Cli

‘બીજી’ ધમકી મળ્યા પછી રોહિત શેટ્ટીએ પોતાના એકમાત્ર પુત્ર ઇશાનને વિદેશ મોકલ્યો?

Uncategorized

Rohit Shetty પર થયેલી ગોળીબારીની ઘટનાના બાદ તેઓ પ્રથમ વખત જાહેરમાં જોવા મળ્યા. તાજેતરમાં તેઓ મુંબઈ એરપોર્ટ પર પોતાના પુત્ર સાથે નજરે પડ્યા.Lawrence Bishnoi ગેંગ તરફથી ધમકીઓ મળ્યાના અહેવાલો વચ્ચે અને ઘર બહાર થયેલી ફાયરિંગ પછી આખું બોલિવૂડ ડરી ગયું છે. કહેવામાં આવે છે કે મહિનાની શરૂઆતમાં રોહિત શેટ્ટીના ઘરની બહાર પાંચ રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી હતી. મુંબઈ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

અને કેટલાક આરોપીઓને ધરપકડ પણ કરી છે.ગોળીબારીની ઘટનાના લગભગ ૧૨ દિવસ બાદ રોહિત શેટ્ટી મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયા. તેઓ કોઈ ઇવેન્ટ માટે નહીં પરંતુ પોતાના પુત્ર ઈશાન શેટ્ટીને વિદેશ મોકલવા આવ્યા હતા. એરપોર્ટ પર રોહિત ભારે સુરક્ષા વચ્ચે જોવા મળ્યા. તેમની આસપાસ બોડીગાર્ડ્સની ફોજ હતી અને ફોટોગ્રાફર્સને દૂર રહેવા સૂચના આપવામાં આવી હતી.

ઈશાન ગાડીમાંથી ઉતરીને પિતા રોહિતનો આશીર્વાદ લેતા જોવા મળ્યા. રોહિતે તેમને ગળે લગાવી પ્રેમથી વિદાય આપી. આ દરમિયાન રોહિતના ચહેરા પર ગંભીરતા સ્પષ્ટ દેખાઈ રહી હતી.તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી. કેટલાક લોકોએ ઈશાનના વ્યક્તિત્વ અને સંસ્કારોની પ્રશંસા કરી, તો કેટલાકે અનુમાન લગાવ્યું કે ધમકીઓના કારણે રોહિતે પોતાના પુત્રને સુરક્ષા માટે વિદેશ મોકલી દીધો

.પરંતુ હકીકત કંઈક અલગ છે. ઈશાન શેટ્ટી પહેલાથી જ લંડનમાં ફિલ્મ અભ્યાસ કરી રહ્યા છે. તેઓ લંડનની સેન્ટ્રલ ફિલ્મ સ્કૂલમાં ફિલ્મ સ્ટડીઝનો અભ્યાસ કરે છે. રજાઓ માટે તેઓ પરિવાર પાસે આવ્યા હતા અને રજા પૂર્ણ થતા ફરી લંડન પરત ગયા છે.અટલેકે, રોહિત શેટ્ટીએ ધમકીઓના ડરથી પુત્રને વિદેશ મોકલ્યો નથી. તેઓ માત્ર પિતાની ફરજ તરીકે પોતાના દીકરાને એરપોર્ટ સુધી મુકવા આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *