મેક્સિકોની ધરતી પર અત્યારે હિંસાનું તાંડવ જોવા મળી રહ્યું છે. રસ્તાઓ સુમસામ છે અને લોકો ડરના માર્યા પોતાના ઘરોમાં પુરાઈ ગયા છે. એક કુખ્યાત ગેંગસ્ટરના મોતના સમાચાર વાયુવેગે ફેલાતા આખું મેક્સિકો ભડકે બળી રહ્યું છે. બદલાની આગમાં આંધળા બનેલા એ જ ગેંગના સદસ્યો રસ્તા પર નીકળીને હિંસા મચાવી રહ્યા છે. સશસ્ત્ર ટોળાઓએ મુસાફરો ભરેલી બસો, ધંધા-રોજગારને નિશાન બનાવીને આગ ચાંપી દીધી છે. સુરક્ષા દળો સાથે સામસામે અથડામણ થતા ગૃહયુદ્ધ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે.
મુખ્ય ઘટનાક્રમરસ્તાઓ પર જામ: 20 જેટલા રાજ્યોમાં આ ગેંગના ગુંડાઓએ રસ્તાઓ જામ કરી દીધા છે. હથિયારધારી ટોળાઓએ વાહનો સળગાવીને રસ્તા વચ્ચે આડા મૂકી દીધા છે, જેથી સેનાના વાહનોને રોકી શકાય.શાળાઓ બંધ: સરકારના મોટા મિશન પછી આ ગેંગસ્ટરોએ જે રીતે પલટવાર કર્યો છે તેનાથી આખો દેશ થરથર ધ્રૂજી રહ્યો છે. અનેક રાજ્યોમાં શાળાઓ બંધ કરી દેવી પડી છે.વિદેશી ચેતવણી: મેક્સિકોની સરકાર જ નહીં, પરંતુ વિદેશી સરકારોએ પણ પોતાના નાગરિકોને ચેતવણી આપી છે
કે ગમે તે થાય પણ ઘરની બહાર પગ ન મૂકવો, કારણ કે મેક્સિકોના રસ્તાઓ પર મોત રમી રહ્યું છે.કોણ હતો આ ડ્રગ માફિયા ‘અલ મેન્ચો’?મેક્સિકોની સેનાએ દેશના સૌથી ખતરનાક અને મોસ્ટ વોન્ટેડ ડ્રગ માફિયા અલ મેન્ચોને ઠાર માર્યો છે. તેનું મૂળ નામ નેમેસિયા ઓસેગવેરા રુબેન સર્વેન્ટસ છે. તે કોઈ સામાન્ય ગુંડો નહોતો, પરંતુ CJNG (જલિસ્કો ન્યૂ જનરેશન કાર્ટેલ) નો ખુંખાર લીડર હતો. તેના નામથી આખું અમેરિકા ધ્રૂજતું હતું, એટલે જ અમેરિકાએ તેના માથા પર કરોડો રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.
ઓપરેશનની વિગતોઆ ઓપરેશન મેક્સિકોની સેનાએ પાર પાડ્યું, પણ તેનો પ્લાન અમેરિકામાં તૈયાર થયો હતો. અમેરિકાની મિલિટરીએ એક ખાસ ટાસ્ક ફોર્સ બનાવી હતી જેણે આ ડોન ક્યાં છુપાયો છે તેની કુંડળી કાઢી હતી.લોહિયાળ જંગ: જલિસ્કો રાજ્યના ટપાલપા નામના ગામમાં જ્યારે સેના ત્રાટકી ત્યારે સામસામે ભયાનક ગોળીબાર થયો. આ જંગમાં અલ મેન્ચો ગંભીર રીતે ઘાયલ થયો અને મેક્સિકો સિટી લઈ જતા રસ્તામાં જ તેણે દમ તોડી દીધો.જપ્ત કરાયેલા હથિયારો: સેનાએ ઘટનાસ્થળેથી બખ્તરબંધ ગાડીઓ, રોકેટ લોન્ચર અને ખતરનાક હથિયારોનો જથ્થો જપ્ત કર્યો છે.ટ્રમ્પ સરકાર અને ભારત પર અસરફેબ્રુઆરી 2025માં
ટ્રમ્પ સરકારે આ કાર્ટેલને આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન જાહેર કરી દીધું હતું. ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા પછી ડ્રગ માફિયાઓને નેસ્તનાબૂદ કરવા માટે ભારે દબાણ લાવવામાં આવ્યું છે.ભારત માટે રાહતના સમાચાર:તમને થશે કે મેક્સિકોના ગુંડાના મરવાથી ભારતને શું લેવા-દેવા?ગ્લોબલ કનેક્શન: તપાસમાં જાણવા મળ્યું છે કે ભારતના દરિયાઈ માર્ગે જે ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે તેની પાછળ આ મેક્સિકન કાર્ટેલનો હાથ હતો.મોટું કન્સાઇનમેન્ટ: 25 નવેમ્બર 2024ના રોજ આંદામાન નિકોબાર ટાપુ પાસેથી 6000 કિલો ડ્રગ્સ પકડાયું હતું, જેની કિંમત આશરે 6000 કરોડ રૂપિયા હતી. આની પાછળ અલ મેન્ચો અને ચાઈનીઝ માફિયાઓનું નેટવર્ક હતું.પરિણામ: અલ મેન્ચોના ખતમ થવાથી ભારત વિરુદ્ધ ખેલાઈ રહેલા ગ્લોબલ ડ્રગ્સ રેકેટની કમર તૂટી ગઈ છે.ડ્રગ્સ વિરુદ્ધની લડાઈ જીતવા માટે બે મોરચે લડવું પડે: એક તરફ આવા માફિયાઓનો અંત લાવવો પડે અને બીજી તરફ ડ્રગ્સના વ્યસન વિરુદ્ધ ઝુંબેશ ચલાવવી પડે. હવે આપણે બીજા એક વ્યસન વિશે વાત કરીએ, એ વ્યસન છે બાળકોના હાથમાં મોબાઈલ. આ વિષય પર વિગતવાર વાત કરીશ, પણ અત્યારે સમય થયો છે એક મિનિટના વિરામનો.