Cli

SP પ્રેમસુખ ડેલુંએ PGVCL અને પોલીસની ટીમો સાથે અસામાજિક તત્વોના ત્યાં પાડ્યા દરોડા!

Uncategorized

સુરેન્દ્રનગરના જિલ્લા પોલીસ અધીક્ષક પ્રેમસુખ ડેલુ કે જેમના નામથી અસામાજિક તત્વોમાં ભારે દહેશતનો માહોલ છે તો હવે થાનગઢના જામવાડી ગામમાં એસપી પ્રેમસુખ ડેલુએ ભૂમાફિયાઓ અને બુટલેગરોના મકાનમાં વીજ ચેકિંગ હાથ ધર્યું છે જેના કારણે થાનગઢ પંથકના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે આ કાર્યવાહીમાં એસપી પ્રેમસુખ ડેલુની સાથે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અને પીજીવીસીએલના કર્મચારીઓ જોડાયા હતા તો આવો

જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ [સંગીત] સુરેન્દ્રનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુએ થાનગઢ તાલુકાના જામવાડી ગામમાં ભૂમાફિયાઓ અને બુટલેગરોના ત્યાં વીજ કનેક્શનને લઈને તપાસ શરૂ કરી છે પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા આ એક સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એસપી પ્રેમસુખ ડેલુની આ કોમ્બિંગ ડ્રાઈવમાં 50 થી વધુ પીજીવીસીએલના અધિકારીઓ અને 250 થી વધારે પોલીસ કર્મીઓ જોડાયા હતા આ ટીમે ભૂમાફિયાઓના ઘરો પર દરોડા પાડીને વીજ ચોરી અંગે તપાસ હાથ ધરી હતી પોલીસની આ કાર્યવાહી દરમિયાન અસામાજિક તત્વોના ત્યાં અનેક ગેરકાયદેસર વીજ ચેકિંગ મળી આવ્યા હતા આ ઓપરેશન દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા કેટલાક વાહનો પણ હવે ડીટેન કરવામાં આવ્યા છે આવો સાંભળીએ આ સમગ્ર મામલે એસપી પ્રેમસુખ ડેલુએ શું કહ્યું છે આજે આપણે પીજીવીસીએલની ટીમના જે સીનિયર ઓફિસર છે આને સાથે મળીને અને જે થાનગઢ જ તાલુકા છે અને જામ ગામવાળી જે ગામ છે આમે જે ખનન માફિયાઓ અને બીજા જે બૂટ લેગરો જે છે અને જે ઘર છે

આ ઉપર સ્પેશયલ કોમ્બિંગની ડ્રાઈવ રાખવામાં આવેલ હતી અને આ જે ડ્રાઈવ હતી આ ડ્રાઈવ દરમિયાન લગભગ 50 ની આસપાસ પીજીવીએસલની ટીમ અને લગભગ 200 થી 250 ના આસપાસ પોલીસના અલગ અલગ રેન્કના અધિકારી શ્રી જેમે એએસપી અને ડીવાયએસપી લીમડી ડીવાએસપી ચોટીલા અને તમામ અલગ અલગ પોલીસ સ્ટેશનના પીઆઈ અને એલસીબી એસઓજીની ટીમ પણ સાથે મળીને અને અમે લોકો કારવાઈ કરી છે અને જે ઘણી બધી જગ્યા અમને જે વીજ ચોરીના જે મળી છે અને આ જે વીજ ચોરી જે છે આનો અત્યારે બધાનો એસ્ટિમેટ ચાલી રહ્યો છે અને મોટા પ્રમાણે જે ઘરોમે લોકોને ગેરકાયદેસર વીજ ચોરી અને આને સાથે સાથે બીજા જે વહીકલ આવે જે વહીકલ છે એ અને એ પણ અમે લોકો ડીટેન કર્યા છે અને આને અલાવા પણ બીજી જે પબ્લિકને જે ન્યુસેન્સ ફેલાવવા જે બીજા જે લોકલ જે બદમાશ જે તત્વ છે આ લોકો ઉપર પણ પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ જઈને આજ કામગીરી કરવામાં આવેલ છે

અને ફ્યુચરમાં પણ એવી રીતે અલગ અલગ જગ્યાએ કામગીરી થશે. સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ દ્વારા થોડાક સમય અગાઉ 633 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 633 ગામ છે સાથે જ બુટલેગરોની સંખ્યા પણ 633 છે. જિલ્લામાં પોલીસ સ્ટેશન મુજબ બુટલેગરોની આ યાદી જાહેર કરવામાં આવી હતી.

જે તે પોલીસ સ્ટેશનમાં જે પણ બુટલેગરનું નામ હશે તેના ઘરે દર એક મહિનામાં ઓછામાં ઓછા એક વખત દરોડા પાડવાનો આદેશ જિલ્લા પોલીસવાળા દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત દર મહિને બુટલેગરોની આ યાદી અપડેટ કરવાની પણ રહેશે. પોલીસની આ કાર્યવાહીથી સુરેન્દ્રનગરના બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોયા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોયા તો ફોલો કરો સાથે જ અમારી WhatsAppટપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *