ટીવીનાં જાણીતાં એક્ટર દિલીપ જોશીનાં દીકરાની વહુ સ્માર્ટનેસમાં અનેક હીરોઇનોને પાછળ પાડે એવી છે. આમ, વાત કરવામાં આવે તો દિલીપ જોશીનો પરિવાર બહુ મોટો નથી. તો તમે પણ આ તસવીરો જોઈ લો.તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનો પરિવાર બહુ મોટો નથી. દિલીપ જોશીનાં દીકરાનાં ઋત્વિકના શાહી અંદાજમાં લગ્ન થયા હતા. પ્રિવેડિંગથી લઈને લગ્નના દરેક ફંક્શનનું સેલિબ્રેશન શાહી અંદાજમાં કરવામાં આવ્યું હતું.
ઋત્વિકની વાઇફ કોઈ બી ટાઉન હસીનાથી ઓછી નથી. સ્માર્ટનેસમાં નંબર વન છે. આમ, આ તસવીરો જોઈને તમે પણ કહેશો કે સાચી વાત છે. દિલીપ જોશીની પુત્રવધૂ ઉન્નતિ ખૂબ જ સુંદર છે, જે એક ગુજરાતી પરિવારમાંથી આવે છે. દિલીપ જોશીની પુત્ર વધુ પણ થિયેટર સાથે જોડાયેલી છે.
દિલીપ જોશીના દીકરાની આ તસવીરમાં તમે જોઈ શકો છો કે વહુ મહેંદી લગાવી રહી છે. લગ્નની મહેંદી રસમમાં વહુએ ગ્રીન અને મર્જેન્ટા કલરનો હેવી લહેંગો કેરી કર્યો હતો. હલ્દીમાં યલો અને ઓફ વ્હાઇટ ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો હતો. ઋત્વિકની પત્ની ખૂબ ક્યૂટ લાગી રહી છે. બન્નેની જોડી મસ્ત લાગી રહી છે.
જેઠાલાલે દીકરાનાં લગ્ન પૂરી રીતે ગુજરાતી સ્ટાઇલમાં કરવામાં આવ્યા હતા. દરેક ફંક્શનમાં ગુજરાતી રીતિ-રિવાજો અનુસાર જોવા મળ્યા હતા. દિલીપ જોશીની કેમિસ્ટ્રી પત્ની સાથે ખૂબ કમાલની છે. રિયલ લાઇફમાં જેઠાલાલ અને એમની પત્નીને પણ ગજબનું બોન્ડિંગ છે. જો કે આ તસવીરો જોઈને ફેન્સ ખૂબ ખુશ થઈ રહ્યા છે. દીકરાનાં લગ્નમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. તેમના દીકરાના લગ્ન 2023માં થયા હતા.
ઋત્વિક જોશી પણ એક એક્ટર છે. એક્ટર ધમાકા ફિલ્મમાં જોવા મળ્યાં હતાં. આટલું જ નહીં દિલીપ જોશીનાં દીકરા એક સ્ક્રીન રાઈટર પણ છે. આ સાથે એક્ટરે અનેક પ્રોજેક્ટ્સ પર કામ પણ કર્યું છે. રિપોટ્સ અનુસાર દિલીપ જોશીનો દીકરો અને પુત્રવધૂ બંને ઇન્સ્ટાગ્રામ પર નથી.જો કે લગ્નની તસવીરોથી લઇને બીજા વીડિયો તેમના મિત્રોએ શેર કર્યા છે. આમ, વાત કરવામાં આવે તો દિલીપ જોશી એટલે કે જેઠાલાલ આજે પણ લાખો લોકોનાં દિલમાં રાજ કરે છે. તારક મહેતામાં જેઠાલાલની એક્ટિંગ જોઇને હંમેશા ફેન્સ ફિદા થઇ જતા હોય છે.