લેજેન્ડરી પ્લેબેક સિંગર કુમાર સાનૂને કોર્ટમાંથી મોટી જીત મળી છે. તમને જણાવી દઈએ કે કુમાર સાનૂએ પોતાની એક્સ વાઈફ રીટા ભટ્ટાચાર્ય સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. રીટા ભટ્ટાચાર્યે કેટલાક મીડિયા ઇન્ટરવ્યૂ આપ્યા હતા, જેમાં તેમણે કુમાર સાનૂ અને તેમના પરિવાર વિશે ટિપ્પણીઓ કરી હતી.
આ ટિપ્પણીઓ એવી હતી કે જેના કારણે કુમાર સાનૂની છબી ખરાબ થઈ અને તેમના કામ પર પણ અસર પડી. સાથે જ તેમના પરિવારને માનસિક રીતે ઘણું સહન કરવું પડ્યું.આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે માન્યું છે કે રીટા ભટ્ટાચાર્યે મીડિયામાં આપેલા ઇન્ટરવ્યૂ અને તેમાં કુમાર સાનૂ તથા તેમના પરિવાર વિશે કરેલી વાતો વ્યક્તિગત અને અપમાનજનક હુમલા સમાન હતી. હવે કોર્ટે આદેશ આપ્યો છે
કે રીટા ભટ્ટાચાર્ય અને કેટલાક સ્વતંત્ર મીડિયા હાઉસીસ કુમાર સાનૂ વિરુદ્ધ એક શબ્દ પણ નહીં બોલી શકે.કોર્ટે આ ઓર્ડર આપતાં રીટા ભટ્ટાચાર્ય પર પ્રતિબંધ મૂક્યો છે કે તેઓ હવે કુમાર સાનૂ વિરુદ્ધ કોઈપણ મીડિયામાં માનહાનિકારક, ખોટું, બદનામ કરનારું કે અપમાનજનક નિવેદન આપી શકશે નહીં.
આ રીતે પોતાની વ્યક્તિગત છબીની સુરક્ષા મામલે કુમાર સાનૂને મોટી જીત મળી છે.કુમાર સાનૂએ ભારતીય ન્યાયપાલિકાનો આભાર માન્યો છે અને આ નિર્ણયથી એ પણ સાબિત થયું છે કે દરેક વ્યક્તિને પોતાની છબી અને ગૌરવની રક્ષા કરવાનો પૂરો હક છે અને જો તેના માટે કોર્ટનો રસ્તો અપનાવવો પડે તો તે યોગ્ય છે. મહત્વની વાત એ છે કે જ્યાં એક તરફ એક્સ વાઈફ રીટા ભટ્ટાચાર્ય મીડિયામાં ઘણી વાતો કરતી રહી, ત્યાં કુમાર સાનૂ આખા મામલે મૌન રહ્યા અને મીડિયામાં કોઈ પણ પ્રકારનું નિવેદન આપ્યું નહોતું.