આપણે આપણી આજુબાજુ એવા માણસોને જોયા હશે કે કોઈકની ખુલ્લી પડેલી જમીન જોઈ અને તેને પોતાના નામે કરાવવા એટલે કે તેની પર કબજો જમાવવા તરત જ દોડતા હોય છે આ મામલે ઘણીવાર ધીંગાણું પણ થઈ જાય છે હજારો વર્ષોથી મનુષ્યની ઈચ્છા જમીન પચાવી પાડી વિસ્તારવાદની રહી છે આધુનિક યુગમાં મોટા ભાગના દેશ પોતાની અંદર આ વિસ્તારવાદની ઈચ્છા ધરાવે છે જેમ કે પડોશી દેશોની જમીન પોતાના નામે લખાઈ લેવી ઉદાહરણ તરીકે ચાઈના તેની વિસ્તારવાદની નીતિ અંતર્ગત તેના પડોશી દેશોની જમીન પચાવી પાડવા કુખ્યાત છે તેમ પશ્ચિમ એશિયા પણ વિસ્તારવાદની નીતિનું મેદાન રહ્યું છે. એક સમયે 150 વર્ષ સુધી બ્રિટિશરોએ પશ્ચિમ એશિયા પર રાજ કર્યું અને આ પછી પશ્ચિમ એશિયા અને તેમાં પણ ખાડી દેશો જેમ કે સાઉદી અરેબિયા યુએઈ કુવેત બહેરીન ઓમાન યમન પર ઈરાનની રાજ કરવાની હવી ઈચ્છા છે. ઈરાનની આ ઈચ્છા આજની નથી ત્યાં 1979 માં ઇસ્લામિક ક્રાંતિ થઈ તે પહેલાની છે અને હાલના સમયમાં જગત જમાદાર અમેરિકા ઈરાનની આ ઈચ્છાને આડે આવી રહ્યું છે નમસ્કાર જમાવટ સાથે હું શું પાર્થ સૌપ્રથમ દર્શક મિત્રો આપણે પશ્ચિમ એશિયાનો મેપ જાણી લઈએ તો આ પશ્ચિમ એશિયાનો મેપ છે
તેમાં એક તરફ પર્શિયન ગલ્ફના ઉત્તરમાં આવેલું છે ઈરાન અને પર્શિયન ગલ્ફની દક્ષિણમાં આવેલા છે આ ખાડી દેશો આ ખાડી દેશો અરેબિયન પેનેન્સ્યુલામાં આવેલા છે તેમાં આવે છે સાઉદી અરેબિયા કુવેત બહેરીન કતાર યુએઈ ઓમાન અને યમન આ ખાડીદે ની સિક્યુરિટી ડીલેમાં એટલે કે કોણ તેમને રક્ષણ આપશે તે દ્વિધા આજની નથી આ અગાઉ બ્રિટિશરો ખાડી દેશોની સુરક્ષામાં મહત્વનો ભાગ ભજવતા હતા પરંતુ 1956 નું એ વર્ષ જ્યારે ઇજીપ્તમાં સુએસ કેનાલ ક્રાઈસીિસ થાય છે આ રહ્યું ઇજીપ્ત દર્શક મિત્રો અને અહિયા પડે છે સુએસ કેનાલ અને 1956 માં જે સુએસ કેનાલ ક્રાઈસીિસ થાય છે તેના કારણે યુનાઇટેડ કિંગડમનો સમગ્ર વિશ્વમાં મહાસત્તા તરીકે કે સૂર્યાસ્ત થાય છે અને આ પછી ખાડી દેશોની સુરક્ષાની જવાબદારી કોણ લે છે?
તો ખાડી દેશોની સુરક્ષાની જવાબદારી લે છે યુએસએ એટલે કે અમેરિકા ઓઇલના બદલામાં અમેરિકા આ ખાડી દેશોમાં પોતાના મિલિટરી બેઝિસ બનાવે છે. પોતાની સેનામાં રેપિડ ડિપ્લોયમેન્ટ ફોર્સ પાછળથી તેનું નામ સેન્ટ્રલ કમાન્ડ પાડવામાં આવે છે તે બનાવવામાં આવે છે આ એ જ સેન્ટ્રલ કમાન્ડ છે દર્શક મિત્રો જેના થકી અમેરિકા હાલમાં ઈરાનની સામે ઓપરેશન એપિક ફ્યુરીને પાર પાડી રહ્યું છે. ખાડી દેશોની આ તમામ ગતિવિધિ એક દેશ ખૂબ ધ્યાનથી જોઈ રહ્યો હતો તે છે ઈરાન. આગળ મેં જેમ કહ્યું તેમ ઈરાનની આ ખાડી દેશો પર રાજ કરવાની ઈચ્છા ખૂબ જૂની છે તેની માટે આપણે બે મહત્વપૂર્ણ તારીખો પર નજર કરવી પડે કે જેણે પશ્ચિમ એશિયામાં રાજકીય સમીકરણોને બદલીને મૂકી દીધા પહેલું વર્ષ છે 1971 નું એ વર્ષ 1971 નું વર્ષ કે જ્યારે મોટા ભાગના ખાડી દેશોને બ્રિટને આઝાદી આપી જેમ કે બહેરીન યુએઈ છે કતાર છે તેમને 1971 માં આઝાદી મળી અને બીજું સૌથી મહત્વપૂર્ણ વર્ષ કે જેણે પશ્ચિમ એશિયામાં રાજકીય સમીકરણો બદલી કાઢ્યા તે છે 1979 નું વર્ષ કે જ્યારે ઈરાનમાં ઇસ્લામિક રેવોલ્યુશન થઈ
અને આ બંને વર્ષમાં જે ઘટનાઓ બની તેના કારણે પશ્ચિમ એશિયાનું જે જીયોપોલિટિક્સ છે તે સંપૂર્ણપણે બદલાઈ ગયું આપણે જાણીએ કે ઈરાનમાં 1979 માં જે ઇસ્લામિક ક્રાંતિ થઈ તે પહેલા પણ ઈરાને આ ખાડી દેશોમાં લશ્કરી કાર્યવાહી કરેલી છે. 1979 પહેલા ઈરાનમાં રાજાશાહી હતી મોહમ્મદ રજા શાહ પહેલવીનું રાજ હતું. આજ ઈરાનના રાજા મોહમ્મદ રજા શાહ પહેલવીએ યુએઈ જ્યારે 1971 માં નવું નવું આઝાદ થયું હતું ત્યારે તેના બે ટાપુ જેમનું નામ છે અબુ મુસા અને તુંબસ તે પચાવી પાડેલા નકશા પર દર્શક મિત્રો નજર કરીએ તો યુએઈના બે ટાપુ અહિયા પડે છે પર્શિયન ગલ્ફમાં અબુ મુસા અને તુંબસ એ વખતે ઈરાનના રાજા દ્વારા પચાવી પાડવામાં આવેલા આ પછી ઈરાનના રાજા મોહમ્મદ રજા શાહ પહેલવીએ બહેરીનને 1957 ના વર્ષમાં આ રહ્યું બહેરીન આ બહેરીનને 1957 ના વર્ષમાં પોતાનું 14 મું રાજ્ય ઈરાને જાહેર કરી દીધું બહેરીનમાં આપણે સૌ જાણીએ છીએ કે શિયા સમાજ શિયા મુસ્લિમ સમાજ છે તે બહુમતીમાં છે જ્યારે હાલમાં અલ ખલીફા જે સુન્ની રાજાશાહી છે તેનું હાલમાં બહેરીન પર રાજ છે આ પછી ઈરાનના રાજા મોહમ્મદ રજા શાહ પહેલવી દ્વારા ઓમાનના ડોફાર પ્રાંતમાં જે સામ્યવા વાદી બળવો થયો હતો તેને દબાવવા માટે 1973 માં ત્યાં સેના મોકલવામાં આવી હતી અને ઈરાનનું આમ 1970 ના દાયકામાં એટલે કે 1979 માં જે ઇસ્લામિક રિવોલ્યુશન થઈ તે પહેલાથી જ આ ખાડી દેશોમાં આ રીતે ઇન્ટરવેન્શન એનું રહ્યું છે. આમ આ ખાડી દેશો પર ઈરાનની રાજ કરવાની ઈચ્છા ખૂબ જૂની છે અને અમેરિકાના આશીર્વાદથી ઈરાને તે વખતે વિકાસશીલ દેશોમાં પોતાની સૌથી એડવાન્સ સેના પણ બનાવી હતી. પરંતુ આ પછી જ્યારે 1979 માં ઇસ્લામિક ક્રાંતિ ઈરાનમાં થાય છે ત્યારે તમામ સમીકરણો ફરી એકવાર બદલાઈ જાય છે ઈરાન અને ઈરાક વચ્ચે યુદ્ધ ફાટી નીકળે છે અને જે 1980 થી લઈને 1988 સુધી ચાલે છે
અને તેમાં આ જે ખાડી દેશો છે જેમ કે બહેરીન કતાર યુએઈ સાઉદી અરેબિયા તે ઈરાકના એ વખતના શાસક સદ્દામ હુસેનને મદદ કરે છે પરંતુ પાછળ થી ઇતિહાસ એની કરવટ બદલે છે અને પછી પાછળથી આ જ સદ્દામ હુસેન એ કુવેત પર 1990 માં કબજો કરી લે છે ને પછી ત્યાં યુએસએ દ્વારા ઇન્ટરવેન્શન કરવું પડે છે હવે આપણે જાણીએ કે 1979 પછી કેવી રીતે ઈરાને ખાડી દેશોની રાજનીતિને પ્રભાવિત કરવાની ચાલુ જ રાખી 1979 માં દર્શક મિત્રો ઈરાનમાં ઇસ્લામિક રિવોલ્યુશન થઈ આ પછી ત્યાં શિયા મોલવીઓનું રાજ શરૂ થાય છે અને એ વખતના જે આયાતોલા ખોમીની જે બન્યા હતા તેમણે પણ આ ખાડી દેશોમાં ઇન્ટરવેન્શન કરવાની તેમની જે નીતિ છે તે ચાલુ રાખી અને સમગ્ર પશ્ચિમ એશિયામાં ઈરાન દ્વારા પોતાની પ્રોક્સી સેનાઓ બનાવવામાં આવી આ પ્રોક્ી સેનાઓની વાત કરીએ સૌપ્રથમ એમાં નંબર આવે છે આ રહ્યું લેબનોન ઇઝરાયેલનું પડોસી દેશ લેબનોન કે જ્યાં 1980 ના દાયકામાં હિઝબુલ્લા બનાવવામાં આવ્યું આ પછી યમનમાં હુથી બળવાખોરોને પણ ત્યાં ઈરાનની મદદ થી જ ઊભા કરવામાં આવ્યા ઈરાકમાં ખતાયબ હિસબુલ્લા સહિત અનેક ઓર્ગેનાઇઝેશન બનાવવામાં આવ્યા એટલે કે આ બધી પ્રોક્સી સેનાઓ ઈરાન દ્વારા બનાવવામાં આવી અને તેમાં આઈઆરજીસીની જે કુદ ફોર્સીસ છે આ તમામે તમામ જેમ કે હુથી બળવાખોરો છે ખતબ હેબુલ્લા છે હેસબુલ્લા છે આ બધાને લોજિસ્ટિક આપે છે એમની જે સેના છે તેમને એમને ટ્રેનિંગ આપવાનું કામ કરે છે અને ફાઇનાન્શિયલ પણ સપોર્ટ કરે છે આ ઉપરાંત ગાઝાનું જે આતંકી સંગઠન છે હમાસ તેને પણ ઈરાન મદદ કરતું આવ્યું છે અને હાલમાં ઈરાન પોતાની આ પ્રોક્સી સેનાઓ વડે ખાડી દેશોની રાજનીતિને પ્રભાવિત કરવાનો પ્રયાસ છેક 1979 થી કરતું આવ્યું છે
અને તેમાં સૌથી મોટો ફાળો જો કોઈનો હોય તો એ ઈરાનના પૂર્વ જનરલ કાસિમ સોલેમનીનો છે કાસીિમ સોલેમની કે જેમને 2020 માં યુએસએ બગદાદ એરપોર્ટ પર સ્ટ્રાઈક કરીને મારી નાખ્યા હતા પરંતુ પરંતુ કાસીિમ સોલેમનીએ આ યમન પછી આ ગાઝા છે લેબનોન છે સીરિયા છે અને ઈરાક છે તે તમામે તમામ પ્રદેશોની વારંવાર મુલાકાત લઈને આ પ્રોક્સી સેનાઓને ત્યાં મજબૂત કરી હતી અને એટલું જ નહી હાલમાં પણ ઈરાનનું આ સીરિયા અને ઈરાકમાં એટલું પ્રભુત્વ છે કે એક બાય રોડ પણ તમે આ દેશોમાં હાઈવે થકી આજે પણ તમે લેબનોન પહોંચી શકો છો આમ ઈરાને કાયમથી આ ખાડી દેશો અને તેમાં પણ સમગ્ર પશ્ચિમ એશિયા પર રાજ કરવાના સપના જોયા છે. તો હવે આપણે જોવાનું એ રહે છે કે શું આ ઈરાન યુદ્ધમાં ટ્રમ્પનો વિજય થાય છે કે પછી ઈરાન તેની પ્રોક્સી સેનાઓ સાથે પશ્ચિમ એશિયાની જે રાજનીતિ છે તેને પ્રભાવિત રાખવાનું ચાલુ જ રાખે છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર