Cli

દિકરીના લગ્નમાં પિતાએ એવી તે લાખોની કંકોત્રી કે સૌ દંગ રહી ગયા

Uncategorized

આમ તો આપણે ત્યાં કોઈપણ માતાપિતા પોતાના સંતાનોના લગ્નની પળોને જિંદગીભર યાદગાર બનાવવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરતા હોય છે એમાં પણ પોતાની દીકરીના લગ્ન હોય ત્યારે કોઈપણ પિતા લગ્નની એક ક્ષણોને પોતાના કાળજાથી કંડારતા હોય છે ત્યારે હાલમાં એક પિતાએ પોતાની દીકરીના લગ્નમાં એવી તો કંકોત્રી બનાવી કે જેના વિશે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. તમે કહેશો કે ભાઈ એવી તે વળી કેવી કંકોત્રી છે તો જણાવી દઈએ કે

આ કંકોત્રીની કિંમત હજાર 20 હજાર કે લાખ નહીં પરંતુ 25 લાખ છે જેમાં સંસ્કૃતિનો સુભગ સમન્વય પણ છે કંકુને કેસર છાટેલી કંકોત્રી વિશે તમે અવશ્ય સાંભળ્યું હશે પણ ચાંદીમાંથી બનેલી આ કંકોત્રી વિશે જાણીને તમે પણ વિચારતા થઈ જશો નમસ્કાર આપની સાથે હું છું કૃપાસિંહ જાડેજા અને હાલમાં જ એક પિતાએ પોતાની દીકરીના લગ્ન માટે 25 લાખની કંકોત્રી બનાવી છે. આવો આ કંકોત્રી અને તેને બનાવનાર પિતા વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. સોપારી સવા રૂપિયો ગોળ, નાળિયર, કંકુ છાટણાથી લખાયેલા લગ્ન અને મનમાં વાગતા શરણાઈ અને ઢોલ. આપણે ત્યાં લગ્ન લખાયાના આ વધામણા છે

આમ તો આપણી સંસ્કૃતિમાં લગ્નના નોતરાનું અલગ મહત્વ રહેલું છે સમય સમયે તેમાં નવા રંગો ઉમેરાતા ગયા છે અને આજે આપણે ત્યાં લગ્નની કંકોત્રી પણ ભાતભાતની જોવા મળતી હોય છે ત્યારે હાલમાં એક દીકરીના લગ્નની કંકોત્રી દેશભરમાં ચર્ચાનું કારણ છે અને તેનું કારણ છે કે આ કંકોત્રીની 25 લાખની કિંમત અને તેની ખાસિયત તમે પણ કહેશો એવી તો વળી શું ખાસિયત છે કે એક કંકોત્રીની ની કિંમત 25 લાખ રૂપિયા તો જણાવી દઈએ કે આ કંકોત્રી કાગળની નહીં પરંતુ ચાંદીની છે. એટલું જ નહીં એક પણ સ્ક્રૂનો ઉપયોગ વગર આ કંકોત્રી બનાવવામાં આવી છે અને આ ઉપરાંત અનેક એવી ખાસિયત છે જે નવાઈ પમાળે તેવી છે. જો આ સમગ્ર કિસ્સા વિશે હવે વિગતે વાત કરીએ તો દરેક પિતા ઈ છે કે તેની પુત્રીના લગ્ન યાદગાર રહે અને લગ્નની પળો જીવનભર તેમના હૃદયમાં અંકિત રહે

તેવી જ રીતે જયપુરના શિવજોહરીને ત્યાં ગોળધાણા ખવાયા અને તેની દીકરીના લગ્ન લખાયા શિવજોહરી પોતાની દીકરીના આ લગ્નમાં શક્ય તેટલી યાદગાર પડો ઉમેરવા માંગતા હતા અને તેમની દીકરીના લગ્નને ખાસ બનાવવા માટે તેમણે કંઈક એવું નક્કી કર્યું જેનાથી બધાને આશ્ચર્ય થયું થયું જે હા તેમણે 3 કિલોગ્રામ શુદ્ધ ચાંદીમાંથી બનાવેલી એક ખાસ કંકોત્રી બનાવવાનું શરૂ કર્યું અને આજ અનોખી કંકોત્રી હવે ચર્ચાનો વિષય બની ગઈ છે આ કંકોત્રીને લઈને શિવજોરીએ જણાવ્યું છે કે તેણે બનાવેલી આ કંકોત્રીની કિંમત 25 લાખ છે પરંતુ તેનાથી પણ વધુ કિંમતની લાગણીથી તેમણે આ કંકોત્રી તૈયાર કરી છે કંકોત્રીના આ બોક્સ જેવા કાર્ડમાં એક બે નહીં પરંતુ 65 જેટલા દેવીદેવતા ની કોતરણી વાળી પ્રતિમાઓ પણ મૂકવામાં આવી છે 8 / 6.5 ઇંચ જેટલી સાઈઝની આ કંકોત્રીની ઊંડાઈ 3 ઇંચ છે તેમણે જણાવ્યું છે

