અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટર પર ઈડીના દરોડા શહેરના જુદા જુદા છ સ્થળ પર ઈડીએ કાર્યવાહી કરી ઈડીના સપાટામાં 31 બેંક ખાતા ફ્રીઝ કરાયા લાખોની રોકડ અને મહત્વના ડિજિટલ પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે વિદેશી નાગરિકોને ઠગવાના કોલ સેન્ટર રેકેટનો ખુલાસો થયો ફેક કોલ્સ અને
ઓનલાઇન ફ્રોડ દ્વારા કરોડોની ઠગાઈ કરાય દરોડા દરમિયાન મહત્વના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા એડની તપાસ હજુ ચાલુ છે વધુ ખુલાસાની શક્યતા છે ફેક કોલ્સ અને ઓનલાઇન ફ્રોડ કરીને કરોડોની ઠગાઈ કરનાર કોલ સેન્ટર પર દરોડાની કાર્યવાહી દરમિયાન કેટલાય પુરાવા મળી આવ્યા છે હાલ તો આ પુરાવાની વધુ તપાસ કરતા વધુ ઘટસ્ફોટ થઈ શકે
તેવી પણ શક્યતા વર્તાઈ રહી છે. હાલ પુરાવાની ચકાસણી ચાલી રહી છે. ગેરકાયદે કોલ સેન્ટર પર ઈડીએ દરોડા પાડ્યા અને ત્યાંથી કેટલાક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. શહેરના જુદા જુદા છ સ્થળ પર ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે.
આ દરોડા દરમિયાન 31 બેંક ખાતા પણ ફ્રીઝ કરવામાં આવ્યા લાખોની રોકડ અને મહત્વના ડિજિટલ પુરાવા પણ જપ્ત કરાયા છે. આ ડિજિટલ પુરાવા થકી એ ઠગાઈનું પગેરું શોધવામાં આવશે. વિદેશી નાગરિકોને જે રીતે ઠગવામાં આવતા હતા અને કરોડો રૂપિયા આજે ખિસ્સામાં ખેરવી લીધા છે તે તમામની હવે તવાઈ બોલાવાશે.