આજના સમયમાં લગ્ન હવે એક સંબંધ નહીં રહ્યા, પરંતુ હાઈ-સ્ટેક્સ બિઝનેસ ડીલ બની ગયા છે. પ્રેમ અને વિશ્વાસ જેવી બાબતો તો ટ્રેનૅપના ફાઇન પ્રિન્ટમાં ક્યાંક દબાઈને પડી રહે છે. માઈકલ ક્લાર્ક જેવા દિગ્ગજ ક્રિકેટરની કહાની આ સર્કસનું પોસ્ટર બોય બની ગઈ છે.
અહીં હવે બેટથી નહીં, બેંક બેલેન્સથી છક્કા લાગે છે.હા, 2012માં લગ્ન, 2020માં છૂટાછેડા અને વચ્ચે અફવાઓનો ફુલ આઈપીએલ. મીડિયા કહે છે અફેર, કોર્ટ કહે છે સેટલમેન્ટ અને જનતા કહે છે ભાઈ, આ તો આખો વર્લ્ડ કપ જીતવા કરતાં પણ મોંઘું પડી ગયું. 40 મિલિયનની એલિમની સાંભળતા જ લોકો ક્રિકેટ ભૂલી જાય છે અને કેલ્ક્યુલેટર કાઢી લે છે. હવે રેકોર્ડ રનના નથી, રીસેટ બટનના બનતા જાય છે.
આજની સંસ્કૃતિ બહુ સ્પષ્ટ સંદેશ આપે છે. લગ્ન કરો, ફોટોશૂટ કરો, ઇન્સ્ટાગ્રામ પર ફોરએવર લખો અને જો કંઈ ગડબડ થઈ જાય તો સેટલમેન્ટ સૌથી વધારે વફાદાર નીકળે છે. સંબંધો તૂટી જાય છે, પરંતુ બેંક એકાઉન્ટ મોટું થઈને બહાર આવે છે. એટલા માટે જ હવે લગ્ન ઈમોશનલ ઇન્વેસ્ટમેન્ટ નહીં, ફાઈનાન્સિયલ હેજ બની ગયા છે.કાયદો, વકીલો અને પીઆર એજન્સીઓ, બધાં આ ઇકોસિસ્ટમના શેરહોલ્ડર છે.
કોઈ પ્રેમમાં ફેલ થાય છે તો કોઈ કોર્ટમાં પાસ થાય છે અને વચ્ચે બાળક. તેને કોપેરેન્ટિંગ નામની પ્રેસ રિલીઝમાં કવર કરી દેવામાં આવે છે. બધું પ્રોફેશનલ, બધું પોલિશ્ડ.માઈકલ ક્લાર્કે ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતાડ્યો, પરંતુ પોતાની વ્યક્તિગત જિંદગીમાં તેમને એવી ટ્રોફી અપાઈ ગઈ, જેને કોઈ ઉઠાવવી નથી ઈચ્છતું. સૌથી મોંઘા છૂટાછેડા.
મેદાનમાં કેપ્ટનશિપ અને ઘરમાં એકાઉન્ટિંગ. ફરક એટલો જ છે કે અહીં અંપાયર પણ ચૂપ રહે છે અને સ્ટેડિયમ ખાલી નથી થતું. સોશિયલ મીડિયા ભરેલું રહે છે.આજની સંસ્કૃતિએ સંબંધોને નેટ પ્રેક્ટિસ બનાવી દીધા છે. જ્યાં સુધી રન આવે ત્યાં સુધી રમો. જેમ જ બાઉન્સર વાગે, પેડ ઉતારો અને ક્લેમ ફાઈલ કરો. અહીં ન પુરુષ દોષી છે, ન સ્ત્રી. અહીં માનસિકતા દોષી છે, જ્યાં સંબંધ પહેલાં પૂછાય છે કે મને કેટલું મળશે
.તમને જણાવી દઈએ કે માઈકલ ક્લાર્ક અને કાયલીએ 2012માં લગ્ન કર્યા હતા. લગ્નના 8 વર્ષ બાદ તેમના વૈવાહિક સંબંધો તૂટી ગયા અને બંનેએ છૂટાછેડા માટે કોર્ટનો રસ્તો અપનાવ્યો. છૂટાછેડાં પાછળ મીડિયા માં અફવાઓ સામે આવી હતી કે ક્લાર્કનો તેમના મેનેજર સાથે અફેર હતો, જેના કારણે તેમની મેરિટલ લાઈફ બગડી ગઈ.એક તરફ ભારતમાં હાર્દિક પંડ્યા અને શિખર ધવનના છૂટાછેડા બાદ મળેલી એલિમનીને લઈને ભારે ચર્ચા થઈ રહી હતી, ત્યારે એવું લાગી રહ્યું છે કે તેમને પાછળ છોડતા માઈકલ ક્લાર્ક હવે આ લિસ્ટમાં ટોપ પોઝિશન પર પહોંચી ગયા છે.હવે વિચારવાની વાત એ છે કે શું આજકાલ લગ્ન બે ઘરો વચ્ચેનો સંબંધ છે કે પછી એલિમની અને ફ્યુચર પ્લાન બની ગયા છે.