કે આ કંકોત્રી પિતાના આશીર્વાદ અને લાગણીઓને વ્યક્ત કરનારી છે. કુશળ કારીગરોની કળાથી 128 ચાંદીના ટુકડાથી તૈયાર કરવામાં આવેલી આ કંકોત્રી કોઈપણ પ્રકારની ખીલ્લી કે સ્ક્રૂના ઉપયોગ વગર બનાવવામાં આવી છે. 65 જેટલા દેવી દેવતાઓની કોતરેલી પ્રતિમા પિતાશિવ જોહરીએ જણાવ્યું છે કે મેં પોતે જ આ કાર્ડ એક વર્ષ દરમિયાન વ્યક્તિગત રીતે ડિઝાઇન કર્યું છે. હું મારી પુત્રીના લગ્નમાં ફક્ત સંબંધીઓને જ નહીં પરંતુ બધા દેવી દેવતાઓને પણ આમંત્રિત કરવા માંગતો હતો. હું મારી પુત્રીને કંઈક એવું આપવા માંગતો હતો

જે પેઢીઓ સુધી તેની સાથે રહે અને કંઈક એવું જે આવનારી પેઢીઓ જુવે અને યાદ રાખે આ કંકોત્રી તૈયાર થયા બાદ શિવજોહરીએ સૌપ્રથમ આ કંકોત્રી તેમના પુત્રીના સાસરિયાઓને આપી હતી અને આ અનોખા કંકોત્રીમાં 65 દેવી દેવતાઓની કોતરેલી પ્રતિમા છે જેમાં ભગવાન ગણેશ સૌથી ઉપર બિરાજમાન છે જેના પર શ્રી ગણેશાય નમઃ લખેલું છે દેવી પાર્વતી તેમની જમણી ણી બાજુ છે અને ભગવાન શિવ તેમની ડાબી બાજુ છે તેની નીચે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ છે આ ઉપરાંત તિરુપતિ બાલાજીને બે સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે

તેમના દ્વારપાલ દીપ ધારણ કરેલા દેવીઓ તથા શંખ અને ઢોલ સાથે અન્ય દેવતાઓ પણ આ કંકોત્રી પર દર્શાવવામાં આવ્યા છે. પિતાએ આમંત્રણ કાર્ડ પર દરેક રૂપરેખા એવી રીતે ડિઝાઇન કરી છે કે જાણે તેઓ તેમની પુત્રીને સમૃદ્ધ ભવિષ્યના આશીર્વાદ આ કંકોત્રી દ્વારા આપી રહ્યા હોય. આ બધા દેવતાઓની છબીઓ વચ્ચે કન્યા શ્રુતિ જોહરી અને વરરાજા હર્ષ સોનીના નામ પણ લખેલા છે કન્યા અને વરરાજાની આસપાસ હાથીઓ ફૂલો વર્સાવતા જોવા મળે છે કન્યા અને વરરાજાની સાથે સમગ્ર પરિવારના નામ પણ ચાંદીથી કોતરેલા છે કાઢની બહાર અષ્ટલક્ષ્મીઓ અને તેમના સેવકો સાથે બેઠેલા છે પાછળ સૂર્યદેવ તિરુપતિ બાલાજીની ઉપર છે અને અંદર કન્યા અને વરરાજાના માતાપિતા અને સમગ્ર પરિવાર ના નામ પણ કોતરેલા છે

આ ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણના જન્મથી લઈને બાલ્યાવસ્થા સુધીના તમામ લીલાઓ અને ભગવાન વિષ્ણુના દશે અવતાર પણ દર્શાવવામાં આવ્યા છે. તો હાલ તો આ કંકોત્રીની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે. દરેક પિતા પોતાના પ્રાણથી પણ પ્યારી એવી પુત્રીના લગ્નને યાદગાર બનાવવા માટે અલગ અલગ પ્રયાસો કરતા હોય છે ત્યારે પોતાની લાડકીના લગ્નને યાદગાર બનાવવા માટે 25 લાખની કંકોત્રી બનાવનાર આ પિતાની હાલ સોશિયલ મીડિયા પર પણ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *