Cli

ઈઝરાયલ દ્વારા IRGC નેવીના કમાન્ડર અલી રેજા તંગસીરીને ઠાર કર્યાનો દાવો કરવામાં આવ્યો!

Uncategorized

ઇઝરાયેલ દ્વારા ઈરાનમાં એક મહત્વનું ઓપરેશન પાર પાડ્યાનો દાવો કરવામાં આવ્યો છે જેમાં ઇઝરાયેલે કહ્યું છે કે તેમણે ઈરાનની સેના જેનું નામ છે ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોપ એટલે કે આઈઆરજીસીના નેવી કમાન્ડર અલીરેજા તંગસીરીનો જીવ લઈ લેવામાં આવ્યો છે જો કે હજુ સુધી એ સાફ નથી થયું કે અલીરેજા તંગસીરીનું મૃત્યુ ઇઝરાયેલના હુમલામાં થયું છે

કે પછી અન્ય કોઈ કારણોસર થયું છે તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ ઈરાન યુદ્ધ ભયાનકતાની નવી ચરમ સીમાએ પહોંચી ચૂક્યું છે બીજી તરફ ઇઝરાયેલનો પ્રયાસ છે કે તે ઈરાનના તમામ ટોપ કમાન્ડરનો ખાતમો કરી દે તો હવે ઇઝરાયેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આઈઆરજીસી એટલે કે ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોપના જે નેવી છે તેના ચીફ કમાન્ડર અલી રેજા તંગસીરીનો જીવ લઈ લેવામાં આવ્યો છે ઇઝરાયેલના મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે

કે બંદર અબ્બાસ પોર્ટ પર જે સ્ટ્રાઇક થઈ તેમાં આ અલી રેજા તંગસીરી માર્યા ગયા છે જો કે ઈરાન તરફથી હજુ કોઈ પણ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું અને હજુ સુધી એ પણ સાફ નથી થયું કે અલીરેજા તંગસીરીનું મૃત્યુ ઇઝરાયેલ અથવા તો અમેરિકાની સ્ટ્રાઇકમાં થયું છે કે કેમ હવે આપણે પરિચય મેળવીએ કે આઈઆરજીસીના મુખ્ય નેવી કમાન્ડર અલી રેઝા તંગસીરી કોણ છે તો તેઓ ઈરાનિયન નેવીના ટોપના કમાન્ડર હતા તેઓ સમુદ્ર ક્ષેત્રે ઈરાનના આંખ અને કાન હતા સ્ટ્રેટ ઓફ હોરમુસ કે પછી ઈરાનના સમુદ્રી કાંઠ ની કોઈપણ રણનીતિના તેઓ મુખ્ય શિલ્પકાર હતા આ ઉપરાંત અલી રેઝા તંગસીરી સુપ્રીમ લીડરના પણ ખાસ હતા તેઓ ઓગસ્ટ 2018 થી ઈરાનિયન નેવીના કમાન્ડર હતા

અને હાલમાં તેમના નેતૃત્વમાં ઈરાને સ્ટેટ ઓફ હોરમુઝમાં આક્રમક વલણ અપનાવ્યું હતું આ ઉપરાંત ઈરાનિયન નેવીનું સંપૂર્ણપણે સંચાલન તેમના હાથમાં હતું આમ કમાન્ડર અલી રેજા તંગસીરીના મૃત્યુથી ઈરાનને ખૂબ મોટો ઝટકો લાગે તેવી સંભાવના છે હવે આપણે જાણીએ કે અત્યાર સુધીમાં અમેરિકા એ 9000 કરતાં વધારે જે ઈરાનમાં ઠેકાણાઓ આવેલા છે તેમની પર સ્ટ્રાઈક કરી હોવા છતા કેમ ઈરાનમાં સત્તા પરિવર્તનનો માર્ગ ખૂબ કઠિન છે ઈરાનના ટોપ લીડર્સને એક પછી એક ઇઝરાયેલ ઠાર મારી રહ્યું છે તો હાલમાં ઈરાનનું સંચાલન કેવી રીતે થઈ રહ્યું છે તો તેનો જવાબ ભૂતકાળમાં છે. દર્શક મિત્રો આ માટે આપણે નકશાની મદદથી સમજીએ. તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે અને પશ્ચિમ એશિયામાં આ રહ્યું ઈરાન અને ઈરાનનો પડોશી દેશ એટલે કે ઈરાક માર્ચ 2003 ની વાત છે કે જ્યારે યુએસએ દ્વારા ઈરાકમાં ઓપરેશન ઈરાકી ફ્રીડમ અંતર્ગત ખૂબ મોટાપાએ ત્યાં આક્રમણ કરવામાં આવ્યું હતું અમેરિકાએ ત્યાં પણ આવી જ રીતે પ્રિસીઝન સ્ટ્રાઇક કરીને ત્યાના જે ટોપ લીડર્સ હતા તેમને ઠાર કરી દીધા હતા જેમાં સદ્દામ હુસેનની સેનાના જે ટોપ કમાન્ડર સતા તેનો સમાવેશ થાય છે

અને આ પછી સદ્દામ હુસેનની ધરપકડ કરવામાં આવે છે અને 2006 માં અમેરિકા તેમને ફાંસી આપે છે આ પછી ઈરાકના પડોસી દેશ ઈરાન દ્વારા એક મોઝેક ડિફેન્સ ડોક્ટ્રીન બનાવવામાં આવ્યું જેમાં ઈરાનની સેના આઈઆરજીસીએ સમગ્ર ઈરાનને 31 ઓટોનોમસ જે યુનિટ આવે છે તેમાં વિભાજિત કરી દીધું અને જેમાં દરેક યુનિટ પોતાની રીતે એટલે કે ડીસેન્ટ્રલાઈઝ તે ઇન્ટેલિજન્સ સેના અને લોજિસ્ટિક્સનું સંચાલન કરે છે જે અંતર્ગત દરેક કમાન્ડરે પોતાની જગ્યાએ સ્થાન લેનાર સક્સેસરની પણ નિમણૂક કરી દીધી છે માટે જ આઈઆરજીસી નેવીના ટોપ કમાન્ડર અલી રેઝા તંગસીરીના મૃત્યુ પર ઈરાનને તેના યુદ્ધના સંચાલનમાં ખાસ ફરક પડે તેવું લાગતું નથી અને હાલમાં તો આ મોસેક ડોક્ટ્રીન અંતર્ગત જે 31 જેટલા આઈઆરજીસીના કમાન્ડરો છે તે સ્વતંત્ર રીતે આ તમામ જે ખાડી દેશો છે તેમની પર હાલમાં તેઓ હુમલા કરી રહ્યા છે તો હવે જોવાનું એ રહે છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે વાર્તાલાપ છે તે કયો નવો વળાંક લે છે અપેક્ષા રાખીએ કે આ ભયાનક યુદ્ધ અટકી જાય તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *