સુરતના મોટા વરાછા અને સરથાણા વિસ્તારમાં આવેલા ડિમાર્ટમાં મોલમાંથી ઘી અને ડ્રાયફૂટને પેટિકોટમાં સંતાડીને ચોરી કરનાર એક સગર્ભા સહિત ચાર મહિલાઓને સુરત પોલીસે રંગે હાથે ઝડપ્યા છે એટલુંજ નહીં મોલના સિકયુરિટી ગાર્ડની સતર્કતાને લઈને ચારેય મહિલાઓ મોટા વરાછામાં હાથ અજમાવવા જતા પકડાઈ.
અમરોલી અને સરથાણા પોલીસે ચારેય ચોરી કરનાર મહિલાઓની સામે તપાસ હાથ ધરી છે રામ નિવાસના કોકસિન બિગેલ જેઓ ત્યાંના સિકયુરિટી ગાર્ડ હતા તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ઘટના શુક્રવાર સાંજની છે જેમાંથી ચાર મહિલાઓમાંથી એક સગર્ભા મહિલા હતી તેઓ ચારેય અલગ અલગ રીતે મોલમાં પ્રવેશ કરે છે.
ત્યારબાદ અચાનક એક મસાલાનું પેકેટ લઈને બહાર નીકળી જાય છે ત્યાંના કર્મચારીને શંકા જતા તાત્કાલિક સીસીટીવી ચેક કરાવતા સિકયુરિટી ગાર્ડ ચોકી ગયા હતા મહિલાઓ પેટી કોર્ટમાં વસ્તુઓ સંતાડતી નજરે પડે છે મહિલાઓ તાત્કાલિક બે ઇકો કારમાં બેસી ગઈ હતી ત્યારબાદ મહિલાઓ મોટા વરાછાના મોલમાં પ્રવેશે છે અને ત્યાં રંગે હાથે ઝડપાઇ જાય છે.