીતા કલાકારો હાજર રહ્યા હતા જણાવી દઈએ મણિરાજ બારોટનું ગુજરાતમાં ગાયિકી લાઈનમાં એક સમયે આગવું નામ હતું એમના ગીતો આજે પણ ગુજરાતમાં પ્રચલિત છે.
મણિરાજ બારોટને ચાર દીકરીઓ છે જેમને નાની ઉમરેજ પિતા છોડીને ચાલ્યા ગયા હતા પરંતુ દીકરીઓ પોતાની રાહ ઉપર ચાલીને ગુજરાતી ગીત ઈન્ડસ્ટ્રીઝમાં ઝમ્પલાવ્યું હતું અને એમણે પણ સારું નામ બનાવ્યું હમણાં એમની બે દીકરીઓના લગ્ન હતા જેમના લગ્નમાં ગુજરાતના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
લગ્નમાં બધા કલાકારો હતા પરંતુ કારણોસર વિજય સુંવાળા ન પહોંચી શકતા આજે તેઓ રાજલ બારોટના ઘરે બંને દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા અહીં વિજય સુવાળાનું રાજલ બારોટે સાલ ઉઢાડિને સન્માન કર્યું હતું અને બંને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા તેના ફોટા રાજલબેને સોસીયલ મીડિયામાં શેર કર્યા હતાં.