કોમેડી કિંગ તરીકે ઓળખાતા પ્રસિદ્ધ અભિનેતા રાજપાલ યાદવ હાલ ગંભીર મુશ્કેલીમાં ફસાયા છે. ચેક બાઉન્સના કેસમાં તેમને તિહાડ જેલ મોકલવામાં આવ્યા છે. આ સમાચાર સાંભળીને તેમના ફેન્સને ભારે આશ્ચર્ય અને ચિંતા થઈ છે.આ સમગ્ર મામલો વર્ષ 2010થી શરૂ થાય છે. રાજપાલ યાદવે પોતાની પહેલી નિર્દેશિત ફિલ્મ અતા પતા લાપતા બનાવવા માટે દિલ્હીની મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની પાસેથી 5 કરોડ રૂપિયાનું લોન લીધું હતું.
ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી, જેના કારણે તેઓ લોન પરત ચૂકવી શક્યા નહીં. ત્યારબાદ આ મામલો કાનૂની લડાઈમાં ફેરવાયો.એપ્રિલ 2018માં મેજિસ્ટ્રેટ કોર્ટે રાજપાલ યાદવ અને તેમની પત્ની રાધાને દોષી ઠેરવ્યા હતા અને અભિનેતાને 6 મહિનાની જેલની સજા સંભળાવી હતી. જોકે, દિલ્હી હાઇકોર્ટે તેમની સજા પર સ્ટે આપ્યો હતો અને લગભગ 9 કરોડ રૂપિયા ઝડપથી ચૂકવવાના આદેશ આપ્યા હતા. પરંતુ વારંવાર ચેતવણી છતાં પણ રાજપાલ યાદવ કંપનીને રકમ પરત આપી શક્યા નહીં.આખરે વર્ષ 2026માં તેમને તિહાડ જેલ મોકલવામાં આવ્યા.
5 ફેબ્રુઆરી 2026ના રોજ અંતિમ સુનાવણી દરમિયાન કોર્ટે આત્મસમર્પણનો આદેશ રદ કરવાની ના પાડી. તેમના વકીલે 25 લાખ રૂપિયાનો નવો ચેક રજૂ કર્યો હતો, છતાં પણ સજામાં કોઈ રાહત આપવામાં આવી નહીં. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કાયદાનો સન્માન દરેક વ્યક્તિ માટે જરૂરી છે, ભલે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ હોય કે નહીં, ખાસ છૂટ આપી શકાય નહીં.સુનાવણી દરમિયાન રાજપાલ યાદવના વકીલે એક અઠવાડિયાની વધુ મહેલત માગી હતી અને દાવો કર્યો હતો કે 50 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ છે અને જલ્દી ચુકવણી કરી દેવામાં આવશે.
પરંતુ અદાલતે આ દલીલો સ્વીકારી નહીં. પરિણામે, રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરી 2026ના રોજ નક્કી કરેલા સમયે જેલમાં આત્મસમર્પણ કર્યું.આ કેસ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881ની કલમ 138 એટલે કે ચેક બાઉન્સ સાથે સંબંધિત છે, જેમાં તેમને 2024માં દોષી ઠેરવવામાં આવ્યા હતા અને સજા પણ સંભળાવવામાં આવી હતી. અહેવાલો અનુસાર, અભિનેતે વારંવાર ચુકવણીના વચનો આપ્યા હતા, પરંતુ રકમ પરત ન આપવાને કારણે અદાલતે તેમને સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો.હાલ રાજપાલ યાદવ તિહાડ જેલમાં પોતાની 6 મહિનાની સજા ભોગવી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે યાદવ પરિવાર અને તેમના ચાહકો ભારે ચિંતામાં મુકાયા છે.