પોપ્યુલર ઇન્ફ્લુએન્સરની ખુશીઓ પર અચાનક બૂરી નજર લાગી હોય તેવી ઘટના સામે આવી છે. બિગ બોસના એક્સ કન્ટેસ્ટન્ટ સાથે વિશ્વાસઘાત થયો હોવાનો આરોપ સામે આવ્યો છે. લગ્નના વર્ષો બાદ પતિએ ચીટિંગ કર્યું હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા સ્ટારનો દુખદર્દ સામે આવ્યું છે. પતિની બેવફાઈના પુરાવા જાહેર કરાયા છે. રડતાં રડતાં મદદની અપીલ કરવામાં આવી છે. દુખમાં ડૂબેલી સોશિયલ મીડિયા સ્ટાર નજરે પડી છે. ઘરના કિચનમાં તોડફોડની ઘટના પણ સામે આવી છે. આ સમગ્ર ઘટનાનો અસર તેમના એકમાત્ર પુત્ર પર પણ પડ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયાની ચમકધમક પાછળ છુપાયેલું એવું સત્ય સામે આવ્યું છે, જેને સૌને હચમચાવી દીધા છે.અહીં વાત કરવામાં આવી રહી છે વડા પાવ ગર્લ તરીકે ઓળખ મેળવેલી ચંદ્રિકા દિક્ષિતની. ચંદ્રિકા એ જ છે, જેઓ દિલ્હીની સડકો પર વડા પાવ વેચતી વખતે વાયરલ થઈ હતી અને બાદમાં બિગ બોસ ઓટિટીમાં પણ નજરે આવી હતી. હવે તેમની ખાનગી જિંદગી સાથે જોડાયેલો એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે, જેને જોઈને તેમના ફેન્સ પણ ચોંકી ગયા છે.રિપોર્ટ્સ મુજબ, લગ્નના ઘણા વર્ષો બાદ ચંદ્રિકાએ પોતાના પતિ પર બેવફાઈ અને ચીટિંગના આરોપ લગાવ્યા છે. આ દાવો કોઈ અન્ય નહીં પરંતુ ખુદ ચંદ્રિકાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને કર્યો છે.
એટલું જ નહીં, તેમણે પતિની બેવફાઈના પુરાવા હોવાનો પણ દાવો કર્યો છે.સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચંદ્રિકા પોતાના પતિ સાથે ઝગડો કરતી અને કિચનમાં તોડફોડ કરતી નજરે પડે છે. આ વીડિયો તેમના પતિ દ્વારા શેર કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પતિનો દાવો છે કે વડા પાવ ગર્લ સાથે લગ્ન કર્યા બાદ તેમની જિંદગી બરબાદ થઈ ગઈ છે. બીજી તરફ, વીડિયોમાં ચંદ્રિકા રડતાં રડતાં પોતાના સાથે થયેલા વિશ્વાસઘાતની વાત કરતી દેખાય છે.ચંદ્રિકાનો આરોપ છે કે તેમના પતિનો કોઈ અન્ય મહિલા સાથે સંબંધ છે, જેના કારણે તેમની લગ્નજીવનમાં તિરાડ પડી છે. આ વીડિયો સામે આવતા જ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયો છે.
વીડિયોમાં ચંદ્રિકાનો ગુસ્સો અને દુખ સ્પષ્ટ રીતે જોવા મળે છે. ક્યારેક લોકોના ચહેરા પર સ્મિત લાવનારી વડા પાવ ગર્લ આજે અનેક સવાલોના ઘેરામાં જોવા મળી રહી છે.કેમેરા સામે રડતાં રડતાં ચંદ્રિકાએ મદદની અપીલ કરી છે અને કહ્યું છે કે તેમના સાથે વિશ્વાસઘાત થયો છે. તેમના કહેવા મુજબ, લગ્નના વર્ષો બાદ પતિના આ વર્તનએ તેમને સંપૂર્ણ રીતે તોડી નાંખ્યા છે. વીડિયો પોસ્ટ થતાં જ તે વાયરલ થયો હતો. થોડા જ કલાકોમાં ઇન્સ્ટાગ્રામ પર તેને દસ લાખથી વધુ વ્યૂઝ અને સત્તર હજારથી વધુ લાઈક્સ મળ્યા હતા.આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સને પણ મોટો ઝટકો લાગ્યો છે.
કેટલાક લોકોએ ચંદ્રિકાને સપોર્ટ કર્યો છે, જ્યારે કેટલાકે તેમના પતિને આ વર્તન માટે જવાબદાર ઠેરવ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે પતિએ ચીટિંગ કર્યું છે, તો બીજા એક યુઝરે લખ્યું કે એટલી સુંદર પત્ની હોવા છતાં પણ ચીટિંગ કેમ.હાલ સુધી યશ દિક્ષિત તરફથી કોઈ જવાબ આવ્યો નથી. તેમણે ન તો કોઈ પોસ્ટ કરી છે અને ન તો કોઈ સ્ટેટમેન્ટ આપ્યું છે. બંને તરફથી કોઈ કાનૂની કાર્યવાહી કે પોલીસ ફરિયાદની પણ કોઈ માહિતી સામે આવી નથી. લોકો હવે આગળ શું થાય છે તેની રાહ જોઈ રહ્યા છે. યશ પોતાની તરફથી કોઈ સ્પષ્ટતા આપે છે કે પછી ચંદ્રિકા વધુ પુરાવા સાથે કોઈ નવો પગલું ભરે છે, તે જોવાનું બાકી છે. જોકે, કેટલાક લોકો આ સમગ્ર મામલાને પબ્લિસિટી સ્ટન્ટ પણ કહી રહ્યા છે. સાચી હકીકત શું છે, તે તો આવનાર સમય જ જણાવી શકશે.બ્યુરો રિપોર્ટ E24