વેલેન્ટાઇન ડે પર પ્રિયંકા અને નિકના સંબંધોને લઈને સૌથી મોટો દાવો સામે આવ્યો છે. પ્રેમના આ ખાસ દિવસે બંનેના સંબંધોની સચ્ચાઈ અંગે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. લગ્નના 8 વર્ષ બાદ શું ખરેખર માલતીના મમ્મી પપ્પા વચ્ચે કોઈ ઇશ્યુ ચાલી રહ્યા છે તેવા સવાલો ઊભા થયા છે. તલાકની ચર્ચાઓ વચ્ચે સોશિયલ મીડિયા પર છવાયેલો સન્નાટો લોકોને ચોંકાવી રહ્યો છે. ત્યારબાદ ફરી એકવાર દેશી ગર્લની શાદી તૂટવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.હા, વેલેન્ટાઇનના ખાસ અવસર પર બોલીવુડની દેશી ગર્લ એટલે કે Priyanka Chopra અને Nick Jonas ના સંબંધોને લઈને લોકો વિવિધ પ્રકારના દાવા કરવા લાગ્યા છે. પ્રેમના દિવસે પ્રિયંકાના Instagram પર નિક માટે કોઈ ખાસ પોસ્ટ કે રોમેન્ટિક નોટ જોવા ન મળતાં
લોકોએ તલાકની વાયરલ ચર્ચાઓ પર વધુ વિશ્વાસ કરવો શરૂ કર્યો છે.ક્યારેક પાર્કમાં સાથે સમય પસાર કરવાથી લઈને સમુદ્ર કિનારે ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કરતા સુધી, પ્રિયંકા અને નિક હંમેશા એકબીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવતા જોવા મળ્યા છે. માલતીના મમ્મી પપ્પાની સોશિયલ મીડિયા પર આવતી રોમેન્ટિક તસવીરો જોઈને દરેક દિવસ વેલેન્ટાઇન જેવો લાગતો હતો. પરંતુ આ વખતે પ્રેમના દિવસે પ્રિયંકાનો Instagram સૂકો જોવા મળતાં લોકોએ તેમના વૈવાહિક જીવનમાં ગડબડ હોવાના દાવા ફરી શરૂ કરી દીધા છે.અવારનવાર નિક પર પ્રેમ વરસાવતી પ્રિયંકા વેલેન્ટાઇનના દિવસે એક્ટિવ ન દેખાતા લોકોને વાતો બનાવવા મોકો મળી ગયો છે.
E-24 દ્વારા છેલ્લા બે દિવસથી અપડેટ આપવામાં આવી રહી હતી કે લગ્નના 8 વર્ષ બાદ પ્રિયંકા અને નિકના સંબંધોમાં તણાવની ખબરોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કેટલાક દાવા મુજબ બંને ફક્ત હેપ્પી કપલ હોવાનો નાટક કરે છે અને હકીકતમાં બંને વચ્ચે પ્રેમ કે સન્માન નથી.પરંતુ આ વાયરલ દાવાઓ વચ્ચે પ્રિયંકાએ પોતાનું મૌન તોડી સ્પષ્ટ શબ્દોમાં પોતાના સંબંધોની સચ્ચાઈ દુનિયા સામે મૂકી હતી. તેમણે જણાવ્યું હતું કે લગ્નના આઠ વર્ષોમાં દરરોજ તેમણે નિક સાથે હોવાનો આનંદ અનુભવ્યો છે અને નિક સાથે હોવા બદલ પોતાને ખૂબ ધન્ય માને છે.
પ્રિયંકાએ નિકની અનેક ખાસિયતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમના આ નિવેદન બાદ ઘણા લોકોએ બંનેના સંબંધોની ઊંડાઈ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.છતાં પણ કેટલાક લોકો ટ્રોલિંગ ચાલુ રાખીને વેલેન્ટાઇનના દિવસે નિક માટે ખાસ પોસ્ટ ન મુકવાને લઈને ફરી ચર્ચાઓ શરૂ કરી દીધી છે.
પરંતુ વાયરલ દાવાઓ અને અટકળો ભલે કેટલીય હોય, પ્રિયંકા અને નિક વચ્ચેનો પ્રેમ કેટલો સાચો અને ગાઢ છે તે વાત સૌ જાણે છે. અને વેલેન્ટાઇન ડે પર સોશિયલ મીડિયા પર પોસ્ટ ન કરવી એ સંપૂર્ણપણે તેમની વ્યક્તિગત પસંદગી છે કે તેઓ પોતાની ખાનગી જિંદગી કેટલા અંશે લોકો સામે મૂકે.