Cli

“હું અને મોદી બંને જાણીએ છીએ” રાહુલ ગાંધીના ખુલાસાથી હલચલ મચી ગઈ!

Uncategorized

સદનમાં જ્યારે પણ તમે બોલો છો ત્યારે તમને રોકી દેવામાં આવે છે. હું ત્રણ બાબતો બોલવા માંગું છું. તમે પણ લગાવી દો ને ભાઈ.પહેલી વાત તો બોલવા જ દેતા નથી. મોદીજી ઘબરાયેલા છે. તમે જોયું હશે કે જે ટ્રેડ ડીલ છેલ્લા ચાર મહિનાથી અટકી હતી, ચાર મહિનાથી કંઈ બદલાયું નહોતું. કોઈને કોઈ કારણ હતું, જે હું જાણું છું અને નરેન્દ્ર મોદી પણ જાણે છે.

નરેન્દ્ર મોદીજીએ ગઈકાલે સાંજે એ ડીલ પર સહી કરી દીધી. નરેન્દ્ર મોદીજી પર ભારે દબાણ છે. બહુ જ ભયંકર દબાણ છે.અને નરેન્દ્ર મોદીજીની જે ઇમેજનું ફુગ્ગું હજારો કરોડ રૂપિયા ખર્ચીને બનાવવામાં આવ્યું હતું, તે ફુટી શકે છે. ઇશ્યૂ આ નારો મારવાની સ્ટેટમેન્ટ નથી. આ તો સાઈડ શો છે અને એ પણ તેઓ જાણે છે. હું પણ જાણું છું. મુખ્ય વાત એ છે કે આપણા વડાપ્રધાનને કમપ્રોમાઇઝ કરવામાં આવ્યા છે. કોણે કર્યા છે, કેવી રીતે કર્યા છે, એ હિંદુસ્તાનની જનતાએ વિચારવું પડશે.પણ ઈતિહાસમાં પહેલી વાર એવું થયું છે કે એલઓપીને પ્રેસિડેનશિયલ એડ્રેસમાં બોલવા દેવામાં આવ્યો નથી.

બહાર બોલી દો, જે અંદર બોલવા દેતા નથી. એ તો આપમેળે થશે.પણ તમે આ સમજજો અને હિંદુસ્તાનના ખેડૂતો પણ સમજજો કે આ ટ્રેડ ડીલમાં તમારી મહેનતને, તમારા લોહી અને પસીનાને નરેન્દ્ર મોદીજીએ વેચી નાખ્યું છે. અને એ તેમણે એટલા માટે વેચ્યું છે કે તેઓ કમપ્રોમાઇઝ્ડ છે.

ફક્ત તમને જ નથી વેચ્યા, દેશને વેચ્યો છે. એટલા માટે મને ત્યાં બોલવા દેવામાં નથી આવતું.નરેન્દ્ર મોદીજી ડરી ગયા છે. કારણ કે જેમણે તેમની ઇમેજ બનાવી છે, એ જ લોકો હવે એ ઇમેજ ફોડવા લાગ્યા છે.તમે પૂછો છો કે વડાપ્રધાન પર દબાણ શું છે. એક તો અદાણીજી પર યુનાઇટેડ સ્ટેટ્સમાં કેસ છે. એ કેસ અદાણીજીને ટાર્ગેટ કરતો નથી,

એ નરેન્દ્ર મોદીના ફાઇનાન્સિયલ સ્ટ્રકચરને ટાર્ગેટ કરે છે. એ એક દબાણ છે.બીજું છે એપ્સ્ટાઇન ફાઇલ્સ. એપ્સ્ટાઇન ફાઇલ્સમાં હજી વધુ સામગ્રી છે, જે હજી રિલીઝ થઈ નથી. આ કારણે જ આ દબાણ હેઠળ એપ્સ્ટાઇન ફાઇલ્સમાં જે છે, જે આખો દેશ જાણવા માંગે છે, તે હજી અમેરિકા દ્વારા રિલીઝ કરવામાં આવ્યું નથી.અને બીજું, અદાણીજી પર જે કેસ છે, તે હકીકતમાં મોદીજી પરનો કેસ છે, કારણ કે એ ભાજપનું ફાઇનાન્સિયલ સ્ટ્રકચર છે. મોદીજીનું ફાઇનાન્સિયલ સ્ટ્રકચર છે. તો આ બે દબાણના પોઈન્ટ્સ છે.અને દેશે આ વાત સમજી લેવી જોઈએ કે આપણા વડાપ્રધાન કમપ્રોમાઇઝ્ડ છે.આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *