Cli

ઇડરમાં રાત્રે લાખોનો ખેલ, દિવસે બધું બંધઃ SMC ની રેડમાં પકડાયું બોગસ કોલ સેન્ટર

Uncategorized

સાબરકાંઠા જિલ્લામાં આવેલું ઐતિહાસિક અને પૌરાણિક શહેર એટલે ઇડર. અહીં આવેલો ઇડરયો ગઢ ખૂબ જ પ્રચલિત છે. અનેક ફિલ્મોનું અહીંયા શૂટિંગ પણ થઈ ચૂક્યું છે. ઇડર સ્ટેટ મોનિટરિંગ સેલની નજરમાં આવ્યો છે અને એસએમસી અહીંયા દરોડા પાડ્યા છે. ગઈકાલથી ઈડર શહેર ખૂબ જ ચર્ચામાં આવ્યું છે. બોગસ કોલ સેન્ટરો માત્ર શહેરો સુધી મર્યાદિત રહ્યા નથી. છેતરપિંડીની જાળ ગુજરાતના આંતર્યાળ વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. ગામના છેડે બેસીને કેવી રીતે વિદેશી નાગરિકોને છેતરવામાં આવતા હતા આવો જાણીએ આપણે આજના આ

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઈડરના છેવાડે બરવાવ રોડ ઉપર આવેલા વોટર પ્લાન્ટમાં એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. અહીંથી પકડાયું છે બોગસ કોલ સેન્ટર. કોલ સેન્ટરના માસ્ટરમાઈન્ડે ઓનલાઇન ક્લાસીસ તેમજ વેબ ડિઝાઇનિંગના કામ માટે આ જગ્યા ભાડે રાખી હતી. પરંતુ અંદર ચાલતું હતું ઇન્ટરનેશનલ ફ્રોડનું ખૂબ જ મોટું નેટવર્ક. બાતમીના આધારે એસએમસીની ટીમે ત્યાં દરોડો પાડ્યો હતો અને જે ખુલાસો થયો તે ખૂબ જ ચોકાવનારો હતો. અઢી વર્ષ અગાઉથી ભાડાનું મકાન રાખીને એક ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવાતું હતું. ભાડા કરારમાં ઓનલાઇન ક્લાસીસ તરીકે નોંધણી કરાવીને પોલીસની નજરથી બચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ બોગસ કોલ સેન્ટર મોડી રાત્રે શરૂ થતું હતું અને વહેલી સવારે બંધ થઈ જતું હતું. પોલીસની પકડમાં ના આવી જવાય તે માટે કોલ સેન્ટર ઈડર જેવા નાના વિસ્તારમાંથી ઓપરેટ કરવામાં આવતું હતું.

અમદાવાદના શાહપુર વિસ્તારનો ગુલામગોશ કુરેશી સહિત 10 શક્ષોને સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર કે કરમટા અને તેમની ટીમે રંગે હાથે ઝડપી લીધા છે. હવે વાત કરીએ મોડેસ ઓપરેન્ડીની આ કોલ સેન્ટર દ્વારા વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવતા હતા. ખાસ કરીને સસ્તી લોન આપવાની લાલચ આપી તેમનો સંપર્ક કરવામાં આવતો વિદેશીઓને આકર્ષક ઓફર બતાવી ત્યારબાદ વિદેશી

નાગરિકે ખરીદેલા ગિફ્ટ કાર્ડનો નંબર મેળવી તેને ડોલરમાં તબદીલ કરી એજન્ટો થકી યુએસડીટીમાં ટ્રાન્સફર કરાવવામાં આવતી અને પછી એ રકમને ભારતીય ચલણમાં હવાલા થકી લાખો રૂપિયા ગુજરાતમાં આંગળિયા થકી મેળવી લેવાતા હતા અર્થાત કે ઓનલાઇન લોન્ચ સ્કેમના નામે ઇન્ટરનેશનલ ફ્રોડ ચાલી રહ્યું હતું. એસએમસીની ટીમે આ ઓપરેશનમાં લગભગ 15 કલાક સુધી સતત કાર્યવાહી હાથ ધરી હતી આ દરમિયાન સ્થળ પરથી મોટી માત્રામાં ઇલેક્ટ્રોનિક સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે આ રેડમાં શું શું જપ્ત કર્યું 40 મોબાઈલ ફોન 12 લેપટોપ ચાર હાઈસ્પીડ રાઉટર મોટી સંખ્યામાં હેડફોન ચાર્જર અને કેબલ્સ અને એક મોંગીદાટ કાર આ ઉપરાંત સ્થળ ઉપરથી 10 આરોપીઓની અટકાયાત કરવામાં આવી છે.

હાલ પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે. તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આ નેટવર્ક માત્ર ઈડર પૂરતું હતું કે તેની પાછળ કોઈ મોટી ચેન હાલ કાર્યરત છે. પોલીસ ફરિયાદમાં હવાલા ઓપરેટર સહિત 11 આરોપીઓને ફરાર દર્શાવ્યા છે. સ્થાનિક સ્તરે આ કાર્યવાહી બાદ ફફળાટનો માહોલ છે કારણ કે મકાન માલિક માનતા હતા કે બાળકો ઓનલાઇન ક્લાસીસ લે છે પરંતુ ત્યાંથી ઇન્ટરનેશનલ સ્કેમ ચલાવવામાં આવી રહ્યું હતું. એસએમસી દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી પછી

હવે આગળ વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે. એક વાત સ્પષ્ટ છે કે ફ્રોડ હવે માત્ર ફોન પરની સામાન્ય ઠગાઈ સુધી સીમિત નથી તે ટેકનોલોજી આધારિત આંતરરાષ્ટ્રીય નેટવર્ક બની રહ્યું છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક હાલમાં તપાસ ચાલી રહી છે. આ કેસમાં આગળ શું નવા ખુલાસા થાય છે તે હવે જોવાનું રહ્યું તો દર્શક મિત્રો આ જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વીડિયોમાં નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *