આખરે કેમ બચ્ચન પરિવારના એકમાત્ર પુત્ર અભિષેક બચ્ચને પોતાની લક્ઝરી પ્રોપર્ટી વેચવી પડી?હાલમાં એક મોટી ખબર સામે આવી છે કે અમિતાભ બચ્ચનના પુત્ર અને જાણીતા અભિનેતા અભિષેક બચ્ચને મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં આવેલી પોતાની ડુપ્લેક્સ લક્ઝરી એપાર્ટમેન્ટ વેચી દીધી છે.
આ સમાચારથી ચાહકોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.માહિતી મુજબ આ પ્રોપર્ટી ડીલ 12 ફેબ્રુઆરી 2026ના રોજ સત્તાવાર રીતે રજીસ્ટર થઈ હતી. આ એપાર્ટમેન્ટ મુંબઈના પ્રીમિયમ રહેણાંક પ્રોજેક્ટ પ્લેનેટ ગોદરેજના ટાવર ફોર સ્ટ્રાટામાં આવેલી હતી.આ ડુપ્લેક્સ ફ્લેટ ટાવરની 40મી અને 41મી માળ પર આવેલો હતો. કુલ કાર્પેટ વિસ્તાર આશરે 2250 ચોરસ ફૂટ હતો. આ પ્રોપર્ટી લગભગ 14.5 કરોડ રૂપિયામાં વેચાઈ હોવાનું જણાવાય છે.
સોદામાં ત્રણ કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ હતા, જે લક્ઝરી પ્રોજેક્ટમાં પ્રોપર્ટીની કિંમત વધારવામાં મહત્વપૂર્ણ ગણાય છે.આ સોદા પર ખરીદદારે અંદાજે 89 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી છે.આ પ્રોપર્ટી શ્રી મંડાવત અને સિમિતા મહેતાએ ખરીદી છે. અહેવાલ મુજબ તેઓ એક પ્રાઈવેટ ઇક્વિટી ફર્મ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે.
આ ડીલ પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે મુંબઈના લક્ઝરી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હવે કોર્પોરેટ અને ફાઇનાન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા હાઈ પ્રોફાઇલ ખરીદદારોની ભાગીદારી સતત વધી રહી છે.કામની વાત કરીએ તો અભિષેક બચ્ચન છેલ્લે હાઉસફુલ ફાઈવ ફિલ્મમાં મોટા પડદા પર જોવા મળ્યા હતા. ઓટીટી પર તેમની કાલિધર લાપતા ફિલ્મ પણ રિલીઝ થઈ હતી.આવનારા સમયમાં તેઓ બે મોટી ફિલ્મોમાં જોવા મળશે. પ્રથમ ફિલ્મ રાજા શિવાજી અને બીજી કિંગ છે. આ બંને ફિલ્મોમાં તેઓ મહત્વની ભૂમિકામાં નજર આવશે.હાલ તો પ્રોપર્ટી વેચાણને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે, પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી.