Cli

પોલીસ જેને અકસ્માત માની રહી હતી, પણ તે સાજિશ છે તે કેવી રીતે ખબર પડી?

Uncategorized

હજી તેની ઉંમર માત્ર 22 વર્ષ હતી અને તે રાજકોટના ભાયાવદરમાં રહેતો હતો. તેને વિદેશ જવું હતું અને વિદેશમાં જે લાખો રૂપિયા કમાવવા હતા પણ વિદેશ જવા માટે તેને લાખો રૂપિયાની જરૂર હતી અને તેની પાસે લાખો રૂપિયા નહોતા અને આ લાખો રૂપિયાની વ્યવસ્થા કરવા માટે તેણે એક મર્ડરનું પ્લાનિંગ કર્યું પણ તેને ખબર નહોતી કે આ મર્ડરના પ્લાનિંગ પછી આવનાર પૈસા તેને મળશે કે નહીં તેની તેને ખબર નહોતી પરંતુ રાજકોટની ગ્રામ્ય પોલીસે આ મર્ડર પ્લાનને ઊંધો પાડી દીધો અને આરોપીને ઝડપી લીધો. આ યુવાને કોનું મર્ડર પ્લાન કર્યું હતું કોનું મર્ડર કર્યું હતું કેવી રીતના કર્યું હતું અને કેવી રીતના પોલીસ આરોપી સુધી પહોંચી તેની વિગતવાર વાત હું

તમને ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળમાં કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે નમસ્કાર તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સ્ટોરી બાય પ્રસાદ પ્રશાંત દયાળ અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે રાજકોટના ભાયાવદરમાં રાજકોટના ભાયાવદરમાં રહેતો રામદેવ જો હજી તેની ઉંમર 22 વર્ષની હતી તેને વિદેશ જવું હતું પણ વિદેશ જવું મુશ્કેલ કામ હતું કારણ કે વિદેશ જવા માટે તેને 15 થી 20 લાખ રૂપિયાની જરૂર હતી આરામદે પૈસાની વિતરણમાં હતો પણ પૈસાની વ્યવસ્થા થઈ રહી નહતી તેની પાસે ખેતીવાડી હતી તેના પિતા તા કાનાજો ખેડું હતા જમીન હતી અને ખેતી પણ સારી થઈ રહી હતી પણ પૈસા આવશે ક્યાંથી તેવો પ્રશ્ન તેના મનમાં સતત ઘમરોળાયા કરતો હતો આ દરમિયાન રાજકોટ ગ્રામ્ય પોલીસના કંટ્રોલ રૂમને એક સંદેશો મળે છે અને સંદેશો કરનાર વિરમજોગ પોલીસને જાણકારી આપે છે કે મારા કાકા કાનાજોગ ઢાક ગામ પાસેથી મોટરસાઈકલ ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું મોટરસાયકલ સ્લીપ થાય છે તેમને ગંભીર ઈજા પહોંચે છે

હું તેમને અમારી વાડીએ લઈ આવ્યો છું હવે તેમનું મોત નીપજ્યું છે કંટ્રોલ રૂમને મળેલા આ સંદેશ આ પછી કંટ્રોલ રૂમ ભાયાવદરના પોલીસ ઇન્સ્પેક્ટર વીસી પરમારને જાણ કરે છે વીસી પરમાર ઘટનાસ્થળે પહોંચે છે કાનાજોગની વાડીએ પહોંચે છે કાનાજોગનો મૃતદેહ પડ્યો હતો તેની બાજુમાં તેમનો ભતરીજો વિરમજોગ હતો વિરમજોગની પૂછપરજ કરવામાં આવી ત્યારે વિરમજોગે જાણકારી આપી કે મારા કાકા ઢાક ગામ પાસેથી પોતાની મોટરસાયકલ ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમનું મોટરસાયકલ સ્લીપ થાય છે જેમાં તેમને ઈજા પહોંચે છે આ બનાવની જાણકારી મળી એટલે હું ત્યાં પહોંચ્યો અને કાકાને મોટરસાયકલ ઉપર બેસાડી વાડીએ લાવ્યો અને ત્યાં કાકાનું મોત નીપજ્યું છે તૂટેલી મોટરસાયકલ બપોરનો સમય લગભગ અઢી વાગ્યા હતા પોલીસ વિમાસણમાં પડી કે તૂટેલી મોટરસાયકલ ઉપર આ યુવાન પોતાના કાકાને કેવી રીત નહી લઈ આવ્યો હશે અનેક શંકાઓ તો હતી છતાં મામલો મૃત્યુનો હતો એટલે પોલીસ ઇન્સ્પેક્ટર વીસી પરમાર ઘટનાસ્થળે પહોંચે છે એટલે જ્યાં વિરમનો દાવો હતો કે કાકાને અકસ્માત નળ્યો ત્યાં જઈને જુવે તો થોડું આશ્ચર્ય થાય છે કે ઘટનાસ્થળે અકસ્માત થયો હોય એવા કોઈ ચિન્હ નહોતા હા એ વાત સાચી છે કે મોટરસાયકલમાં થોડુંક નુકસાન હતું ફરીતે કાનાજોગની વાડીએ આવે છે મૃતદેહ જોવે છે જો અકસ્માત થયો હોય તો મોટરસાયકલ પર સવાર વ્યક્તિને હાથ પગ કે ઘૂટણ કે કોણી છોલાઈ જાય જ્યારે કાના જોગને આ કોઈ પ્રકારની ઈજાઓ નહોતી માત માત્ર તેમના માથામાં કોઈ ધારદાર વસ્તુ વાગી હોય અને મોત નીપજ્યું હોય તેવું લાગી રહ્યું હતું શંકા તો અનેક હતી

પણ સૌથી મજબૂત શંકા એ હતી કે જ્યાંથી અકસ્માત નળ્યો ત્યાંથી વિરમ પોતાના કાકાને લઈને આવ્યો તો વચ્ચે ગામ આવતું હતું વચ્ચે દવાખાનું આવતું હતું પણ વિરમ પોતાના કાકાને ગામમાં કે દવાખાને લઈ જવાને બદલે વાળીએ કેમ લઈ આવ્યો આમ પ્રશ્નના ઉત્તર હજી પોલીસને શોધવાના બાકી હતા જ્યારે કાનાજોગના ઘરમાં કોણ કોણ છે તેની જાણકારી મેળવી ત્યારે ખબર પડી કે તેમનો એક દીકરો છે જેનું નામ છે રામદેવજોગ તે ઉપલેટા મગફળી વેચવા ગયો છે ટ્રેક્ટર લઈને પોલીસે તેનો સંપર્ક કર્યો અને રામદેવને ભાયાવદર બોલાવ્યો આ મામલાની તપાસ કરી રહેલી પોલીસ પછી કેશ પંચનામું કરે છે અને મૃતદેને હોસ્પિટલ મોકલે છે આ આખી ઘટનાનું સુપરવિઝન કરી રહ્યા હતા એએસપી સિમરન ભારદ્વાજ તેમણે કેટલીક સૂચના પોલીસ અધિકારીઓને આપી અને પોલીસ તે દિશામાં આગળ વધી ત્યારે પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરનું પણ કહેવું એવું હતું આ અકસ્માત નથી આ હત્યા છે કારણ કે અકસ્માત થાય તો ઈજાના પ્રકાર જુદા હોય છે જ્યારે આ વ્યક્તિ એટલે કે કાના જોગના માથામાં કોઈ તીક્ષ્ણ હથિયારથી વાર કરવામાં માં આવ્યું હોય તે પ્રકારનું નિશાન છે પોલીસ ઇન્સ્પેક્ટર પરમાર વિરમને અને રામદેવને બોલાવે છે તેમની પૂછપરછ કરે છે વિરમ બહુ સ્માર્ટ હતો વિરમ અલગ અલગ કહાનીઓ કહી રહ્યો હતો અને અત્યારે પોલીસ પાસે તેની કહાનીઓ સાંભળવા સિવાય કોઈ રસ્તો નહતો કારણ કે તેમના ઘરમાં મૃત્યુ થયું હતું આ ઘટનાને 24 કલાક વીતી જાય છે પછી ફરી વખત વિરમ અને રામદેવને પોલીસ સ્ટેશન ને બોલાવી વિગતે પૂછપરછ થાય છે ત્યારે એક નવો ઘટસ્ફોટ થાય છે. વિરમ પોલીસના સવાલોનો જવાબ આપી શકતો નથી કારણ કે તે ખોટું બોલી રહ્યો હતો અને તે કબૂલ કરે છે

મેં જ મારા કાકા કાનાજોગની હત્યા કરી છે કારણ કારણ મારા ભાઈ એટલે કે કાનાજોગના દીકરા રામદે કામ આપ્યું હતું કે પિતાનું કામ પૂરું કર તો તને એક લાખ રૂપિયા આપીશ અને જિંદગીભર તારા ખાવા પીવાની વ્યવસ્થા કરી દઈશ આમ સૌથી પહેલા કાના જોગનો ભતરીજો વિરમજોગ મોડું ખોલે છે અને કબૂલ કરે છે હત્યા મેં કરી છે અને હત્યા પોતાના બાપની સગા બાપની હત્યા પુત્રે જ કરાવી હતી હવે રામદેવનો વખત તો રામદેવની પૂછપરજ શરૂ થાય છે રામદેવને કોઈકે એવું કહ્યું હતું કે ઇઝરાયલની અંદર ત્યારે ખેડૂતો ખૂબ કમાય છે જો તું ઇઝરાયેલ પહોંચી જઈશ તો મહિને અઢી ત્રણ ચાર લાખ રૂપિયા તો આરામથી કમાઈ લઈશ પણ ઇઝરાયેલ જવા માટે 15 થી 20 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે રામદેવ પૈસાની મથામણમાં દોડે છે પણ તેને ક્યાંયથી પૈસા મળતા નથી ત્યારે તેને ઝપકારો થાય છે કે તેના પિતાએ એડીએફસી બેંકમાંથી વીમો લીધો છે અને આ વીમાની રકમ 60 થી 70 લાખ રૂપિયા છે જો પિતાનું મોત થાય તો 60 થી 70 લાખ રૂપિયા આવશે જેમાંથી એક લાખ રૂપિયા પોતાના પિત્રા ભાઈને આપી દઈશ અને પછી તેમાંથી ઇઝરાયેલ જતો રહીશ અને ત્યાં હું ખેતી કરીશ આમ હવે રામદેવ પણ પોલીસની પકડમાં આવી ગયો પિતાના વીમા માટે તેણે પોતાના પિત્રાભાઈ પાસે હત્યા કરાવી

આ મામલે વિરમ અને રામદેવની પોલીસે ધર ધરપકડ કરી પણ આખા મામલે એએસપી સિમરન ભારદ્વાજે શું કહ્યું તે પણ તમે સાંભળી લો ગઈ તારીખ 9/1/ 2025 ના રોજ રાજકોટ રૂરલ કંટ્રોલ રૂમમાં એક વર્દી આવી હતી જેમાં બેસિસમાં આપણે એકબીએનએસ 103 મુજબ ગુના ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની હકીકત એવી રીત છે કે મરણ જનાર કાનાભાઈ મેરુભાઈ જોગ ઉમ્ર 50 એનું મૃતદેહ પુલીસને એની જ વાડીમાં માં મળ્યો હતો. શરૂઆતમાં આપણે પ્રાયમરી ઇન્ફોર્મેશન આ હતી કે એનો કદાચ કંઈ એક્સિડન્ટ થઈ ગયો છે મોટર વહીકલ એક્સિડન્ટ તપાસ પછી આ સામે આવ્યું કે મરણજનારનો સગો ભતીજો વિરમભાઈ ભૂપતભાઈ જોગ અને એનો જ સગો દીકરો રામદેવ કાનાભાઈ જોગ બંને સાથે મળી કાવતરું રચી આ અકસ્માતનો બનાવ ઉપજાવી કાઢેલ છે

અને આરોપીઓની ત્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે પતા આ સામે આવ્યું કે મરંજનાર ના દીકરાને ઇઝરાયેલ જવાનું પ્લાન હતું એને ત્યાં ફોરેનમાં સેટલ હોવાનું હતું આ લઈને આ જુદી જુદી જગ્યાઓથી પેસોનો વ્યવસ્થા કરતું હતું છેલ્લા એક વર્ષથી એને પિતાની એક વીમા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતીએડીએફસીની જે જેની કુલ વેલ્યુ લગભગ 60 થી 17 લાખની હતી તો એને દરેક રાસ્તુ ટ્રાય કર્યું અને પછી જ્યાર સુધી એના પાસે નાણા છે આખા ઇકઠ્ઠા નહીં થયા ત્યારે એને આપણે વિરમભાઈ સાથે મળીને એક પ્લાન બનાવ્યું કે કાનાભાઈના મર્ડર કરીને અને પછી જે ઇન્સ્યોરન્સના પૈસા મળીએ આ યુઝ કરીને એને ઇઝરાયેલ સેટલ થવા જાનું છે તો એને બે વખતે મર્ડર કરવાની ટ્રાય કી પહેલી વખતે એને આપણે પિતાને ઝેર આપવાની કોશિશ કી આ ફેલ થઈ ગયું હતું

અને એના પછી આ બંને જો છે આ એક્સિડન્ટ તરીકેનો બના નાવ બતાવીને આપણે એક વાડીમાં જ મોદૂદ કુહાડીથી કાનાભાઈનું મર્ડર વિરમભાઈ કરી દીધુંને ઇઝરાલ જવું કોઈ એકને જવું એમાંથી એના જો દીકરો છે રામદેવ કાનાભાઈ જો એને જ ઇઝરાયેલ જઈને સેટલ હોવાનું છે અને વિરમભાઈને એને આ લાલચ આપ્યું કે હું તમને એક લાખ રૂપિયા અને તમારી આખી જિંદગી સુધી ભોજન આપું આ ઝેર ક્યારે આપ્યું તમે ઝેર એનાથી બે ત્રણ દિવસ પહેલા જ મેસેજ શું પોલીસ તરફથી જો વિદેશ જવા વાની કે ઈચ્છા લોકોને છે અને મદદ કરી શકે છે. તો એમાં આ એ જ મેસેજ છે કે સમાજ તરીકે આપણે જે લીગલ તરીકા છે એથી બધું કરવાનું છે. બેંકની તરફથી બધું લોન મળે છે કરિયર માટે આપણી પ્રોગ્રેસ માટે તો એનો ઉપયોગ કરવાનું છે.

મેડમ ખાસ કરીને પોલીસને કઈ રીતે જાણતી કે આખો બનાવ છે તે હત્યાનો છે કારણ કે પહેલા એક્સિડન્ટ કહેવામાં આવતું કઈ રીતે આ તો એક્સિડન્ટની જ્યારે આપણે ખબર મળી ત્યારે આપણા પીઆઈ શ્રી ભાયાવદરના વીસી પરમાર અને પીએસઆઈ રાખોલિયા શ્રી ત્યાં જ તરત જ સ્થળમાં પહોંચ્યા ત્યારે એને શકમંત લાગ્યું કે એવી ઇન્જરી જો છે જોવામાં નહીં આવી રહી છે ઇન્જરીની પછી તપાસ કરવાઈ અને ડોક્ટરશ્રીથી ઓપિનિયનથી આ મળવામાં આવ્યું કે આ ઇન્જરી અકસ્માતમાં ના થાય ત્યારબાદ તપાસ દરમિયાન સ્થળ તપાસ દરમિયાન અને આરોપીની પૂછપરજ બાદ આ જાણવામાં આવ્યું કે આ એક કાવતરું હતું અમે અનેક વખત સ્ટોરીમાં કહીએ છીએ કે વિદેશ જવું પૈસાદાર થવું અથવા પૈસાદાર થવાનો વિચાર આવવું એ ખોટું નથી પણ વિદેશ જવા માટે કે પૈસાદાર થવા માટે જે શોર્ટકટ અપનાવીએ છે એ આજે નહી તો કાલે ચોક્કસ જેલમાં મોકલી આપે છે જો તમારે પણ વિદેશ જવું હોય તો નિયતિએ નક્કી કરેલા માર્ગે જજો નિયતિએ નક્કી કરેલા પવિત્ર કામ કરીને જજો આ પ્રકારે શોર્ટકટ અપનાવશો તો મુશ્કેલીમાં મુકાશો તો આ સ્ટોરી વિશે તમારો મત શું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો નમસ્કાર ૐ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *