મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી અજિત પવારનું 28 જાન્યુઆરી 2026ના રોજ એક દુખદ વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. 66 વર્ષના અજિત પવાર મુંબઈથી બારામતી એક બેઠકમાં હાજરી આપવા જઈ રહ્યા હતા અને તેઓ VSR દ્વારા સંચાલિત લિયર જેટ 45 વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા.રિપોર્ટ મુજબ ચાર્ટર્ડ વિમાનને અંતિમ તબક્કામાં તકનિકી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે થયેલી આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ ઘટનાથી સમગ્ર રાજ્યમાં શોકની લહેર ફરી વળી છે.શરદ પવારે તાજેતરમાં એક ભાવુક પોસ્ટ લખી લોકોને આ ઘટનાને રાજકારણ સાથે ન જોડવાની અપીલ કરી છે. બીજી તરફ એક અન્ય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારતેમનું અવસાન થયું છે. બુધવારે સવારે ૮.૪૫ વાગ્યે બારામતી એરપોર્ટ પર ઉતરતી વખતે તેમનું ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પવારના સુરક્ષા ગાર્ડ, બે પાઇલટ અને એક મહિલા ક્રૂ મેમ્બર સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા. અકસ્માત થયો ત્યારે તેમની માતા આશા બારામતીના ફાર્મહાઉસમાં ટીવી જોઈ રહી હતી. ફાર્મહાઉસના મેનેજર સંપત ધૈગુડેએ જણાવ્યું હતું કે…વધુ
કે અજિત પવારની માતા આશા પવારને અગાઉથી જ કંઈક અનિચ્છનીય થવાનો અહેસાસ થઈ ગયો હતો.રિપોર્ટ મુજબ અજિત પવારના ફાર્મ હાઉસ મેનેજર સંપર્ક ઢેંગુન્ડેએ ખુલાસો કર્યો કે દિવંગત ઉપ મુખ્યમંત્રીની માતાને લાગતું હતું કે કંઈક ઠીક નથી. તેઓ સતત ટીવી પર પોતાના પુત્રને જોવા માટે જિદ્દ કરી રહી હતી અને અહીં સુધી પૂછ્યું હતું કે શું દાદાનો અકસ્માત થયો છે.
આશા પવારને સચ્ચાઈ ન ખબર પડે તે માટે સ્ટાફના અન્ય સભ્યોએ ટીવી બંધ કરી દીધું હતું અને તેમનો મોબાઇલ ફોન ફ્લાઇટ મોડ પર મૂકી દીધો હતો. તેમને કહેવામાં આવ્યું હતું કે કંઈ પણ નથી થયું. આશા પવારને એવું લાગતું હતું કે અજિતને માત્ર હલકી ઈજા થઈ છે પરંતુ તેમને સતત કંઈક ખોટું થવાનો અહેસાસ થઈ રહ્યો હતો.તેઓ ફાર્મ હાઉસમાંથી બહાર નીકળવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તેમને પોતાના પુત્રને મળવું છે.
અનેક પ્રયત્નો બાદ સ્ટાફના સભ્યો તેમને ફરી અંદર લઈ જવામાં સફળ થયા. ફાર્મ હાઉસના મેનેજરે જણાવ્યું કે અમે આશા તાઈને સમજાવી રહ્યા હતા કે કંઈ થયું નથી પરંતુ તેઓ પહેલેથી જ ફાર્મ હાઉસમાંથી બહાર નીકળી ચૂકી હતી અને દાદાને મળવાની વાત કરી રહી હતી. તેઓ કોઈની વાત સાંભળવા તૈયાર નહોતા.આખરે મજબૂરીમાં તેમને બારામતી સ્થિત બંગલે લઈ જવામાં આવ્યા. અજિત પવાર આવનારી જિલ્લા પરિષદની ચૂંટણી સાથે જોડાયેલી એક જાહેર બેઠક માટે બારામતી જઈ રહ્યા હતા.
દુર્ઘટના થવાની માત્ર ચાર દિવસ પહેલા જ તેમણે પોતાની માતા સાથે મુલાકાત કરી હતી. તેઓ સવારના સમયે ઘરે પહોંચ્યા હતા અને આશરે 15 મિનિટ સુધી માતા સાથે વાતચીત કરી હતી.અજિત પવારના અચાનક અવસાનથી સૌ કોઈ સ્તબ્ધ રહી ગયો છે. અજિત પવાર ઉપરાંત આ દુર્ઘટનામાં તેમના પર્સનલ સિક્યુરિટી ઓફિસર વિદીપ જાધવ, વિમાન પરિચારિકા પિંકી માલી, પાયલટ કેપ્ટન સુમિત કપૂર અને કો-પાયલટ સાંભવી પાઠકનું પણ અવસાન થયું છે.અજિત પવાર લિયર જેટ 45માં મુસાફરી કરી રહ્યા હતા, જે એક મિડ સાઇઝ પ્રાઇવેટ જેટ છે.